એક કલાકમાં સૌથી વધુ પુશ અપ્સનો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ

પુશ-અપ્સમાં નવો ગિનિસ રેકોર્ડ સર્જનાર ઓસી  અગાઉનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના જ ડેનિયલ સ્કેલીનો હતો. જેણે 3,182 પુશ-અપ્સ કરી વિશ્વ વિક્રમ નોંધાવેલો જે હવે તે જ દેશના લુકસના નામે જાય છે. છપ્પનની છાતી ધરાવનાર લુકસ, પોતાના એક વર્ષના પુત્ર સમક્ષ આ એક રેકોર્ડ સ્થાપી સાબિત કરવા માંગતા હતા કે જો ધારીએ તો કશું જ અશક્ય નથી અને […]

Share:

પુશ-અપ્સમાં નવો ગિનિસ રેકોર્ડ સર્જનાર ઓસી 

અગાઉનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના જ ડેનિયલ સ્કેલીનો હતો. જેણે 3,182 પુશ-અપ્સ કરી વિશ્વ વિક્રમ નોંધાવેલો જે હવે તે જ દેશના લુકસના નામે જાય છે. છપ્પનની છાતી ધરાવનાર લુકસ, પોતાના એક વર્ષના પુત્ર સમક્ષ આ એક રેકોર્ડ સ્થાપી સાબિત કરવા માંગતા હતા કે જો ધારીએ તો કશું જ અશક્ય નથી અને તેના જ  ભાગરૂપે તેણે આ જોરદાર પરાક્રમ હાથ ધાર્યું હતું. 

કોઈ પણ ક્ષેત્રમાં તાલીમ વગર સફળતા મળતી નથી. લુકાસે પણ કુલ ત્રણ વર્ષ તાલીમ લીધા પછી આ રેકોર્ડ માટે પ્રયત્ન કરેલો હતો. આ ગિનિસ વર્લ્ડ રેકોર્ડ માટેનો પ્રયાસ બ્રિસ્બેનમાં જ તેના જૂના પાવરલિફ્ટિંગ જિમ આયર્ન અંડરગ્રાઉન્ડ ખાતે રચાયો હતો. 

કઈ રીતે રચાયો પુશ-અપ્સનો ગિનિસ રેકોર્ડ?

પ્રયત્ન દરમિયાન લુકસ માટે ફોર્મમાં રહેવું અનિવાર્ય હતું. પુશ-અપ્સ માટે પુનરાવર્તનોમાં શરીરને સીધું રાખવું જરૂરી હોય છે જેમાં 99% પુનરાવર્તનોમાં તે સફળ રહ્યો. લુક્સના લક્ષ્ય મુજબ દર 30 સેકન્ડના સેટ માટે તેણે 26 પુશ-અપ્સ ધારેલાં હતાં અને આ લક્ષ્ય વટાવામાં તેને સફળતા મળી હતી. જો કે, તેના માનવા મુજબ કુલમાંથી 34% ડિસ્કાઉન્ટ સાથે તેને આ લક્ષ્ય સાંપડ્યું હતું જે એક નજીવી સંખ્યા છે. 

આ પ્રકારનો રેકોર્ડ યુકેના કાર્લ્ટન વિલિયમ્સે 2015માં 986 પુશ-અપ્સ વડે પ્રસ્થાપિત કરેલો. તે પછી પાંચ વખત આ ગિનિસ રેકોર્ડ પર દાવો કરાયેલ છે. ઓસ્ટ્રેલિયાના સિરિયલ રેકોર્ડ બ્રેકર જેરાડ યંગે 2018 અને 2021માં એક જ કલાકમાં ત્રણ વાર સૌથી વધુ પુશ-અપ્સ કરી પોતાના દેશનું નામ રોશન કર્યું હતું. 

એક સિદ્ધિ વડે સંતોષ કે ગૌરવ પામી બેસી રહેવું લુકસને સ્વીકાર્ય નથી અને તેઓ નવી સિદ્ધિ મેળવવાનો નિર્ધાર કરી ચૂકેલ છે.

ગિનિસ જોડે વાતચીત દરમિયાન લુકાસે કહ્યું છે કે, આ તો માત્ર પ્રથમ રેકોર્ડ છે અને તે બીજા અઢળક રેકોર્ડ બનાવવા માંગે છે, અને તે પછી બીજા શારીરિક રેકોર્ડ્સ.