Healthy Heart:શિયાળામાં હૃદયને સ્વસ્થ રાખવા માટે આ 5 રીતે સાવચેતી રાખો

કસરતની તીવ્રતામાં ધીમે ધીમે વધારો કરવાથી હૃદયની સ્વસ્થતા જળવાય છે

Courtesy: Image: Pixabay

Share:

 

Healthy Heart: હ્રદય રોગના વધતા જતા કેસ ચિંતાનો વિષય બન્યા છે. હ્રદય રોગથી બચવા માટે દરરોજ શારીરિક પ્રવૃત્તિની ભલામણ કરવામાં આવે છે. ફીઝીકલ એક્ટિવિટી તંદુરસ્ત જીવનશૈલીનો પાયો છે. તે હૃદયના સ્વાસ્થ્ય (Healthy Heart) માટે જરૂરી છે. પરંતુ વધારે પડતી કસરત કરવાથી હાર્ટ એટેક થવાનું જોખમ વધી શકે છે.

 

વધુ પ્રમાણમાં કસરત કરવાના કારણે ઓવરટ્રેઈનિંગ સિન્ડ્રોમ પણ થઈ શકે છે. આ સિન્ડ્રોમમાં કોઈ વ્યક્તિના શરીરમાં કસરતના સ્ટ્રેસથી રિકવર થવાની ક્ષમતા ઓછી થાય છે. જે લાંબાગાળા સુધી ચાલતા થાકની સમસ્યા અને હાર્ટ એટેક તરફ દોરી જાય છે.

 

વધુ પડતી કસરત કરવાથી થતા સંભવિત જોખમો:

 

હ્રદયના ધબકારા વધવા: વધુ પડતી કસરત કરવાથી સતત એલિવેટેડ હાર્ટ રેટ થઈ શકે છે, જે સમય જતાં, હૃદયના સ્નાયુને નબળા બનાવી શકે છે અને તેની અસરકારક રીતે પંપ કરવાની ક્ષમતામાં ઘટાડો કરી શકે છે.

 

હાર્ટ એટેક: અતિશય કસરત હૃદય રોગના વિકાસમાં ફાળો આપી શકે છે, ખાસ કરીને એવા લોકોમાં જેઓ પહેલાથી ગંભીર રોગોનો ઈતિહાસ ધરાવે છે.

 

નબળી રોગપ્રતિકારક શક્તિ: અતિશય તાલીમથી રોગપ્રતિકારક શક્તિ નબળી પડી શકે છે, જે વ્યક્તિઓને ચેપ માટે વધુ સંવેદનશીલ બનાવે છે, જે આડકતરી રીતે હૃદયના સ્વાસ્થ્યને અસર કરી શકે છે.

 

Healthy Heart માટે આ સાવચેતી રાખો:

 

1. કસરતનું પ્રમાણ ધીમે ધીમે વધારો

 

કસરતની તીવ્રતામાં એકાએક અને ધરખમ વધારો ન કરો. ધીમે ધીમે તમારા વર્કઆઉટ્સને આગળ વધારો. તેના કારણે તમારું શરીર અનુકૂળ થઈ શકશે. પરિણામે વધુ પડતા કસરતનું જોખમ ઓછું થશે.

 

2. તમારા શરીરને સમજો

 

વધુ પડતી કસરતના કારણે સામે આવતા લક્ષણો પર ધ્યાન આપો. વધુ પડતી કસરત સતત થાક, કાર્યક્ષમતામાં ઘટાડો અથવા હૃદયના ધબકારા વધારી શકે છે. તમને આ લક્ષણોનો અનુભવ થાય હૃદયના સ્વાસ્થ્ય (Healthy Heart) અને તમારી જાતને રિકવર થવા માટે પૂરતો સમય આપો.

 

3. પૂરતો આરામ કરો

 

તમારા શરીરને કસરતમાંથી રિકવર થવા માટે પૂરતો સમય આપો. સ્નાયુઓની રિકવરી, હોર્મોનનું સંતુલન અને હૃદયના સ્વાસ્થ્ય (Healthy Heart) માટે પૂરતો આરામ જરૂરી છે.

 

4. નિયમિત બેલેન્સ્ડ કસરત કરો

 

તમારા રૂટિનમાં વિવિધ પ્રકારની કસરતોનો સમાવેશ કરો. જેમાં તમારા હૃદય અને સાંધા પરના સ્ટ્રેસને ઘટાડવા માટે સ્ટ્રેન્થ ટ્રેનિંગ, ફ્લેક્સિબલ એક્સરસાઈઝ અને ઓછી અસર કરતી કસરતો કરો. 

 

5. હાઈડ્રેટેડ રહો

 

હૃદયના સ્વાસ્થ્ય (Healthy Heart) માટે હાઈડ્રેશન જરૂરી છે. શરીરમાં યોગ્ય પ્રમાણમાં સંતુલન જાળવવા માટે કસરત કરતાં  પહેલાં, કસરત દરમિયાન અને કસરત પછી પાણી પીવો.