શું આપણો અનાજનો નાસ્તો સ્વાસ્થ્યપ્રદ છે?

આપણે નાસ્તામાં તૈયાર મળતા અનેક જાતના સિરીઅલ્સ એટલે એક પ્રકારના પેકેજ્ડ અનાજ એવું માનીને ખાઈએ છીએ કે તેનાથી આપણને પોષણ મળે છે અને તે આપણાં સ્વાસ્થ્ય માટે સારા છે, પરંતુ ખરેખર તો તેમાં ખાંડ અને અન્ય ચીજો ઉમેરવાને કારણે તે ખાવાથી લાભને બદલે નુકસાન થાય છે. આજે આપણે જાણીશું કે તેને કેવીરીતે સ્વાસ્થ્યપ્રદરીતે ખાઈ શકાય.  […]

Share:

આપણે નાસ્તામાં તૈયાર મળતા અનેક જાતના સિરીઅલ્સ એટલે એક પ્રકારના પેકેજ્ડ અનાજ એવું માનીને ખાઈએ છીએ કે તેનાથી આપણને પોષણ મળે છે અને તે આપણાં સ્વાસ્થ્ય માટે સારા છે, પરંતુ ખરેખર તો તેમાં ખાંડ અને અન્ય ચીજો ઉમેરવાને કારણે તે ખાવાથી લાભને બદલે નુકસાન થાય છે. આજે આપણે જાણીશું કે તેને કેવીરીતે સ્વાસ્થ્યપ્રદરીતે ખાઈ શકાય. 

ફાઇબર, વિટામિન્સ અને મિનરલ્સ જેવા અસંખ્ય પોષક તત્વોનું વચન આપતા, આ તૈયાર સિરીઅલ્સ (અનાજ ) દાવો કરે છે તેટલા આરોગ્યપ્રદ નથી. તેની પર પ્રક્રિયા કરવામાં આવે છે, અને તેમાં ઘણી વસ્તુઓ ઉમેરેલી હોય છે.  જો નિયમિતપણે સેવન કરવામાં આવે તો સ્વાસ્થ્ય માટે સંભવિત જોખમો ઉભા થાય છે. આપણે સુપર માર્કેટમાંથી આડેધડ સિરીઅલ્સનાં પેક ઉપાડી લાવીએ પણ તેમાં ખાંડ, સ્વાદ માટે ઉમેરાતા તત્વો તેમજ પ્રિઝર્વેટિવ તેમજ શુધ્ધ કાર્બોહાઇડ્રેટ્સ હોઇ શકે છે. જે ડાયાબિટીસ અને હૃદય રોગ જેવી ગંભીર બીમારી નોતરે છે. 

તેમાં સ્વાદ વધારવા સુગર ફરોસ્ટીનગ અને ચોકલેટ કોટિંગ તેમજ વધુ ખાંડ વગેરે હોય છે. અને અજાણતા આપણાં આહારમાં ખાંડનું પ્રમાણ વધી જાય છે.  સવારના નાસ્તામાં અનાજ સાથે પ્રોસેસ્ડ ફૂડ્સ દ્વારા આપણે વધુ માત્રામાં ખાંડ લેતા હોવા છતાં તે અન્ય  પ્રોસેસ્ડ ખોરાકની તુલનામાં તંદુરસ્ત વિકલ્પ હોઈ શકે છે જેમાં કોઈ પોષણ મળતું નથી પણ જો તમે સમજી વિચારીને માપમાં સિરીઅલ્સનો ઉપયોગ કરો તો તમે તેને તંદુરસ્ત ખોરાક બનાવી શકો છો.

સવારના નાસ્તામાં અનાજ આરોગ્યપ્રદ રીતે કેવી રીતે ખાવું: 

1. માહિતીને આધારે પસંદગી કરો 

પૌષ્ટિક નાસ્તા માટે તંદુરસ્ત આખા અનાજ સાથે બનેલા અનાજની પસંદગી કરો. તમારા ભોજનમાં ઓટ્સ, આખા ઘઉંના ક્વિનોઆ અથવા રાગી જેવા આખા અનાજનો સમાવેશ કરો. આ વિકલ્પો ઘણા પેકેજ્ડ અનાજની સરખામણીમાં વધુ પોષક તત્વો પૂરા પાડે છે.

2. લેબલ્સ ધ્યાનથી વાંચો 

ઉત્પાદન પર લખેલું લેબલ વાંચવાની ટેવ પાડો.  પ્રોડક્ટ ઉમેરવામાં આવેલી ખાંડ, કૃત્રિમ પ્રિઝર્વેટિવ્સ, બિનઆરોગ્યપ્રદ ફેટ અને અન્ય અનિચ્છનીય ઘટકોને સ્થાને ઓછામાં ઓછી પ્રક્રિયા, આખા અનાજની વધુ સામગ્રી સાથેના સિરીઅલ્સ ખરીદો. 

3. ખાંડ ઉમેરશો નહીં

ઘણા અનાજમાં પહેલેથી જ ખાંડ હોય છે, તેથી વધુ ખાંડ સાથે તેને ટાળવું શ્રેષ્ઠ છે. તમારા અનાજનાં બાઉલને ફળો, કિસમિસ અથવા મધ અથવા ગોળથી  મીઠું બનાવો. માર્કેટમાં મળતી છુટક ખાંડ સ્વાસ્થ્ય માટે સારી નથી અને તેનું વધુ પડતું સેવન ચોક્કસપણે હાનિકારક છે.

માર્કેટમાં ઘણાખરા સિરિઅલ્સ ઉપલબ્ધ હોય છે, પરંતુ તમે એક સ્માર્ટ વ્યક્તિ બની તેના લેબલ્સ અને ઘટકો જોઈને હેલ્ધી ઓપ્શનની પસંદગી કરો, જેથી તમને વધારે સ્વાસ્થ્ય લાભ મળી શકે.