Beetroot: આ 7 રીતે તમારા રોજિંદા ડાયટને બનાવો આકર્ષક અને આરોગ્યપ્રદ

Beetroot: ખૂબ જ ધ્યાનાકર્ષક રંગ ધરાવતું બીટ (Beetroot) તમારા નિયમિત ડાયટને ખૂબ જ આકર્ષક બનાવવાની સાથે જ ઘણાં બધા સ્વાસ્થ્ય લાભો (Health Benefits) પણ પ્રદાન કરે છે. તમારા રોજિંદા આહારમાં બીટને કઈ રીતે સામેલ કરવું તે માટે અહીં કેટલાક આઈડિયાઝ શેર કરેલા છે.  Beetroot છે પોષક તત્વોનો ખજાનો બીટનો રંગ ખૂબ જ વાઈબ્રન્ટ હોવાની સાથે […]

Share:

Beetroot: ખૂબ જ ધ્યાનાકર્ષક રંગ ધરાવતું બીટ (Beetroot) તમારા નિયમિત ડાયટને ખૂબ જ આકર્ષક બનાવવાની સાથે જ ઘણાં બધા સ્વાસ્થ્ય લાભો (Health Benefits) પણ પ્રદાન કરે છે. તમારા રોજિંદા આહારમાં બીટને કઈ રીતે સામેલ કરવું તે માટે અહીં કેટલાક આઈડિયાઝ શેર કરેલા છે. 

Beetroot છે પોષક તત્વોનો ખજાનો

બીટનો રંગ ખૂબ જ વાઈબ્રન્ટ હોવાની સાથે જ તે વિવિધ સ્વાસ્થ્ય લાભો પણ આપે છે માટે તે શરીર માટે ખૂબ જ આવશ્યક છે. બીટમાં ફાઈબર, ફોલેટ (વિટામિન B9), મેંગેનીઝ, પોટેશિયમ, આયર્ન અને વિટામીન સી ખૂબ ભરપૂર માત્રામાં રહેલા છે. જાણો બીટ (Beetroot)ને તમારા ડાયટમાં સામેલ કરવા માટેની 7 રસપ્રદ અને સ્વાદિષ્ટ રેસિપીઃ

વધુ વાંચો: દુલ્હન બનવા જઈ રહ્યા હોવ તો આમળા, બીટથી નિખારો તમારી સુંદરતા

1. બીટનો જ્યુસ

મોટા ભાગે ડાયાબિટીસ અને અશક્તિથી પીડાતા લોકો માટે દિવસની શરૂઆત કરવા માટેનો તાજગીભર્યો વિકલ્પ એટલે બીટનો રસ. બીટને અન્ય ફળો કે શાકભાજી જેમ કે, ગાજર, નારંગી કે ફુદીના સાથે બ્લેન્ડ કરવાથી એક પોષક તત્વોથી ભરપૂર પીણું તૈયાર થાય છે જે શરીરને ડિટોક્સિફાય કરવામાં પણ મદદરૂપ બને છે. 

2. બીટના પરાઠા

પરાઠા એ દરેક ભારતીય ઘરોમાં બનતી પરંપરાગત વાનગી છે. જોકે બીટની મદદથી તમે તેને નવી સ્ટાઈલમાં તૈયાર કરી શકો છો. આ માટે બીટના છીણમાં લોટ, તમને ગમતાં મસાલા વગેરે નાખીને લોટ તૈયાર કરો અને ગરમાગરમ પરાઠા ઉતારો. 

વધુ વાંચો: રાત્રે આ ડ્રિંક પીને સૂવાથી બ્લોટિંગ અને ગેસની સમસ્યામાં મળશે રાહત

3. બીટનું સલાડ

દિવસની પોષણક્ષમ વાનગીથી શરૂઆત કરવા માટે સલાડ એક બેસ્ટ ઓપ્શન છે. આ માટે બીટના ટુકડાઓને કાકડી, ટામેટા, ફેટા ચીઝ સાથે પેનમાં ટોસ કરીને તેના પર થોડું ઓલિવ ઓઈલ, લીંબુનો રસ, મીઠું છાંટો એટલે તમારૂં સલાડ તૈયાર છે. અનેક કલ્ચરમાં આ સલાડ ખૂબ લોકપ્રિય છે અને અનેક સ્વાસ્થ્ય લાભો (Health Benefits) અને મજેદાર સ્વાદના કારણે તે નવા હેલ્થકેર ટ્રેન્ડમાં સ્થાન પામી રહ્યું છે. 

4. બીટનો સુપ

ઈસ્ટર્ન યુરોપિયન ક્ષેત્રનો પ્રખ્યાત બીટનો સુપ કોઈ પણ હવામાન માટે પરફેક્ટ હેલ્ધી ઓપ્શન છે. ગાજર, ડુંગળી, કોબીજ વગેરે શાકભાજી ઉમેરીને બનાવેલો બીટનો સુપ ગરમ કે ઠંડો સર્વ કરવામાં આવે તો પણ સ્વાદિષ્ટ લાગે છે. 

5. બીટની કરી

કોકોનટ મિલ્ક કે ફેંટેલા દહીંમાં બીટની પેસ્ટ, વિવિધ મસાલા ઉમેરી તૈયાર કરવામાં આવતી આ કરી રોટલી કે ભાત સાથે લાજવાબ લાગે છે. 

6. બીટનો હલવો

બીટના છીણને દૂધ, ખાંડ, ઘી સાથે ધીમા તાપે શેકીને તૈયાર કરવામાં આવતો હલવો ગળ્યું ખાવાના શોખીનો માટે મજેદાર ટ્રીટ બની રહેશે. તેમાં કાજુ-બદામ ઉપરાંત ઈલાયચી ઉમેરીને તેનો સ્વાદ વધારી શકાય છે. 

7. બીટનું અથાણું

વિનેગાર અને મસાલામાં ડુબાડીને તૈયાર કરેલું બીટનું અથાણું ભોજન સાથે લેવાથી પ્રોબાયોટિક લાભ પણ મળે છે. 

આમ બીટ (Beetroot) સલાડથી લઈને કોઈ પણ પ્રકારની વાનગી સાથે ભળી જઈને તેના સ્વાદ અને ગુણમાં વધારો કરનારૂં છે.