Body Detox કરવા માટે ચીયા સીડ્સ સહિતની આ 3 વસ્તુઓ શ્રેષ્ઠ સાબિત થશે

Body Detox: પ્રદૂષકો અને ઝેરી તત્વો સામે લડવા માટે ફાઈબર, વિટામીન્સ અને અન્ય મહત્વપૂર્ણ પોષક તત્વોની ઉચ્ચ માત્રા ધરાવતો ખોરાક ખૂબ ઉપયોગી બની રહે છે. આપણી જાણ બહાર આપણે ખોરાક, વાતાવરણ અને હવામાંથી ઝેર એકઠા કરી રહ્યા છીએ જે શરીરને ખૂબ નુકસાન પહોંચાડે છે. આવા સંજોગોમાં બોડી ડીટોક્સ (Body Detox)નો સહારો લેવાથી શરીરનો કાયાકલ્પ કરી […]

Share:

Body Detox: પ્રદૂષકો અને ઝેરી તત્વો સામે લડવા માટે ફાઈબર, વિટામીન્સ અને અન્ય મહત્વપૂર્ણ પોષક તત્વોની ઉચ્ચ માત્રા ધરાવતો ખોરાક ખૂબ ઉપયોગી બની રહે છે. આપણી જાણ બહાર આપણે ખોરાક, વાતાવરણ અને હવામાંથી ઝેર એકઠા કરી રહ્યા છીએ જે શરીરને ખૂબ નુકસાન પહોંચાડે છે. આવા સંજોગોમાં બોડી ડીટોક્સ (Body Detox)નો સહારો લેવાથી શરીરનો કાયાકલ્પ કરી શકાય છે અને ફેફસાં, લીવર, કિડની, ત્વચાને ઝેરી પદાર્થોથી છૂટકારો મેળવવામાં મદદરૂપ બની શકાય છે.

Body Detoxથી શરીરને લાભ

આપણું શરીર કુદરતી રીતે જ પર્યાવરણ, પ્રોસેસ્ડ ફુડ અને સ્ટ્રેસમાંથી ટોક્સિન્સ એકઠા કરે છે પરંતુ પાંદડાવાળી લીલોતરી, ખાટાં ફળો અને કોબીજ, ફુલાવર, બ્રોકલી જેવા ક્રુસિફેરસ શાકભાજીની મદદથી લીવર અને કિડનીને આવા ટોક્સિન બહાર કાઢવામાં મદદ મળે છે. 

Body Detox માટે ચીયા સીડ્સ (Chia seeds), પાર્સલી અને બોન બ્રોથ ખૂબ ગુણકારી ગણાય છે. 

વધુ વાંચો: તમારા આહારમાં ઈલાયચીને સામેલ કરવાના ફાયદા જાણો

1. ચીયા સીડ્સ

ચીયા સીડ્સ જિલેટીનસ હોય છે. ચીયા સીડ્સ શરીરમાં રહેલા ટોક્સિનને શોષીને આંતરડાને સ્વસ્થ બનાવે છે. તમે ચીયા સીડ્સને થોડીવાર પાણીમાં પલાળીને સ્વાદ વધારવા તેમાં લીંબુનો રસ કે મધ ઉમેરીને તેનું સેવન કરી શકો છો. આ સિવાય તમે સ્મૂધીમાં, ઓટમીલમાં કે સલાડમાં પણ ચીયા સીડ્સ (Chia seeds)નો ઉપયોગ કરી શકો છો. 

2. પાર્સલી

તે બાઈલ પ્રોડક્શન અને ગેસ્ટ્રિક જ્યુસ વધારવામાં મદદ કરે છે જે ખોરાક અને પોષક તત્ત્વોના શોષણ માટે યોગ્ય એન્ઝાઈમ કાર્યો માટે અનિવાર્ય છે. ભારે ધાતુઓ પાર્સલી સાથે જોડાય છે અને આંતરડાને તેને દૂર કરવામાં સરળતા રહે છે. તમે તેને સૂપ, સલાડ, સ્ટિર-ફ્રાઈસ અને અન્ય કોઈપણ સ્વાદિષ્ટ વાનગીઓમાં ઉમેરી શકો છો.

વધુ વાંચો: પ્રદૂષણ સામે લાડવા માટે તમારા ડાયટમાં આ આહારને સામેલ કરો

3. બોન બ્રોથ

હાડકામાંથી બનેલો સારી ગુણવત્તાનો સૂપ આંતરડાને સ્વચ્છ અને સ્વસ્થ રાખવામાં ઉપયોગી બને છે. ઘણાં બધા શાકભાજી અને હર્બ્સનો ઉપયોગ કરીને જાતે જ બ્રોથ બનાવવાનું પસંદ કરો. 

તમારા શરીરની આંતરિક સફાઈ એટલે કે, બોડી ડીટોક્સ (Body Detox) એ શરીરની સંપૂર્ણ ક્ષમતાને અનલોક કરવા માટેનું મહત્વનું પગલું છે. તેનાથી શરીરનો વાન ઉઘડે છે, વજન નિયંત્રણમાં આવે છે અને પાચન શક્તિમાં પણ સુધારો આવે છે. બોડી ડીટોક્સથી શરીર જરૂરી પોષક તત્વોનું વધારે અસરકારક રીતે શોષણ કરી શકે છે જેથી શરીરને ભોજનનો મહત્તમ લાભ મળે છે. 

બોડી ડીટોક્સ માટે ચીયા સીડ્સ (Chia seeds)નું પ્રચલન ખૂબ જ વધી રહ્યું છે. ચીયા સિડ્સમાં કેલ્શિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ જેવા તત્વો રહેલા છે જે ડાયાબિટીસ, કેન્સર જેવી અનેક બીમારીઓથી બચાવવાનું કામ કરે છે.