તમારા ડાયટમાં મિલેટ્સને સામેલ કરીને રક્તસ્ત્રાવ, અલ્સર, તાવ, પાઈલ્સ સહિતના રોગોથી રહો દૂર

2023ના વર્ષને સત્તાવાર રીતે ‘મિલેટ્સ યર’ ઘોષિત કરવામાં આવ્યું છે. કોરોના મહામારી પછી તંદુરસ્ત આહાર અને યોગ્ય પોષણ પ્રત્યેની જાગૃતિ વધી છે અને ચોખાના વધારે પડતા ઉપયોગને સ્વાસ્થ્ય પ્રત્યેની બેદરકારી તરીકે જોવામાં આવે છે. આ કારણે લોકો મિલેટ્સ પર પસંદગી ઉતારી રહ્યા છે. મિલેટ્સ શરીરની કાર્બોહાઈડ્રેટની જરૂરિયાત પૂર્ણ કરવાની સાથે જ આરોગ્યપ્રદ પણ છે.  મિલેટ્સ […]

Share:

2023ના વર્ષને સત્તાવાર રીતે ‘મિલેટ્સ યર’ ઘોષિત કરવામાં આવ્યું છે. કોરોના મહામારી પછી તંદુરસ્ત આહાર અને યોગ્ય પોષણ પ્રત્યેની જાગૃતિ વધી છે અને ચોખાના વધારે પડતા ઉપયોગને સ્વાસ્થ્ય પ્રત્યેની બેદરકારી તરીકે જોવામાં આવે છે. આ કારણે લોકો મિલેટ્સ પર પસંદગી ઉતારી રહ્યા છે. મિલેટ્સ શરીરની કાર્બોહાઈડ્રેટની જરૂરિયાત પૂર્ણ કરવાની સાથે જ આરોગ્યપ્રદ પણ છે. 

મિલેટ્સ ખૂબ જ પૌષ્ટિક અને ગ્લુટેન ફ્રી હોવા ઉપરાંત વિટામીન બી અને ખનીજોનો સમૃદ્ધ સ્ત્રોત પણ છે. મિલેટ્સમાં ફોસ્ફોલિપિડ્સ, ફેટી એસિડ્સ અને ફિનોલિક્સ સહિતના અન્ય પોષક તત્વો પણ વિપુલ પ્રમાણમાં હોય છે. સાથે જ મિલેટ્સમાં બાજરીમાં સ્ટાર્ચ, પ્રોટીન અને ફાઈબર તેમજ નિયાસિન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, મેંગેનીઝ, આયર્ન, પોટેશિયમ અને મહત્વપૂર્ણ એમિનો એસિડ પણ વધુ પ્રમાણમાં હોય છે. મિલેટ્સમાં રહેલા આ પોષક તત્વો નીચે દર્શાવેલા રોગોનું જોખમ ઘટાડીને આરોગ્ય જાળવવામાં મદદરૂપ બને છે. 

1. રક્તસ્ત્રાવની વિકૃત્તિઓ

આ ખૂબ દુર્લભ સ્થિતિ છે જેમાં લોહી ગંઠાઈ જવામાં અવરોધના કારણે અસામાન્ય રક્તસ્ત્રાવ થાય છે. જેથી ખૂબ વધારે માત્રામાં લોહી વહી જવાથી મુશ્કેલીનું કારણ બની શકે છે. તેમાં સામાન્ય ઉઝરડા, નસકોરી ફૂટવાથી, સાંધામાંથી રક્તસ્ત્રાવ થવાના કારણે કે પછી માસિક સ્ત્રાવ દરમિયાન ખૂબ જ વધારે માત્રામાં લોહી વહેવા લાગે છે. 

2. કૃમિ

ઘણી વખત કૃમિ શરીરના આંતરડા સહિતના અંગોને ચેપગ્રસ્ત કરે છે. રાઉન્ડવોર્મ્સ, હૂકવોર્મ્સ, પિનવોર્મ્સ આ બધા પ્રકારના કૃમિ શરીરને વિવિધ રીતે અસર પહોંચાડે છે. આંતરડાના કૃમિના સામાન્ય લક્ષણોમાં પેટમાં દુઃખાવો, ગેસ, પેટનું ફૂલવું, અસ્પષ્ટ વજન ઘટવું, ઝાડા, ઉબકા અથવા ઉલટીનો સમાવેશ થાય છે.

3. પેટમાં દુઃખાવો

સામાન્યપણે કોઈ રોગ અથવા તો ખોરાકના કારણે પેટમાં દુઃખાવો થતો હોય છે. પેટમાં દુઃખાવો થવા પાછળ સામાન્ય રીતે કબજિયાત, આંતરડામાં બળતરા, લેક્ટોઝની એલર્જી, ફૂડ પોઈઝનિંગ, પેટમાં ચેપ લાગવો, ખોરાકની એલર્જી સહિતના કારણો જવાબદાર હોય છે. 

4. કેલ્ક્યુલી

રેનલ કેલ્ક્યુલી અથવા તો કિડની સ્ટોન દરમિયાન કિડની પર ખરાબીનો જમાવડો થાય છે. અયોગ્ય ખોરાક, વધારે પડતા વજન સહિતના કારણે આ સમસ્યા થતી હોય છે. આ પ્રકારની પથરી ખૂબ પીડાદાયક હોય છે. 

5. ડાયસુરિયા

તેમાં પેશાબ કરતી વખતે પીડા કે અગવડતા અનુભવાય છે. સામાન્ય રીતે પુરૂષો કરતા સ્ત્રીઓને આ સમસ્યા વધારે થતી હોય છે. 

6. હેમેટોલોજીકલ ડિસ્ટર્બન્સ (રક્તદોષ)

અસામાન્ય રક્ત કોશિકાઓના કારણે લ્યુકેમિયા, લિમ્ફોમા અને માયલોમા થાય છે જેના લક્ષણો અલગ અલગ હોય છે. 

આ સિવાય અપચો, તાવ, ખંજવાળ, અલ્સર, પાઈલ્સ વગેરે સમસ્યામાં પણ મિલેટ્સ ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. મિલેટ્સ એક ખૂબ જ આરોગ્યપ્રદ ખોરાક છે પરંતુ તેનો અતિરેક ટાળવો જોઈએ અને અમુક સંજોગોમાં નિષ્ણાતની સલાહ બાદ જ તેને નિયમિત ડાયટમાં સ્થાન આપવું જોઈએ.