વજન ઘટાડવા માટે આ 7 બિનઆરોગ્યપ્રદ મિડ-મોર્નિંગ સ્નેક લેવાનું ટાળો

જો તમે વહેલી સવારે સંતોષકારક નાસ્તો ન કર્યો હોય, તો તમને મિડ-મોર્નિંગ સ્નેકમાં બિનઆરોગ્યપ્રદ ખોરાક ખાવાની ઈચ્છા થશે અને તેમાં રહેલ કેલરી વજન વધારવામાં પરિણમી શકે છે. મિડ-મોર્નિંગ સ્નેકમાં ઉચ્ચ કેલરી, ખરાબ ફેટ, વધારે ખાંડ ધરાવતો ખોરાક લેવાનું ટાળવું જોઈએ. આ પ્રકારના ખોરાક ઘણીવાર હાઈડ્રોજનયુક્ત તેલમાં ઊંચા તાપમાને તળેલા હોય છે, જે મુક્ત રેડિકલની રચના […]

Share:

જો તમે વહેલી સવારે સંતોષકારક નાસ્તો ન કર્યો હોય, તો તમને મિડ-મોર્નિંગ સ્નેકમાં બિનઆરોગ્યપ્રદ ખોરાક ખાવાની ઈચ્છા થશે અને તેમાં રહેલ કેલરી વજન વધારવામાં પરિણમી શકે છે. મિડ-મોર્નિંગ સ્નેકમાં ઉચ્ચ કેલરી, ખરાબ ફેટ, વધારે ખાંડ ધરાવતો ખોરાક લેવાનું ટાળવું જોઈએ. આ પ્રકારના ખોરાક ઘણીવાર હાઈડ્રોજનયુક્ત તેલમાં ઊંચા તાપમાને તળેલા હોય છે, જે મુક્ત રેડિકલની રચના તરફ દોરી જાય છે, જે કોલેસ્ટ્રોલનું સ્તર અને કેન્સરનું જોખમ વધારી શકે છે. 

1. બિસ્કીટ

મિડ-મોર્નિંગ સ્નેકમાં બિસ્કિટ અથવા બેકરીની વસ્તુઓ જેમ કે કૂકીઝ અને પેસ્ટ્રીઝને આપણા આહારમાં ઉમેરવી જોઈએ નહીં કારણ કે તેમાં બિનઆરોગ્યપ્રદ ચરબી અને પ્રોસેસ્ડ ઘટકો અને વધુ માત્રામાં ખાંડ હોય છે જે બિનઆરોગ્યપ્રદ છે અને વજનમાં વધારો કરે છે.

2. ખાંડયુક્ત ખોરાક

ઘણા લોકો ખાંડયુક્ત ખોરાક સવારે ચા અથવા કોફીના કપ સાથે ખાવાનું પસંદ કરે છે. જ્યારે તે વધુ માત્રામાં લેવામાં આવે છે, ત્યારે કૂકીઝ, કેન્ડી જેવા ખોરાકમાં કેલરીઓ વધુ હોઈ શકે છે જે સુગર સ્પાઈક્સ અને વજનમાં વધારો કરે છે. 

3. પરાઠા

પરાઠા, એ ભારતના વિવિધ ભાગોમાં નાસ્તા તરીકે ખાવામાં આવે છે. શાકભાજી અને ઘઉંના મિશ્રણ સાથે પરાઠા પોતે જ તંદુરસ્ત વિકલ્પ બની શકે છે, માખણ અને અથાણાંના પુષ્કળ પ્રમાણમાં ઉમેરવથી તેમને બિનઆરોગ્યપ્રદ કેલરીમાં ફેરવી શકે છે.

4. પ્રોસેસ્ડ અને વધુ ચરબીવાળા ખોરાક

મિડ-મોર્નિંગ સ્નેકમાં ચિપ્સ, તળેલા નાસ્તા અને ફાસ્ટ ફૂડ જેવા ખોરાકનો સતત વપરાશ અનિચ્છનીય વજનમાં વધારો કરી શકે છે કારણ કે તે કેલરી-યુક્ત ખોરાક છે. ફળો, શાકભાજી, દહીં અથવા બદામ જેવા આરોગ્યપ્રદ વિકલ્પો સાથે નાસ્તો કરી શકાય છે.

5. મીઠાયુક્ત ખોરાક

મીઠાયુક્ત ખોરાકમાં કેલરી વધુ હોઈ શકે છે, જેના કારણે પેટ વધારે સમય સુધી ફૂલેલું અને ભારે રહે છે. મિડ-મોર્નિંગ સ્નેકમાં મીઠાવાળી બદામ અને માખણ અને મીઠું ભરેલા પોપકોર્નનો સમાવેશ થાય છે. વધુ પડતું મીઠું પણ શરીરમાં બળતરા પેદા કરી શકે છે. તેને કારણે બ્લડ પ્રેશર વધી જાય છે અને સ્ટ્રોકનો ખતરો વધી જાય છે. કિડની અને સ્કિન ઈન્ફેક્શનનું જોખમ વધી જાય છે.

6. ફ્રેન્ચ ફ્રાઈસ

ફ્રેન્ચ ફ્રાઈસ ટ્રાન્સ ફેટ અને કેલરીથી ભરેલી હોય છે. જે પાચન માટે હાનિકારક છે. બિનઆરોગ્યપ્રદ કેલરીને કારણે  શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર વધી જાય છે. તેનાથી હૃદયની સમસ્યાઓ પણ વધી શકે છે. વધુ પડતી કેલરી યુક્ત ખોરાકને કારણે વજન વધી શકે છે. 

7. સોફ્ટ ડ્રિન્ક

મિડ-મોર્નિંગ સ્નેકમાં સોડા અથવા કોલ ડ્રિંક્સથી ડાયાબિટીસ સાથે સ્થૂળતાનું જોખમ રહેલું છે. તેમજ તે ફેફસાને નુકસાન પહોંચાડી શકે છે. જેને કારણે હૃદય રોગનું જોખમ વધી શકે છે.