Navratri Festival: ગરબા આયોજકોને સ્થળ પર ડોક્ટર, 108 એમ્બ્યુલન્સની સેવા તૈનાત રાખવા આદેશ

Navratri Festival:નવરાત્રીના તહેવારને લઈ દેશભરમાં પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. તેમાં પણ ગુજરાતીઓ માટે નવરાત્રીના તહેવારનું અનેરૂં મહત્વ રહેલું છે અને ગલી, મહોલ્લાથી લઈને મોટા મોટા પાર્ટી પ્લોટમાં પણ ગરબા અને દાંડિયા રાસ (Navratri Festival) કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે રાજ્ય સરકારે નવરાત્રીના તહેવારને લઈ ખાસ ગાઈડલાઈન બહાર પાડી છે. હાર્ટ એટેક (heart […]

Share:

Navratri Festival:નવરાત્રીના તહેવારને લઈ દેશભરમાં પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. તેમાં પણ ગુજરાતીઓ માટે નવરાત્રીના તહેવારનું અનેરૂં મહત્વ રહેલું છે અને ગલી, મહોલ્લાથી લઈને મોટા મોટા પાર્ટી પ્લોટમાં પણ ગરબા અને દાંડિયા રાસ (Navratri Festival) કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે રાજ્ય સરકારે નવરાત્રીના તહેવારને લઈ ખાસ ગાઈડલાઈન બહાર પાડી છે. હાર્ટ એટેક (heart attack)ના કેસમાં જોવા મળી રહેલા વધારાના ધ્યાનમાં રાખીને ગરબા આયોજકોને સ્થળ પર ડોક્ટર અને 108 એમ્બ્યુલન્સની સેવા તૈનાત રાખવા માટે જણાવવામાં આવ્યું છે. 

હાર્ટ એટેકના કેસને લઈ તંત્ર એલર્ટ

આગામી 15મી ઓક્ટોબરથી નવરાત્રીનો તહેવાર શરૂ થઈ રહ્યો છે. તે પૂર્વે કેટલાક શહેરોમાં ગરબાની પ્રેક્ટિસ દરમિયાન હાર્ટ એટેક (heart attack)ના જીવલેણ હુમલાની ઘટનાઓ સામે આવી છે. ઉપરાંત નાની ઉંમરના લોકોમાં પણ હાર્ટ એટેકના કેસ વધી રહ્યા છે. ત્યારે હાર્ટ એટેક (heart attack)ના કેસમાં નોંધાયેલા વધારાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર એક્શનમાં આવી છે. 

Navratri Festival: ગરબાની મોજમાં કોઈનું આરોગ્ય નહીં જોખમાય

હાર્ટ એટેક (heart attack)ના કારણે નાની ઉંમરે મૃત્યુની ઘટનાઓ વચ્ચે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મંગળવારના રોજ જાહેરાત કરી હતી કે, રાજ્ય સરકારે નવરાત્રીના તહેવારમાં નવે નવ દિવસ માટે ગરબા સ્થળોએ 108 એમ્બ્યુલન્સ અને તબીબી સ્ટાફ મુકવાનો નિર્ણય લીધો છે. 

ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, હાર્ટ એટેકનું કારણ નથી સમજાઈ રહ્યું પરંતુ દરરોજ યુવાનોમાં હાર્ટ એટેકના 1-2 કેસ સામે આવી રહ્યા છે. ત્યારે લક્ષણોના આધારે લોકોએ ચેકઅપ કરાવવું જોઈએ. ઉપરાંત 30-40 વર્ષથી વધારે ઉંમરના તમામ લોકોએ વાર્ષિક આરોગ્ય તપાસ કરાવવી જોઈએ. 

ગરબાના સ્થળે 108 એમ્બ્યુલન્સ હાજર રહેશે

વધુમાં ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, શહેરોમાં જ્યાં મોટા મોટા ગરબા કાર્યક્રમો યોજાય છે ત્યાં પોઈન્ટ ફાળવવામાં આવી રહ્યા છે અને ગામડાઓમાં પણ હાર્ટ એટેક સહિતના કેસમાં CHC, PHC સ્ટાફને તાત્કાલિક સારવાર આપવા માટે એલર્ટ કરવામાં આવ્યા છે. આયોજકોએ સ્થળ પર જ આ પ્રકારની વ્યવસ્થાઓ કરવી પડશે જેથી હાર્ટ એટેકની સ્થિતિમાં તાત્કાલિક સારવાર આપી શકાય અને જીવ બચાવી શકાય.

ઋષિકેશ પટેલે નવરાત્રીના તહેવાર દરમિયાન દરેક સ્થળોએ 108 એમ્બ્યુલન્સ અને મેડિકલ ટીમ હાજર રહેશે તેવી ખાતરી આપવાની સાથે જ લોકોને હાર્ટ એટેક (heart attack)ના લક્ષણો જણાય તો તેને ગંભીરતાથી લેવા સૂચન કર્યું હતું. બીજી તરફ અમદાવાદના પોલીસ કમિશ્નરે જાહેરનામુ બહાર પાડીને નવરાત્રીના તહેવાર દરમિયાન રાત્રિના 12 વાગ્યા પછી લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ મુક્યો છે. આ જાહેરનામુ તારીખ 15મી ઓક્ટોબરથી 24મી ઓક્ટોબર દરમિયાન લાગુ ગણાશે. 

ઋષિકેશ પટેલને નવરાત્રીના તહેવાર દરમિયાન અન્ય ધર્મના લોકોના ગરબા કાર્યક્રમોમાં પ્રવેશ મામલે પણ સવાલ કરવામાં આવ્યો હતો. જવાબમાં ઋષિકેશ પટેલે પોલીસ અને ગૃહ વિભાગ નવરાત્રીના તહેવારમાં ગરબા કાર્યક્રમો દરમિયાન કોઈ અપ્રિય ઘટના ન બને તે માટે વ્યવસ્થા કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું.