વિટામિન Cથી ભરપૂર ગાજર – ધાણાનો જ્યુસ ત્વચા માટે ઉપયોગી 

ત્વચા એ આપણો અરીસો છે. શરીરમાં બધા તત્વો માપના હોય અને કોઈ ખરાબી ના હોય તો તે ત્વચા પર ઝળકે છે. ત્વચા માટે ખાસ કરીને વિટામિન C અસરકારક છે. ચમકતી ત્વચા માટે આ વિટામિન Cનું ભરપૂર પીણું પીઓ. જો તમે સ્વસ્થ અને ચમકતી ત્વચા ઈચ્છો છો, તો તમારે ગાજર ધાણાનો રસ પીવો જોઈએ. તેના અનેક […]

Share:

ત્વચા એ આપણો અરીસો છે. શરીરમાં બધા તત્વો માપના હોય અને કોઈ ખરાબી ના હોય તો તે ત્વચા પર ઝળકે છે. ત્વચા માટે ખાસ કરીને વિટામિન C અસરકારક છે. ચમકતી ત્વચા માટે આ વિટામિન Cનું ભરપૂર પીણું પીઓ. જો તમે સ્વસ્થ અને ચમકતી ત્વચા ઈચ્છો છો, તો તમારે ગાજર ધાણાનો રસ પીવો જોઈએ. તેના અનેક ફાયદા છે.

તમારા આહારમાં શાકભાજી ઉમેરવાની સૌથી અનુકૂળ રીત જ્યુસ છે. જો કે , તેને આખા ખાવા સૌથી શ્રેષ્ઠ માર્ગ છે આથી બંનેનું સંતુલન જાળવવું જોઈએ. ફળોના રસમાં ખાંડ પ્રમાણમાં વધારે હોય છે અને તેથી તે સમસ્યાઓ ઊભી કરી શકે છે. પરંતુ તમે પોષક તત્ત્વોથી ભરપૂર શાકભાજીનો રસ કેટલાક મરીમસાલા નાખીને લઈ શકો છો. ઘરે બનાવેલા શાકભાઈનો રસ સ્વાસ્થ્ય માટે જાદુઈ અમૃત સમાન છે. ગાજર અને ધાણાનો રસ ત્વચાને પોષણ આપે છે. ગાજર અને ધાણાનો રસ સરળતાથી બની પણ જાય છે તેમજ તેનાથી ડાઘમુક્ત અને ચમકતી ત્વચા પણ મેળવી શકાય છે.  

ત્વચા માટે ગાજર અને ધાણાના રસના ફાયદા 

1. કોલેજનના ઉત્પાદનમાં વધારો: ગાજરમાં વિટામિન C ભરપૂર હોય છે. આ વિટામિન C કોલેજનના ઉત્પાદનમાં ભૂમિકા ભજવે છે. તમારી ત્વચાને મજબૂત કરવા માટે કોલેજન જરૂરી છે. 

2. ત્વચાને  નુકસાનથી રક્ષણ આપે છે: ગાજરમાં બીટા-કેરોટીન હોય છે, જેનાથી  ત્વચાને સૂર્યના નુકસાનથી બચાવવામાં મદદ કરી શકે છે. આ રસ એન્ટીઑકિસડન્ટસ થી ભરપૂર છે તે ફ્રી રેડિકલથી થતાં નુકસાન સામે લડવામાં મદદ કરે છે અને લાંબા ગાળામાં સ્વાસ્થ્યને સુધારે છે. 

3. વૃદ્ધત્વની અસરો ઘટાડે છેઃ  આ રસમાં રહેલું  વિટામિન C તમારી ત્વચાની સ્થિતિ સ્થાપકતામાં સુધારો કરી ફાઇન લાઇન્સ અને કરચલીઓ ઘટાડે છે. કોથમીરના પાંદડા તેમજ ગાજરમાં રહેલા વિટામિન A અને અન્ય પોષક તત્વો આ માટે મદદ કરે છે. 

4. ખીલ સામે લડવામાં મદદ : ગાજર-ધાણાનો રસ તમારા શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે. આ રસના સેવનથી શરીરની સફાઇ થાય છે અને તેનાં પોષક તત્વો આંતરડાના સ્વાસ્થ્ય તેમજ હોર્મોનલ સંતુલનને સુધારી શકે છે, જેનાં કારણે ખીલની સમસ્યા ઓછી થાય છે.