Amazon Sale 2023માં દિવાળી માટે સજાવટની સામગ્રી પર 69% સુધીનું ડિસ્કાઉન્ટ મળશે

Amazon Sale 2023: હિન્દુઓની આસ્થાના પ્રતીક સમાન દિવાળી (Diwali 2023)ના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી છે. દિવાળી પ્રકાશનો પર્વ ગણાય છે અને આ તહેવારમાં પૂજા, શણગાર વગેરેનું ખૂબ મહત્વ રહેલું છે. દિવાળી પહેલા જ ઘરની સાફ સફાઈનું કામ શરૂ કરી દેવામાં આવે છે અને સાથે જ સજાવટની વિવિધ વસ્તુઓની માગ પણ વધી જાય છે. […]

Share:

Amazon Sale 2023: હિન્દુઓની આસ્થાના પ્રતીક સમાન દિવાળી (Diwali 2023)ના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી છે. દિવાળી પ્રકાશનો પર્વ ગણાય છે અને આ તહેવારમાં પૂજા, શણગાર વગેરેનું ખૂબ મહત્વ રહેલું છે. દિવાળી પહેલા જ ઘરની સાફ સફાઈનું કામ શરૂ કરી દેવામાં આવે છે અને સાથે જ સજાવટની વિવિધ વસ્તુઓની માગ પણ વધી જાય છે. ત્યારે એમેઝોન સેલ 2023 (Amazon Sale 2023) દરમિયાન તમને સજાવટ માટેની આકર્ષક વસ્તુઓ ખૂબ જ ડિસ્કાઉન્ટથી મળી રહેશે. 

Amazon Sale 2023માં સજાવટની વસ્તુઓનો ભંડાર

એમેઝોન સેલ 2023માં દીવા માટેના સ્ટાઈલિશ સ્ટેન્ડ, દેવી-દેવતાઓની મૂર્તિના સુંદર સેટ, પૂજાની થાળી, ફૂલોવાળા વોલ હેન્ગિંગ્સ સહિતની અનેક વસ્તુઓ 69% સુધીની ડિસ્કાઉન્ટેડ કિંમતે ઉપલબ્ધ છે. જોકે આ ડીલ્સ ફક્ત 10મી નવેમ્બર સુધી જ ઉપલબ્ધ છે માટે તમારી આ દિવાળી (Diwali 2023)ની ઉજવણીને વધુ શાનદાર બનાવવા માટે તેનો મહત્તમ લાભ લેવાનું ચૂકતા નહીં. 

વધુ વાંચો: Amazon Sale 2023: 65 ઇંચના ટીવી પર 63% સુધીનું ડિસ્કાઉન્ટ મેળવો

સેલમાં ઉપલબ્ધ વસ્તુઓ પર એક નજર

– Amazon Sale 2023માં ભગવાન ગણેશજી, માતા સરસ્વતી અને લક્ષ્મીની ધાતુની પ્રતિમાવાળા દીવાના સ્ટેન્ડ મળી રહ્યા છે. આ વસ્તુ તહેવારો દરમિયાન શુભ વાતાવરણનો અનુભવ કરાવવાની સાથે જ પરંપરાગત દિવ્યતાની લાગણીનો પણ અનુભવ કરાવશે. 

– તહેવારોમાં ફૂલોની સજાવટનું અનેરૂ મહત્વ રહેલું છે. દીવાલો પર ફૂલના તોરણ બનાવવાની સાથે જ ફૂલોની રંગોળી પણ તહેવારોની રોનકમાં ચાર ચાંદ લગાવી દે છે. એમેઝોન સેલમાં લોટસ ઉરુલી બાઉલ્સ પર ખૂબ જ આકર્ષક ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. કમળ આકારના ધાતુના આ બાઉલ્સમાં પાણી ભરીને તમે તેમાં ફૂલોની રંગોળી બનાવી શકો છો. અથવા તો મીણબત્તી પણ રાખી શકો છો અને તે સિવાય પણ આ બાઉલ્સ અનેકવિધ ઉપયોગમાં લઈ શકાય તેમ છે. 

– ગલગોટાના પીળા અને ભગવા રંગના ફૂલોના હાર એ દિવાળી કે કોઈ પણ પ્રસંગની સજાવટમાં ખૂબ મહત્વનું સ્થાન ધરાવે છે. સેલ દરમિયાન નીચે ઘંટડી સાથેના મેરીગોલ્ડના આ 4 કૃત્રિમ હારનો સેટ પૂજા રૂમ કે સીડી, દીવાલની સજાવટ માટે આદર્શ બની રહેશે. 

– દિવાળી એ પ્રકાશનો પર્વ ગણાય છે અને આ તહેવાર દરમિયાન દીવા અને લાઈટ કરવાનું ખૂબ મહત્વ છે. સમગ્ર માહોલ ઝળહળતો હોય છે તેવામાં એમેઝોન સેલ 2023 (Amazon Sale 2023) પર ઉપલબ્ધ વિવિધ પ્રકારના કેન્ડલ હોલ્ડર તમારા ઘરને એક આગવી શાન આપશે. 

– ઉપરાંત સેલ દરમિયાન ઉચ્ચ ગુણવત્તાના પિત્તળમાંથી બનેલી પૂજાની થાળીઓ પર પણ આકર્ષક લાભ મળી રહ્યો છે. આ પ્રકારના પૂજા થાળ કુબેર દીપક, ઘંટડી, કળશ, ચમચી અને વાટકીના સેટ સાથે પણ ઉપલબ્ધ છે. દિવાળી (Diwali 2023) દરમિયાન સ્વજનોને ભેટમાં આપવા માટે પણ તે એક શ્રેષ્ઠ પસંદગી બની રહેશે.