Breast Cancer: ગાંઠ સિવાયના આ 6 લક્ષણોને ઓળખો અને બનો જાગૃત

Breast Cancer: મોટા ભાગે મહિલાઓમાં જોવા મળતી સ્તન કેન્સર (Breast Cancer)ની બીમારીની વાત કરીએ તો તેમાં સ્તનની કોશિકાઓ અનિયંત્રિત રીતે વધવા લાગે છે અને સ્તનમાં ગાંઠ (lump in breast) થાય છે.  Breast Cancerની જાગૃતિનો મહિનો ઓક્ટોબર મહિનાને સમગ્ર વિશ્વમાં ‘બ્રેસ્ટ કેન્સર અવેરનેસ મંથ’ તરીકે સેલિબ્રેટ કરવામાં આવે છે. સ્તન કેન્સરના કારણે 2020માં સમગ્ર વિશ્વમાંથી 6,85,000 […]

Share:

Breast Cancer: મોટા ભાગે મહિલાઓમાં જોવા મળતી સ્તન કેન્સર (Breast Cancer)ની બીમારીની વાત કરીએ તો તેમાં સ્તનની કોશિકાઓ અનિયંત્રિત રીતે વધવા લાગે છે અને સ્તનમાં ગાંઠ (lump in breast) થાય છે. 

Breast Cancerની જાગૃતિનો મહિનો

ઓક્ટોબર મહિનાને સમગ્ર વિશ્વમાં ‘બ્રેસ્ટ કેન્સર અવેરનેસ મંથ’ તરીકે સેલિબ્રેટ કરવામાં આવે છે. સ્તન કેન્સરના કારણે 2020માં સમગ્ર વિશ્વમાંથી 6,85,000 મોત નોંધાયા હતા. ત્યારે સ્તનમાં ગાંઠ (lump in breast) સિવાયના લક્ષણોને ઓળખીને તેના વિશે પણ જાગૃત બનવાની જરૂર છે. 

1. સ્તનના કદમાં અચાનક ફેરફાર

સ્તનના આકાર કે કદમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર અનુભવાય તો ડૉક્ટર પાસે તેની તપાસ કરાવવી જોઈએ. સામાન્ય રીતે ઘણી વખત માસિક દરમિયાન સ્તનના કદમાં વધારો થાય છે પરંતુ બાદમાં તે ફરી તેના મૂળ આકારમાં આવી જતા હોય છે. પરંતુ જો સ્તન કેન્સર (Breast Cancer) હોય તો એમ નથી બનતું. જો તમને કોઈ એક અથવા બંને સ્તનના આકાર, કદમાં કોઈ ફેરફાર જણાય તો તરત ડૉક્ટરને કન્સલ્ટ કરવા જોઈએ. 

વધુ વાંચો… Domestic Violence Awareness: તમારી સાથેના દુર્વ્યવહારને રેડ ફ્લેગ સમજી એક વખત વિચારજો જરૂર

2. નિપલ કે સ્તનમાં દુઃખાવો

સ્તનના કોઈ એક ભાગમાં દુઃખાવો થવા લાગે અથવા સતત દુઃખાવો રહેતો હોય તો તરત જ નિષ્ણાંતની સલાહ લેવી જોઈએ. જોકે ઘણી વખત સ્તનમાં થતો દુઃખાવો કેન્સર સાથે સંબંધિત નથી હોતો પરંતુ તે સ્તન કેન્સરનો પ્રારંભિક સંકેત પણ હોઈ શકે છે માટે તેની અવગણના ન થવી જોઈએ. 

3. નિપલ અંદર જતી રહેવી

ઘણી વખત સ્તનની નિપલ અચાનક ચપટી થઈ જાય અથવા તો અંદરની તરફ વળવા લાગે તેની અવગણના ન કરવાથી પણ સ્તન કેન્સરની આગોતરી જાણ થઈ જતી હોય છે.

4. સ્તન કે બગલમાં સતત દુઃખાવો

જો તમને સ્તનમાં કે બગલમાં એક ચોક્કસ પ્રકારનો દુઃખાવો રહેતો હોય અને તે દૂર ન થતો હોય તો તે સ્તન કેન્સર (Breast Cancer)નો પ્રારંભિક સંકેત હોઈ શકે છે. 

5. નિપલમાં ફેરફાર

સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનના અહેવાલ પ્રમાણે સ્તનના નિપલમાં સામાન્ય ફેરફાર એ કેન્સરની પ્રારંભિક નિશાની હોઈ શકે છે. ઉપરાંત જો નિપલમાંથી લોહી નીકળે અથવા કોઈ પ્રવાહી ઝરે અને ત્વચામાં કોઈ ફેરફાર જણાય તો તેના પર ધ્યાન આપવું જોઈએ. 

6. નિપલની આજુબાજુનો ભાગ લાલ થઈ જવો

નિપલની આજુબાજુનો ભાગ લાલ થઈ જાય અને જો ત્યાં ગરમી અનુભવાય તો તેને બિલકુલ હળવાશથી ન લેવું જોઈએ અને તેની અવગણના પણ ન થવી જોઈએ. 

આમ સ્તનમાં ગાંઠ (lump in breast) સિવાયના અહીં દર્શાવેલા કોઈ પણ ફેરફાર જણાય તો પણ એક વખત નિષ્ણાતની સલાહ લેવી આવકાર્ય બની રહે છે.