શું તમે તણાવ અનુભવો છો? આ છે તણાવ ઘટાડવા માટેના ઉપાયો

તણાવ એ આધુનિક જીવનશૈલીનો એક ભાગ બની ગયો છે. જયારે તમે તણાવ અનુભવો છો, ત્યારે સ્ટ્રેસ હોર્મોન કોર્ટિસોલ ઉત્પ્ન્ન થાય છે. તણાવ તમારા સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરી શકે છે. તણાવ ઘટાડવા માટે મેડિટેશન, સંતુલિત આહાર લેવો જોઈએ. તણાવના લક્ષણોમાં ધ્રુજારી, પરસેવો અને માથાનો દુખાવો થાય છે. તણાવને કારણે મૂડ સ્વિંગ ઉપરાંત ડાયાબિટીસ, વજનમાં વધારો, […]

Share:

તણાવ એ આધુનિક જીવનશૈલીનો એક ભાગ બની ગયો છે. જયારે તમે તણાવ અનુભવો છો, ત્યારે સ્ટ્રેસ હોર્મોન કોર્ટિસોલ ઉત્પ્ન્ન થાય છે. તણાવ તમારા સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરી શકે છે. તણાવ ઘટાડવા માટે મેડિટેશન, સંતુલિત આહાર લેવો જોઈએ. તણાવના લક્ષણોમાં ધ્રુજારી, પરસેવો અને માથાનો દુખાવો થાય છે. તણાવને કારણે મૂડ સ્વિંગ ઉપરાંત ડાયાબિટીસ, વજનમાં વધારો, હાઈ બ્લડ પ્રેશર અને હૃદય રોગ જેવી સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે. 

તણાવના લક્ષણો 

  • માથાનો દુખાવો
  • નકારાત્મક વિચારો
  • દરેક બાબતે ગુસ્સો આવવો 
  • વધુ કે ઓછી ઊંઘ
  • દુઃખી થવું
  • કોઈપણ કામમાં અરુચિ

તણાવ ઘટાડવા માટેની ટીપ્સ

યોગ કરો  

તણાવ અનુભવતા લોકોએ શ્વાસ લેવાની કસરત, યોગ અને ખુલ્લી જગ્યાઓમાં ચાલવું જોઈએ. જે તણાવ ઘટાડવામાં મદદ કરશે.

સંતુલિત આહાર લો

સંતુલિત આહાર, ખાંડ અને કેફીનનું સેવન મર્યાદિત કરવાથી તણાવ ઘટાડવામાં મદદ મળે છે. પુષ્કળ પાણી પીવાથી પણ તણાવ ઘટાડવામાં મદદ મળે છે. તણાવ ઘટાડવા માટે લસણ, વિટામિન Cથી ભરપૂર ખોરાક, બ્લેક અથવા ગ્રીન ટી અને પ્રોબાયોટિક ખોરાકનો સમાવેશ થાય છે.

પૂરતી ઊંઘ લો

પૂરતી ઊંઘ ન લેવાથી તણાવ વધી શકે છે. સારી ગુણવત્તાવાળી ઊંઘથી તણાવ ઘટાડવામાં મદદ મળે છે  મેળવવા માટે વહેલા સૂવાનું રાખો. તે માટે તમારા ગેજેટ્સ બંધ કરો અને સૂવાના એક કલાક પહેલા સ્ક્રીનથી દૂર રહો.

હોબી પર કામ કરો 

હોબી તણાવ ઘટાડવામાં મદદ કરે છે. તમે ડ્રોઈંગ અથવા પેઈન્ટીંગ, રસોઈ, સર્જનાત્મક લેખન અથવા સંગીતનાં સાધન વગાડવા જેવા તણાવ-મુક્ત હોબી અપનાવી શકો છો.

વ્યાયામ કરો 

શારીરિક રીતે સક્રિય રહેવું એકંદર સ્વાસ્થ્ય માટે સારું છે અને તે તમારા મૂડને પણ સુધારી શકે છે. તેથી, તણાવ ઘટાડવા માટે ઓછી અથવા મધ્યમ અસરની કસરતો કરો. 

સંગીત સાંભળો 

સંગીત તણાવ ઘટાડવામાં મદદ કરે છે. સંગીત સાંભળવાથી મન શાંત થાય છે. સંગીત સાંભળતા સમયે ધ્યાનમાં રાખો કે, સેડ સોંગ સાંભળવાથી તણાવ વધી પણ શકે છે. તેથી મેલોડી સોંગ સાંભળવા જોઈએ.

મેડિટેશન કરો 

મેડિટેશન તણાવ ઘટાડવામાં મદદ કરી શકે છે. દરરોજ સવારે કે સાંજે મેડિટેશન કરો. મેડિટેશન કરવાથી શરીરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. આ સકારાત્મક ઉર્જાના કારણે મન પ્રફુલ્લિત થાય છે.

નકારાત્મક વિચારો ન કરો  

નકરાત્મક વિચારો કરવાનું ટાળો. હંમેશા ખુશ રહેવાનો પ્રયત્ન કરો. દરેક વસ્તુના સકારાત્મક પક્ષને જુઓ. આ માટે સર્જનાત્મક આદતો વિકસાવો. 

મિત્રો સાથે વાત શેર કરો

તમારી કોઈપણ ચિંતા અથવા તણાવને તમારા મિત્રો સાથે શેર કરો. તણાવ ઘટાડવા માટે તમારા મનના નકારાત્મક વિચારો અન્ય લોકો સાથે શેર કરો.