Bhai Dooj 2023: આ ખાસ દિવસે ઘરને વિશેષ રીતે સજાવીને ભાઈ સાથે માણો તહેવારનો આનંદ

જ્યારે ભાઈ ઘરે પધારવાનો હોય ત્યારે તૈયારીઓમાં પૂજાની થાળી ભૂલાય નહીં તેનું ધ્યાન રાખવું

Courtesy: Image: Twitter

Share:

 

Bhai Dooj 2023: તહેવારો દરમિયાન ઘરની વિશેષ સજાવટ એ આપણી સંસ્કૃતિનો એક અભિન્ન હિસ્સો છે. જ્યારે ઘર આપણી આકાંક્ષાઓ અને સપનાઓને પ્રતિબિંબિત કરે ત્યારે દરેક ઉજવણી વધુ ખાસ બની જાય છે. આ વર્ષે15 નવેમ્બરના રોજ ભાઈ બીજ (Bhai Dooj 2023)નો તહેવાર ઉજવાઈ રહ્યો છે. 

 

આ દિવસે બહેન પોતાના ભાઈની લાંબી ઉંમર માટે યમરાજને પ્રાર્થના કરે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે જે ભાઈ પોતાની બહેનના ઘરે જાય છે અને તિલક લગાવડાવીને ભોજન ગ્રહણ કરે છે, તેની ઉંમર લાંબી થાય છે અને તેના જીવનમાં ખુશીઓ આવે છે.

Bhai Dooj 2023માં કરો વિશેષ સજાવટ

હિન્દુ ધર્મના કોઈપણ પર્વમાં પૂજાની થાળીનું વિશેષ મહત્વ રહેલું છે. જો પૂજાની થાળીમાં રાખવામાં આવેલી સામગ્રીનું ધ્યાન રાખવામાં ન આવે તો આપણી પૂજા અધૂરી રહી શકે છે માટે જ્યારે ભાઈ ઘરે પધારવાનો હોય ત્યારે તૈયારીઓમાં આ મહત્વની વાત ભૂલાય નહીં તેનું ધ્યાન રાખવું. આ સિવાય ઘરની સજાવટ માટે અહીં કેટલાક આઈડિયા આપવામાં આવ્યા છેઃ

1. ફૂલોની સજાવટ

ભાઈ બીજ (Bhai Dooj 2023) દરમિયાન તહેવારોની વાઈબ્સ મેળવવા ફૂલોનો ઉપયોગ કરો. સજાવટમાં મેરીગોલ્ડ મુખ્ય પસંદગી રહે છે, ત્યારે તમે થોડો વધુ રોમાંચ ઉમેરવા માટે તેને લીલી અને ગુલાબ સાથે મેચ કરી શકો છો. ઉપરાંત તમે રંગોને બદલે ફૂલોનો ઉપયોગ કરી રંગોળી કરી શકો છો.

2. લાઈટ્સની મદદથી શણગાર

માત્ર ભારત જ નહીં પણ સમગ્ર વિશ્વમાં તહેવારોમાં કે ઉજવણીમાં ડેકોરેશન માટે લાઈટ્સનો ઉપયોગ કરવામાં આવે છે. દીવાઓ અને મીણબત્તીઓનો ઉપયોગ ઘરની અંદરના અમુક વિસ્તારોમાં ફૂલોની હાઈલાઇટ્સ સાથે સમગ્ર વાતાવરણમાં હૂંફ ઉમેરે છે. 

3. ઉજવણીનું એક ખાસ સ્થાન તૈયાર કરો

તહેવારો એ પ્રિયજનો સાથેની મુલાકાત અને તેમની સાથે ઉજવણીની શ્રેષ્ઠ તક છે. તેમાં પણ જ્યારે ભાઈ બીજ (Bhai Dooj 2023) પર ભાઈ ઘરે પધારી રહ્યા હોય ત્યારે તેના સાથે બેસીને બાળપણની પળોને ફરી વાગોળવા માટે તમે એક ખાસ જગ્યા પણ તૈયાર કરી શકો છો. આ માટે ઘરના કોઈ એક ખૂણામાં બેસવા માટે ગાદી બિછાવીને આજુબાજુ લાઈટ્સ અને પોટ્સ વગેરેની સજાવટ કરી શકાય.

 

આ ઉપરાંત તમે તે જગ્યાએ તમારા બાળપણની તસવીરોને પણ લગાવી શકો છો. આ ખાસ દિવસે ભાઈ સાથે ક્વોલિટી ટાઈમ વિતાવવા માટે તમે ઘરના એ વિશેષ ખૂણાને ફૂલો, લાઈટ્સ અને સુગંધથી વધુ વિશેષ બનાવીને ભાઈને ગમતી વાનગીઓ સાથેના ટેબલ સાથે સંપૂર્ણ બનાવી શકો છો.  

 

આમ દિવસના અંતે, ઉત્સવ માટેનું વિશેષ હોમ સ્ટાઈલિંગ એ આનંદિત ચહેરાઓ, હાસ્ય અને યાદો બનાવવા વિશે છે જે આપણા માટે કાયમ રહેશે.