શું તમે પણ ડાયાબિટીસથી પરેશાન છો? બ્લડ સુગરને નિયંત્રિત કરવા માટે અપનાવો આ 5 પીણાં 

ભારતમાં અત્યારે ડાયાબિટીસના કેસોમાં તીવ્ર વધારો જોવા મળ્યો છે. ભારતના લોકોમાં બિનઆરોગ્યપ્રદ જીવનશૈલીને કારણે ડાયાબિટીસનું જોખમ વધી રહ્યું છે. ડાયાબિટીસ ત્યારે થાય છે જ્યારે તમારું શરીર પૂરતું ઈન્સ્યુલિન બનાવી શકતું નથી જેના કારણે હૃદય રોગ, કિડની રોગ, દ્રષ્ટિની ખામી જેવી સ્વાસ્થ્ય સમસ્યાઓ થાય છે. ડાયાબિટીસ માટે બ્લડ સુગરને નિયંત્રિત કરવા માટે જીવનશૈલીમાં ફેરફાર કરવો મહત્વપૂર્ણ […]

Share:

ભારતમાં અત્યારે ડાયાબિટીસના કેસોમાં તીવ્ર વધારો જોવા મળ્યો છે. ભારતના લોકોમાં બિનઆરોગ્યપ્રદ જીવનશૈલીને કારણે ડાયાબિટીસનું જોખમ વધી રહ્યું છે. ડાયાબિટીસ ત્યારે થાય છે જ્યારે તમારું શરીર પૂરતું ઈન્સ્યુલિન બનાવી શકતું નથી જેના કારણે હૃદય રોગ, કિડની રોગ, દ્રષ્ટિની ખામી જેવી સ્વાસ્થ્ય સમસ્યાઓ થાય છે. ડાયાબિટીસ માટે બ્લડ સુગરને નિયંત્રિત કરવા માટે જીવનશૈલીમાં ફેરફાર કરવો મહત્વપૂર્ણ છે. બ્લડ સુગરને નિયંત્રિત કરવા માટે કેટલાક પીણાં આહારમાં સામેલ કરવા જોઈએ જે સુગર સ્પાઈક્સને રોકવામાં મદદ કરે છે.   

ભારતમાં લગભગ 5-10% લોકો ટાઈપ 1 ડાયાબિટીસની શ્રેણીમાં આવે છે જે બાળકોમાં વધુ સામાન્ય છે અને તે કોઈપણ ઉંમરે થઈ શકે છે. ટાઈપ 1 ડાયાબિટીસ ધરાવતા લોકોને દરરોજ ઈન્સ્યુલિનની જરૂર પડે છે. ટાઈપ-2 ડાયાબિટીસ સર્વસામાન્ય છે, જે સામાન્ય રીતે પુખ્ત વયના લોકોને થાય છે. શરીર ઈન્સ્યુલિન પ્રતિરોધક બને અથવા ઈન્સ્યુલિન પૂરતું ઉત્પ્ન્ન થાય ન થાય ત્યારે આ સ્થિતિ સર્જાય છે. નિયમિત વ્યાયામ, પ્રોટીન અને ફાઈબરથી ભરપૂર આહાર, આખા અનાજ અને અમુક હર્બલ પીણાંને આહારમાં સામેલ કરવાથી બ્લડ સુગરને નિયંત્રિત કરી શકાય છે.  

બ્લડ સુગરને નિયંત્રણમાં રાખવા માટેના પીણાં

1. મેથીના દાણાનું પાણી

મેથીમાં રહેલા દ્રાવ્ય તંતુઓ જેમાં ગ્લુકોમેનન ફાઈબરનો સમાવેશ થાય છે તે આંતરડામાંથી ઈન્જેસ્ટ કરેલ શર્કરાને શોષવામાં વિલંબ કરે છે. જે બ્લડ સુગરના સ્તરને ઘટાડે છે. ફેન્યુગ્રેસીન અને ટ્રિગોનેલાઈન જેવા આલ્કલોઈડ્સમાં હાઈપોગ્લાયકેમિક ક્રિયા હોવાનું દર્શાવવામાં આવ્યું છે, અને 4 હાઈડ્રોક્સાઈસોલ્યુસીન (4-OH Ile) એમિનો એસિડ સ્વાદુપિંડમાં ઈન્સ્યુલિન ઉત્પ્ન્ન કરે છે.

2. ગિલોયનું પાણી

ગિલોયમાં એક આલ્કલોઈડ સંયોજનોમાંનું એક બેર્બેરીન છે. ગિલોયનું પાણી પરંપરાગત હર્બલ ઉપચાર છે જે માનવ અભ્યાસ દ્વારા દર્શાવે છે કે બ્લડ સુગર ઘટાડે છે. બેર્બેરીન ડાયાબિટીસની દવા મેટફોર્મિનની જેમ જ કામ કરે છે.

3. સિનેમન ટી

સિનેમન ગ્લાયકોજન સંશ્લેષણ પ્રવૃત્તિને અસર કરીને ગ્લાયકોજનનો સંગ્રહ વધારે છે. સિનેમનમાં જોવા મળતા કુદરતી તત્વો બ્લડ સુગરના સ્તરને નિયંત્રણમાં રાખવા માટે ઈન્સ્યુલિનનું કામ કરે છે.

4. પાલકનો રસ 

શિયાળાની ઋતુમાં આહારમાં પાલકના રસનો સમાવેશ કરવાથી ડાયાબિટીસને નિયંત્રણમાં રાખવામાં મદદ મળી શકે છે. પાલકમાં ફોલિક એસિડ હોય છે. જે બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

5. આદુની ચા 

આદુ પ્રાચીન સમયથી દરેક ભારતીય રસોડામાં જોવા મળે છે. તેના અસંખ્ય ફાયદા છે. તે ઈન્સ્યુલિન સ્ત્રાવને નિયંત્રિત કરવા માટે ખૂબ અસરકારક છે. તમે આદુની ચા પી શકો છો. તમે સૂકા આદુનો પાવડર પણ ખાઈ શકો છો.

નોંધનીય છે કે તમે આ પીણાં તમારા આહારમાં સામેલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી અનિવાર્ય છે.