Navratri 2023: મુંબઈમાં નવરાત્રી અને છઠ્ઠ પૂજા માટે BMCએ કરી ખાસ તૈયારીઓ

Navratri 2023:  નવરાત્રી અને છઠ્ઠ પૂજા (Chhath Puja) ના તહેવારો નજીક હોવાથી, બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) એ મુંબઈમાં ખાસ તૈયારીઓ શરૂ કરી દીધી છે. BMC નવરાત્રી મંડળોને પરવાનગી આપવા માટે સિંગલ વિન્ડો પ્રદાન કરશે અને અહીં છઠ્ઠ પૂજા સ્થળો પર સ્વચ્છતા અને અન્ય સુવિધાઓ સુનિશ્ચિત કરશે.  11 ઓક્ટોબરના રોજ જારી કરાયેલા એક પરિપત્રમાં, BMCએ 15 […]

Share:

Navratri 2023:  નવરાત્રી અને છઠ્ઠ પૂજા (Chhath Puja) ના તહેવારો નજીક હોવાથી, બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) એ મુંબઈમાં ખાસ તૈયારીઓ શરૂ કરી દીધી છે. BMC નવરાત્રી મંડળોને પરવાનગી આપવા માટે સિંગલ વિન્ડો પ્રદાન કરશે અને અહીં છઠ્ઠ પૂજા સ્થળો પર સ્વચ્છતા અને અન્ય સુવિધાઓ સુનિશ્ચિત કરશે. 

11 ઓક્ટોબરના રોજ જારી કરાયેલા એક પરિપત્રમાં, BMCએ 15 ઓક્ટોબરથી શરૂ થનારા નવ દિવસીય નવરાત્રી ઉત્સવ (Navratri 2023) અને આવતા મહિને યોજાનારી છઠ્ઠ પૂજા દરમિયાન ઉપલબ્ધ સુવિધાઓનો ઉલ્લેખ કર્યો હતો.

Navratri 2023ને લઈ BMC સજ્જ

મહારાષ્ટ્રના મંત્રીની અધ્યક્ષતામાં BMC મુખ્યાલયમાં બેઠક બાદ આ પરિપત્ર જારી કરવામાં આવ્યો હતો. મંગલ પ્રભાત લોઢા મુંબઈ ઉપનગરના પાલક મંત્રી પણ છે. 

પરિપત્ર મુજબ, BMC નવરાત્રોત્સવ મંડળોને પરવાનગી આપવા માટે સિંગલ વિન્ડો સિસ્ટમ અમલમાં મૂકશે, દેવીની મૂર્તિઓના વિસર્જન માટે કૃત્રિમ તળાવો બનાવશે, વિસર્જન સ્થળો પર લાઈટિંગ અને અન્ય જરૂરી વ્યવસ્થાઓ પ્રદાન કરશે.

વધુ વાંચો: Navratri 2023: નવરાત્રીના માટે કળશ સ્થાપનના મુહૂર્ત જાણો

મુંબઈમાં 82 છઠ્ઠ પૂજા (Chhath Puja) સ્થળો છે અને BMC તે સ્થળો પર સ્વચ્છતા અને અન્ય સુવિધાઓ સુનિશ્ચિત કરશે. પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, BMC તબીબી સુવિધાઓ અને એમ્બ્યુલન્સ ઉપરાંત પૂજા સ્થળો પર ચેન્જિંગ રૂમની સુવિધા આપશે. 

નાગરિક અધિકારીઓની સાથે, આ બેઠકમાં બૃહન્મુંબઈ ઈલેક્ટ્રિક સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ (BEST), મુંબઈ પોલીસ, શહેર ટ્રાફિક પોલીસ અને અન્ય સંબંધિત વિભાગોના અધિકારીઓએ પણ બેઠકમાં હાજરી આપી હતી.

વધુ વાંચો: Navratri 2023: ગુજરાતમાં નવરાત્રી માટે જગવિખ્યાત આ 6 સ્થળો વિશે જાણો

સ્વસ્છતાને પ્રાધાન્ય અપાશે

BMCએ રસ્તા પર કચરો અને ભંગાર ફેંકનારા, દુકાનોમાં ડસ્ટબીન ન રાખનારા અને શહેરને પ્રદૂષિત કરનારાઓ સામે કડક પગલાં લેવાનો નિર્ણય લીધો છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) ના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ (SWM) વિભાગે આવા ગુનાઓ માટે લોકોને દંડ ફટકારવાનું શરૂ કર્યું છે, જેમાં રસ્તાઓ પર કચરો નાખવો, દુકાનોની બહાર કચરો ફેંકવો વગેરેનો સમાવેશ થાય છે. શનિવારે, SWM વિભાગે દાદરમાં તેની આવી પ્રથમ ડ્રાઈવ હાથ ધરી હતી અને 36 લોકોને દંડ ફટકાર્યો હતો.

ગઈ કાલે નવરાત્રીના (Navratri 2023) આયોજકો સાથે નવરાત્રી કો-ઓર્ડિનેશનની મીટિંગનું આયોજન BMC હેડક્વૉર્ટર્સમાં કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં બીજેપી વિધાનસભ્ય આશિષ શેલાર અને ગાર્ડિયન મિનિસ્ટર મંગલ પ્રભાત લોઢા પણ હાજર રહ્યા હતા. તેમાં નવરાત્રીના તહેવારની ઉજવણી માટે કેટલાક મહત્ત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. તમામ આયોજકોને નવરાત્રીની ઉજવણી માટે આવતા લોકોનાં વાહનો માટેની પાર્કિંગ-વ્યવસ્થા આયોજનના સ્થળે જ કરવાનું સૂચન કરવામાં આવ્યું હતું. 

ટ્રાફિક ડિપાર્ટમેન્ટના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આયોજનના સ્થળે જ વાહનોના પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવે તો ઉજવણીમાં સમસ્યાઓ ઓછી થશે. નવરાત્રીનું (Navratri 2023) આયોજન કરનારાઓએ આયોજનના સ્થળે જ પાર્કિંગની વ્યવસ્થા કરવી જોઈએ, જેથી વાહનોનું મેનેજમેન્ટ કરવામાં સરળતા રહે.