કાર્યસ્થળે લીડરનો તણાવ વ્યક્તિ અને સંસ્થા બંનેને અસર કરે છે

કાર્યસ્થળે નેતૃત્વ કરતાં વ્યક્તિનો તણાવ વ્યક્તિ અને સંસ્થા બંનેને અસર કરે છે. કાર્યસ્થળે નેતૃત્વ કરતાં વ્યક્તિમાં ઉદભવતાં તણાવ  અસરકાર હોય છે, કારણકે જ્યારે પણ તમે કોઈ કંપની કે સંસ્થામાં આગેવાની લો કે લીડર હોવ ત્યારે આ સ્થાન  કશુંક વિશેષ માંગી લે છે. સંસ્થાની ઉંચી અપેક્ષાઓ  હોય છે. નોકરીનાે વધુ કલાકો અને મુશ્કેલ નિર્ણયો લેવાની જરૂરિયાત […]

Share:

કાર્યસ્થળે નેતૃત્વ કરતાં વ્યક્તિનો તણાવ વ્યક્તિ અને સંસ્થા બંનેને અસર કરે છે.

કાર્યસ્થળે નેતૃત્વ કરતાં વ્યક્તિમાં ઉદભવતાં તણાવ  અસરકાર હોય છે, કારણકે જ્યારે પણ તમે કોઈ કંપની કે સંસ્થામાં આગેવાની લો કે લીડર હોવ ત્યારે આ સ્થાન  કશુંક વિશેષ માંગી લે છે. સંસ્થાની ઉંચી અપેક્ષાઓ  હોય છે. નોકરીનાે વધુ કલાકો અને મુશ્કેલ નિર્ણયો લેવાની જરૂરિયાત સાથે જ તે તણાવ અને થાક તરફ દોરી જાય છે.

 નેતૃત્વ કરતી વ્યક્તિ ઘણીવાર જવાબદારીઓનું ભારણ સહન કરે છે અને પરિણામો આપવા માટે સતત દબાણનો સામનો કરે છે, જે તેમની માનસિક, ભાવનાત્મક અને શારીરિક સુખાકારી પર અસર કરી શકે છે.

કાર્ય સંબંધિત તણાવ જો વધી જાય તો તે ઉદ્ધતાઈ, ટીમથી અલગાપણું અને કાર્યક્ષમતામાં અભાવમાં પરિણમે છે.  તે માત્ર જૂથના આગેવાનને જ નહીં પણ તેમની ટીમો અને એકંદર વાતાવરણ પર પણ તેની અસર પડે છે. આમ, તણાવને નિયંત્રિત કરવા વિવિધ એકમોએ કર્મચારીઓને ટેકારૂપ વાતાવરણ પૂરું પાડવું જોઈએ. કામ અને જીવન વચ્ચે સંતુલન અને ખુલ્લી ચર્ચાને પ્રોત્સાહન આપવું જોઈએ.  તણાવના મેનેજમેન્ટ માટે સંસાધનો પૂરા પાડવા જોઈએ. તેમજ લીડર માટે તેમની સંભાળ અને વ્યાવસાયિક વિકાસને પ્રાથમિકતા આપવી જોઈએ. 

ગ્લોબલ યુનિવર્સિટી સિસ્ટમ્સના સીઇઑ શરદ મહેરાએ જણાવ્યુ કે, કંપનીમાં લીડરની સુખાકારી માત્ર વ્યક્તિગત ચિંતા જ નહીં પણ તેની કંપની અને તેના વિકાસ પર દૂરગામી અસર પડે છે. હું એમ માનું છું કે, આપણે દરેક નેતૃત્વ કરનાર તણાવ રહિત કામ કરી શકે તે માટે વાતાવરણ પૂરું પાડવું જોઈએ. જ્યારે તેઓ તણાવમાં હોય ત્યારે નિર્ણય લેવાની ક્ષમતા ગુમાવી દે છે તેટલું જ નહીં તેઓ અન્યને દોરવા અને પ્રોત્સાહિત કરવામાં પાછા પડે છે. તણાવ સમગ્ર રીતે સંસ્થાને અસર કરે છે જેમકે, ઉત્પાદનક્ષમતામાં ઘટાડો, એકંદર કામગીરીમાં ઘટાડો વગેરે સહિતના લક્ષણો જોવા મળે છે. 
આથી કંપનીમાં નેતૃત્વ કરનારાની સુખકારી બાબતે ધ્યાન આપવું એ નાણાકીય લાભો કે ઉપરછલ્લી સહાય કરતાં વધુ સારું છે. તે ગંભીરતાથી કર્મચારીને કાર્યસ્થળ અને અંગત જીવનના સંતુલન, ખુલ્લી ચર્ચાને પ્રોત્સાહન તેમજ તેમની જાત સંભાળ અને વિકાસ માટેની સવલતો આપવી જરૂરી રહે છે. તે માટે કામના કલાકોમાં બાંધછોડ , તણાવ ઘટાડતા કાર્યક્રમો તેમની લીડરશીપ વિકસાવવાની તક જરૂરી છે. તેમને કામમાંથી મુક્ત થઈ મન હળવું કરવાની તક આપવી જોઈએ જેથી તેઓ વધુ સ્વસ્થ અને પ્રેરિત રહી શકે અને પરિણામ સ્વરૂપે તેઓ અન્યને પ્રેરણા આપી શકે છે.