Breast health: સાવધાન! સ્ત્રીઓ અને પુરૂષો બંનેને થઈ શકે છે સ્તન કેન્સર

Breast health: સ્તન કેન્સર (Breast Cancer) એ સ્ત્રીઓમાં સૌથી વધારે પ્રચલિત એવો કેન્સરનો એક પ્રકાર છે. જોકે સ્તન કેન્સર સ્ત્રીઓ અને પુરૂષો એમ બંનેને થઈ શકે છે. સ્તન સ્વાસ્થ્ય (Breast health) અંગે લોકોમાં જાગૃતિ વ્યાપે તે માટે ઓક્ટોબર મહિનાને સમગ્ર વિશ્વમાં ‘બ્રેસ્ટ કેન્સર અવેરનેસ મંથ’ તરીકે સેલિબ્રેટ કરવામાં આવે છે.  Breast health માટે શું ધ્યાન […]

Share:

Breast health: સ્તન કેન્સર (Breast Cancer) એ સ્ત્રીઓમાં સૌથી વધારે પ્રચલિત એવો કેન્સરનો એક પ્રકાર છે. જોકે સ્તન કેન્સર સ્ત્રીઓ અને પુરૂષો એમ બંનેને થઈ શકે છે. સ્તન સ્વાસ્થ્ય (Breast health) અંગે લોકોમાં જાગૃતિ વ્યાપે તે માટે ઓક્ટોબર મહિનાને સમગ્ર વિશ્વમાં ‘બ્રેસ્ટ કેન્સર અવેરનેસ મંથ’ તરીકે સેલિબ્રેટ કરવામાં આવે છે. 

Breast health માટે શું ધ્યાન રાખવું?

તમારા સ્તનો માટે શું સામાન્ય છે અને જો સ્તનમાં કે તેની નિપલ પર, બગલમાં કોઈ પણ નાનકડો ફેરફાર પણ ધ્યાનમાં આવે અને તરત ડૉક્ટરની સલાહ લેવામાં આવે તે સ્તન માટેની સ્વજાગૃતિનું પ્રથમ પગથિયું છે. 

આરોગ્ય નિષ્ણાતોના કહેવા પ્રમાણે જો સ્તનમાં અસહ્ય દુઃખાવો રહે જે ઘટે જ નહીં, સ્તનમાં કે બગલમાં ગાંઠ જેવું લાગે, નિપલમાંથી ડિસ્ચાર્જ થતું રહે જેમાં ઘણી વખત લોહી પણ વહે, સ્તન જાડા લાગે કે તેમાં સોજો અનુભવાય, સ્તનના કદ અને આકારમાં ખૂબ પરિવર્તન આવે, તેનો રંગ બદલાય, સ્તન પર ખંજવાળ સહિતની સમસ્યા અનુભવાય તો સ્તન સ્વાસ્થ્ય (Breast health)ને લઈ સતર્ક બનવાની જરૂર છે.

વધુ વાંચો: હૃદય રોગ સંબંધિત આ 5 માન્યતાઓને દૂર કરો

Breast Cancerના રિસ્ક ફેક્ટર્સ

જિનેટિક મ્યુટેશનના લીધે જો પરિવારની અન્ય મહિલાને કેન્સર ન હોય તો પણ સ્તન કેન્સર થઈ શકે છે.

સામાન્ય રીતે ઉંમર વધવાની સાથે સ્તન કેન્સરનું જોખમ વધે છે. ઉપરાંત જો 12 વર્ષની ઉંમર પહેલા માસિક શરૂ થઈ ગયું હોય, બાળકને જન્મ ન આપવાના કારણે, 55 વર્ષની ઉંમર પછી મેનોપોઝ, લાંબો સમય હોર્મોન રિપ્લેસમેન્ટ થેરાપી લેવાથી કે નજીકના કોઈ સંબંધીને સ્તન કેન્સરનું નિદાન થાય તો આ બધા રિસ્ક ફેક્ટર્સ કહી શકાય. 

નિદાન માટે MBI ટેક્નોલોજી

સ્તન કેન્સરની તેના પ્રારંભિક તબક્કામાં તપાસ માટે મેમોગ્રાફી કરવામાં આવતી હોય છે. જોકે નવી શોધાયેલી મોલેક્યુલર બ્રેસ્ટ ઈમેજિંગ (MBI) ટેક્નોલોજી વધુ ચોકસાઈ ધરાવે છે. ઉપરાંત સ્તન કેન્સરના પ્રારંભિક નિદાન માટે લિક્વિડ બાયોપ્સી પણ આશાસ્પદ વિકલ્પ તરીકે ઉભરી રહી છે. 

વધુ વાંચો: પાયલ ઘોષનું વજન વધારનાર સમસ્યાના 5 કારણો જાણો

આ રીતે જાતે જ કરો સ્તનની તપાસ

આ માટે સૌથી પહેલા તો શરીરના ઉપરના હિસ્સાને ખુલ્લો કરીને અરીસા સામે ઉભા રહી જાઓ અને ધ્યાનથી સ્તનનું નીરિક્ષણ કરો. સ્તનના આકાર કે કદમાં કોઈ ફેરફાર થયો છે કે નહીં તે તપાસો અને ત્વચાની રચનાને પણ ધ્યાનથી જુઓ. સ્તન પર કોઈ ગાંઠ કે એવું કશું છે કે નહીં તે તપાસો.  

હવે તમારા બંને હાથને માથા ઉપર ઉઠાવીને નિપલની સ્થિતિમાં કોઈ ફેરફાર આવે છે કે નહીં તે ચકાસો. ત્યાર બાદ કોઈ પણ સીધી સપાટી પર સીધા સૂઈ જાઓ અને તમારા બંને હાથની આંગળીઓ વડે સ્તન અને બગલની તપાસ કરો. સ્તનના બાહ્ય હિસ્સાથી શરૂ કરીને ધીમે ધીમે ગોળાકારમાં તેના કેન્દ્ર સુધી તપાસ કરો આ દરમિયાન જો ગઠ્ઠો કે ગાંઠ જેવું અનુભવાય તો તેના પર ધ્યાન આપો.