શું તમે ખૂબ જ સ્ટ્રેસવાળું જીવન જીવી રહ્યા છો? આ ટિપ્સ ફોલો કરી બનો તણાવમુક્ત

વર્તમાન સમયમાં તણાવ, સ્ટ્રેસ એ એક ખૂબ જ જાણીતો શબ્દ બની ગયો છે. વિદ્યાર્થી, ગૃહિણી, નોકરિયાત સહિત સૌ કોઈ આજે તણાવનો સામનો કરી રહ્યા છે. તણાવના કારણે જીવનની ગુણવત્તા પર પણ અસર પડતી હોય છે. જોકે કેટલાક સક્રિય પગલાંઓ દ્વારા તમે આ સમસ્યાને દૂર કરી શકો છો. તણાવમાંથી મુક્તિ મેળવીને એક આનંદદાયક અને રસપ્રદ જિંદગી […]

Share:

વર્તમાન સમયમાં તણાવ, સ્ટ્રેસ એ એક ખૂબ જ જાણીતો શબ્દ બની ગયો છે. વિદ્યાર્થી, ગૃહિણી, નોકરિયાત સહિત સૌ કોઈ આજે તણાવનો સામનો કરી રહ્યા છે. તણાવના કારણે જીવનની ગુણવત્તા પર પણ અસર પડતી હોય છે. જોકે કેટલાક સક્રિય પગલાંઓ દ્વારા તમે આ સમસ્યાને દૂર કરી શકો છો. તણાવમાંથી મુક્તિ મેળવીને એક આનંદદાયક અને રસપ્રદ જિંદગી જીવવા માટે તમારે જૂવનમાં અહીં રજૂ કરેલા વિકલ્પો તમારા જીવનમાં અપનાવવા પ્રયત્ન કરવો જોઈએ. 

 તણાવ દૂર કરવા મનગમતી કળાને સમય આપો

રોજિંદી જિંદગીમાં અનુભવાતા પ્રેશરમાંથી બ્રેક લેવા માટે તમારે ગીત-સંગીત, નૃત્ય સહિતની અનેક કળાઓમાંથી તમને મનગમતી કળા માટે સમય ફાળવવાનું શરૂ કરવું જોઈએ. આ પ્રકારની પ્રવૃત્તિઓમાં સામેલ થવાથી એન્ડોરફિન્સ રિલીઝ થાય છે જે તણાવને ઘટાડે છે અને તમને આત્મસિદ્ધિની લાગણીનો અનુભવ કરાવે છે. ઉપરાંત તમારા આત્મવિશ્વાસમાં પણ વધારો થાય છે.

તમે કોઈ થિએટર ગ્રુપ સાથે જોડાઈને વિવિધ પાત્રો દ્વારા તમારી લાગણીઓને બહાર આવવા તક આપી શકો છો.  તે સિવાય જો ગાયકીનો કે નૃત્યનો શોખ હોય તો તેને સંલગ્ન સંસ્થાઓ સાથે જોડાઈને તણાવમુક્ત બની શકો છો. 

જર્નલિંગ શરૂ કરો

તમારી લાગણીઓ, ચિંતા, વિચારોને લખીને વ્યક્ત કરવા એ તણાવને દૂર કરવા માટેની એક લોકપ્રિય રીત છે. એક ગ્રેટિટ્યુડ જર્નલ બનાવીને દરરોજ તમે જીવનમાં આભારી હોવ એવી 3 વસ્તુઓ તેમાં લખો. તેનાથી જીવનના સકારાત્મક પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ મળશે. 

તે સિવાય જે બાબતની ચિંતા રહેતી હોય તે સ્થિતિ, વિચારો કે લાગણીઓને પણ કલમ વડે વાચા આપો. તેનાથી તમને એ વિચારોમાંથી માનસિક રીતે મુક્ત બનીને વૈચારિક સ્પષ્ટતા કેળવવામાં મદદ મળશે. 

યોગ કરી સ્વસ્થ અને તણાવમુક્ત બનો

સ્વસ્થ મન અને શરીર માટે યોગ એ શ્રેષ્ઠ માધ્યમ છે. તમે ઓનલાઈન વીડિયો જોઈને અથવા તો યોગા ક્લાસમાં નિષ્ણાતના માર્ગદર્શન દ્વારા યોગ કરીને મનને શાંતિનો અનુભવ કરાવી શકો છો. 

રિલેક્સેસન ટેક્નિક અપનાવો

શ્વાસની વિવિધ કસરતો, ઉંડા શ્વાસ લઈને મોઢા વાટે ઉચ્છવાસ બહાર કાઢવો સહિતની ક્રિયાઓ સામાન્ય જણાતી હોવા છતાં તણાવમુક્ત બનવામાં મહત્વનો ભાગ ભજવતી હોય છે. તે સિવાય સ્નાયુઓની સામાન્ય કસરત દ્વારા તમે શરીરને સ્ફુર્તિનો અનુભવ કરાવી શકો છો. 

શોખ માટે સમય ફાળવો

પેઈન્ટિંગ, ભરત-ગૂંથણ, ક્રાફ્ટ, બાગકામ સહિતની અનેક પ્રવૃત્તિઓ પૈકી તમને ગમતાં શોખ માટે નિયમિતપણે સમય ફાળવવાથી મનને શાંતિનો અનુભવ થાય છે. ઉપરાંત પ્રકૃતિની નજીક રહેવાથી પણ માનસિક રીતે ખૂબ જ શાંતિનો અનુભવ થાય છે.  આ સિવાય ઝુમ્બા, પાઈલેટ્સ જોગિંગ, સાઈકલિંગ, સ્વિમિંગ જેવી ફિઝિકલ એક્સરસાઈઝ દ્વારા અને તમને ગમતી વ્યક્તિ સાથે સમય ગાળીને પણ તમને રાહત મળી શકે છે.