Dhanteras 2023ના શુભ દિવસે આ વસ્તુ ખરીદવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવશે

Dhanteras 2023: ધનતેરસનો શુભ તહેવાર જેને ધનત્રયોદશી તરીકે પણ ઓળખવામાં આવે છે તે નજીકમાં જ છે. આસો વદ તેરસના દિવસે આવે છે અને તેને કાર્તિકા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વર્ષે શુક્રવારે, 10 નવેમ્બરના રોજ ભારતમાં ધનતેરસ (Dhanteras 2023)નો મહત્વપૂર્ણ પ્રસંગ ખૂબ જ ધામધૂમથી ઉજવશે.  આ દિવસે ઉપાસકો દેવી લક્ષ્મીનું પૂજન કરે છે. તે […]

Share:

Dhanteras 2023: ધનતેરસનો શુભ તહેવાર જેને ધનત્રયોદશી તરીકે પણ ઓળખવામાં આવે છે તે નજીકમાં જ છે. આસો વદ તેરસના દિવસે આવે છે અને તેને કાર્તિકા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વર્ષે શુક્રવારે, 10 નવેમ્બરના રોજ ભારતમાં ધનતેરસ (Dhanteras 2023)નો મહત્વપૂર્ણ પ્રસંગ ખૂબ જ ધામધૂમથી ઉજવશે. 

આ દિવસે ઉપાસકો દેવી લક્ષ્મીનું પૂજન કરે છે. તે સમૃદ્ધિ અને નસીબના દેવી છે. આ દિવસને નવી વસ્તુઓની ખરીદી માટે ભાગ્યશાળી દિવસ માનવામાં આવે છે. 

વધુ વાંચો: જાણો Dhanteras 2023ના શુભ અવસર પર શું કરવું અને શું ન કરવું

Dhanteras 2023ના રોજ ખરીદી માટે શુભ વસ્તુઓની યાદી

ધનતેરસના દિવસે સોના અને ચાંદીથી લઈને કિચનવેરને લગતી વસ્તુઓની ખરીદીનું સાંસ્કૃતિક અને પરંપરાગત મહત્વ રહેલું છે. આ દિવસે અહીં દર્શાવેલી વસ્તુઓમાંથી કોઈ વસ્તુની ખરીદી કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ વધશેઃ

1. વાસણો

રસોડાના વાસણોને સફળતાનું પ્રતીક માનવામાં આવે છે. આ દિવસે પિત્તળ, તાંબુ, ચાંદી અથવા તો માટીના બનેલા રસોડાના નવા વાસણોમાં પ્રસાદ તૈયાર કરીને તેને વાપરવાનું શરૂ કરો. જોકે આ દિવસે નવું ખાલી વાસણ ઘરમાં ન લઈ જવું જોઈએ માટે તેમાં દૂધ, ચોખા અથવા દાળ ભરીને જ ઘરમાં લઈ જાઓ.

2. ચાંદીની વસ્તુઓ

સોના ઉપરાંત ધનતેરસ દરમિયાન ચાંદીની ખરીદી અત્યંત શુભ માનવામાં આવે છે. પૈસા અને સમૃદ્ધિને આકર્ષવા માટે તમે ઘરેણાં, સિક્કા અથવા ચાંદીના કિચનવેર ખરીદી શકો છો. 

3. દીવા

ધનતેરસની મુખ્ય પરંપરાઓમાંની એક તેલના દીવા પ્રગટાવવાની છે. એવું કહેવાય છે કે આ દીવાઓનો પ્રકાશ તમારા ઘરમાં દેવી લક્ષ્મીને ખેંચે છે, દુષ્ટ આત્માઓ અને અંધકારને દૂર કરે છે. 

વધુ વાંચો: Dhanteras 2023: તારીખ, પૂજાનો સમય અને શુભ મુહૂર્ત જાણો

4. સાવરણી

જો કોઈ કારણસર આ વર્ષે તમારૂં બજેટ ડહોળાઈ ગયું હોય અથવા તો કોઈ નાણાકીય તંગીનો સામનો કરી રહ્યા હોવ તો ડરવાની જરૂર નથી. ધનતેરસ (Dhanteras 2023) પર તમે માત્ર એક સાવરણી ખરીદીને પણ ભાગ્યને આકર્ષી શકો છો. આ દિવસે સાવરણી ખરીદવી શુભ ગણાય છે અને તેનાથી પરિવારની તમામ આર્થિક ચિંતાઓ દૂર થાય છે. 

5. ગોમતી ચક્ર

ગોમતી નદીના કિનારેથી મળી આવતા ગોમતી ચક્ર દેવી લક્ષ્મીના ઉપાસકોમાં ખૂબ શુભ ગણાય છે. તમારા ઘરે અથવા કામ કરવાની જગ્યાએ ખરાબ નજરથી બચવા માટે ગોમતી ચક્ર રાખવું જોઈએ. 

6. સોના-ચાંદીના સિક્કા

ધનતેરસના દિવસે સોના અથવા ચાંદીથી બનેલા સિક્કા ખરીદવાનો રિવાજ છે. આ શુભ દિવસે ભગવાન ગણેશ અથવા દેવી લક્ષ્મી જેવા દેવી-દેવતાઓના ચિત્રો અથવા કોતરણીવાળા સિક્કાઓની ખરીદી ખાસ લોકપ્રિય છે.

7. દેવી-દેવતાઓની મૂર્તિઓ 

ધનતેરસ અને દિવાળીના તહેવાર દરમિયાન દેવી-દેવતાઓની મૂર્તિઓનું વિશેષ મહત્વ છે. આ મૂર્તિઓ ખરીદવી અને સ્થાપિત કરવી એ એક સામાન્ય પ્રથા છે અને તે ભક્તિ, પૂજા અને ઘરમાં દૈવી આશીર્વાદના સ્વાગતનું પ્રતીક છે.