Amazon Sale 2023: ઓફ સિઝનમાં AC ખરીદીને મેળવો 30થી 50% છૂટનો લાભ

Amazon Sale 2023: ગત સપ્તાહથી એમેઝોન ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ સેલની શરૂઆત થઈ ચુકી છે. એમેઝોન સેલ 2023 (Amazon Sale 2023)માં અનેક વસ્તુઓ અને ડિવાઈસ પર ખૂબ મોટા ડિસ્કાઉન્ટ અને ઓફર્સ મળી રહ્યા છે જેમાં એર કન્ડિશનર્સ (AC), વોશિંગ મશીન અને રેફ્રિજરેટર પણ સામેલ છે. અમુક પ્રોડક્ટ્સ તો 50% સુધીના ડિસ્કાઉન્ટમાં મળી રહી છે.  Amazon Sale […]

Share:

Amazon Sale 2023: ગત સપ્તાહથી એમેઝોન ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ સેલની શરૂઆત થઈ ચુકી છે. એમેઝોન સેલ 2023 (Amazon Sale 2023)માં અનેક વસ્તુઓ અને ડિવાઈસ પર ખૂબ મોટા ડિસ્કાઉન્ટ અને ઓફર્સ મળી રહ્યા છે જેમાં એર કન્ડિશનર્સ (AC), વોશિંગ મશીન અને રેફ્રિજરેટર પણ સામેલ છે. અમુક પ્રોડક્ટ્સ તો 50% સુધીના ડિસ્કાઉન્ટમાં મળી રહી છે. 

Amazon Sale 2023માં બેંક ઓફર્સનો પણ લાભ

એમેઝોન સેલ દરમિયાન બેંક ઓફર્સ સાથે વસ્તુની કિંમતમાં વધારાનો લાભ મેળવી શકાશે. એમેઝોન દ્વારા ગ્રાહકોને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના ડેબિટ કે ક્રેડિટ કાર્ડ દ્વારા ખરીદી કરવા પર લગભગ તમામ વસ્તુઓ પર 10%નું ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. અમુક પ્રોડક્ટ્સ પર એક્સચેન્જ ઓફર્સ પણ ઉપલબ્ધ છે. 

વધુ વાંચો: આ ફિટનેસ બેન્ડ પર 80% સુધીનું ધમાકેદાર ડિસ્કાઉન્ટ

ઓફ સિઝનમાં AC ખરીદી મેળવો લાભ

ગરમી દરમિયાન એર કન્ડિશનર્સ (AC)ની ડિમાન્ડ વધી જાય છે. તે સાથે જ તેની કિંમતોમાં પણ વધારો થાય છે. જોકે ઓફ સિઝનમાં વસ્તુ ખરીદવાથી ઘણો ફાયદો થતો હોય છે. ધીમે ધીમે શિયાળો બેસવાની શરૂઆત થઈ રહી છે ત્યારે એસી, પંખાની કિંમતો ઘટવાની પણ શરૂ થઈ ગઈ છે. 

Amazon Sale 2023માં વોલ્ટાસ, સેમસંગ, LG અને બ્લૂસ્ટાર સહિતની બ્રાન્ડના સ્પ્લિટ AC 30%ના ડિસ્કાઉન્ટ પર મળી રહ્યા છે. Voltas Split AC 1.5 ટન 3 સ્ટાર (SAC 183 DZR)ને 35% ડિસ્કાઉન્ટમાં ખરીદી શકાશે. સેલમાં તે 59,990 રૂપિયાના બદલે 38,883 રૂપિયામાં મળી રહ્યું છે. તેમાં 1.45 કિલોવોટનો કૂલિંગ પાવર મળે છે. 

સેલમાં Carrierનું 1.5 ટનનું AC 36%ના ડિસ્કાઉન્ટ સાથે 38,204 રૂપિયામાં મળી રહ્યું છે. 3 સ્ટાર એનર્જી રેટિંગ ધરાવતા આ ACની લિસ્ટેડ પ્રાઈઝ 59,990 રૂપિયા છે. બેંક ઓફર સાથે તે 33,204 રૂપિયામાં મળી રહેશે. 

Panasonicનું 1.5 ટનનું 5 સ્ટાર વાઈફાઈ ઈન્વર્ટર સ્માર્ટ Split AC 32%ના ડિસ્કાઉન્ટ બાદ  42,990 રૂપિયામાં મળી રહેશે. તે કોપર કન્ડેન્સર સાથે આવે છે અને AI મોડ સાથે સેવન ઈન વન કન્વર્ટેબલ સાથે આવે છે. 

વધુ વાંચો: એમેઝોન ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ સેલમાં શ્રેષ્ઠ ડીલ અને ડિસ્કાઉન્ટ ઓફર મેળવવા માટે આ ટિપ્સ અનુસરો

Blue Starનું 1 ટનનું 3 સ્ટાર વાઈફાઈ ઈન્વર્ટર સ્માર્ટ Split AC 37%ના ડિસ્કાઉન્ટ સાથે 33,290 રૂપિયામાં મળી રહ્યું છે. આ AC ટર્બો કૂલ અને વોઈસ કમાન્ડ જેવા ફીચર સાથે આવે છે. 

Daikinનું 1.5 ટનનું 5 સ્ટાર ઈન્વર્ટર Split AC 32%ના ડિસ્કાઉન્ટ સાથે 45,490 રૂપિયામાં મળી રહ્યું છે. આ એસીમાં 2.5 ફિલ્ટર મળે છે.  

Lloydનું 1.5 ટનનું સ્ટાર ઈન્વર્ટર Split AC 44%ના ડિસ્કાઉન્ટ સાથે 32,990 રૂપિયામાં મળી રહ્યું છે. ઉપરાંત Amazon Sale 2023માં 3 સ્ટાર એનર્જી રેટિંગ ધરાવતા 2 ટનના સ્પ્લિટ એસી 45% સુધીના ડિસ્કાઉન્ટમાં મળી રહ્યા છે જે વીજળીની બચત કરવામાં પણ ઉપયોગી બનશે.