સાવધાન! લગભગ તમામ સ્માર્ટવોચ અને ફિટનેસ બેન્ડમાંં હોય છે હાનિકારક બેક્ટેરિયા...

સ્માર્ટવોચ, સ્માર્ટ બેન્ડ રબર અને પ્લાસ્ટિક બેન્ડ પર સૌથી વધારે બેક્ટેરિયા મળી આવ્યા છે

Share:

હાઈલાઇટ્સ

  • ધાતુઓથી બનેલી વસ્તુઓ એટલે કે સોના-ચાંદીના ઘરેણાઓમાં બેક્ટેરીયા હોતા નથી

આપણું શરીર અબજો બેક્ટેરીયાનું ઘર છે. આપણા શરીરમાં સારા અને ખરાબ એ બંન્ને પ્રકારના બેક્ટેરિયા હોય છે. સારા બેક્ટેરિયા આપણી રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને આપણને હાનિકારક વાયરસ, બેક્ટેરિયા અને અન્ય સૂક્ષ્મજીવો સામે રક્ષણ આપે છે જે વિવિધ પ્રકારની બિમારીઓ અને રોગોનું કારણ બની શકે છે.

જો માણસની રોગપ્રતિકારક શક્તિ યોગ્ય રીતે કાર્ય ન કરે તો શરીરમાં હાનિકારક બેક્ટેરિયા વધશે અને તે રોગનું કારણ બનશે. એક્સપર્ટ અનુસાર, “ફ્લોરિડામાં હાથ ધરવામાં આવેલા તાજેતરના અભ્યાસ મુજબ, આપણે બધા મોબાઇલ ફોન અને સ્માર્ટવોચમાં હાનિકારક બેક્ટેરિયા વહન કરીએ છીએ અને અજાણતાં તેને ફેલાવીએ છીએ. આ એન્ટિક્લાઇમેટિક લાગે છે કારણ કે સ્માર્ટ વોચ પણ વિશ્વભરના વ્યક્તિઓના ફિટનેસ લક્ષ્યોને સુધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. સ્માર્ટવોચ હૃદયના ધબકારા, સ્ટ્રેસ લેવલ અને ડેઈલી સ્ટેપ્સ જેવા રોજિંદી પ્રવૃત્તિના સ્તરો જેવા મહત્વપૂર્ણ સ્વાસ્થ્ય સંકેતોને ટ્રેક કરી શકે છે, તેથી આ ગેજેટ્સ ખાસ કરીને ફિટનેસ ઉત્સાહીઓમાં ખૂબ લોકપ્રિય છે."

આપણા ત્યાં લોકોને પોતાની સ્માર્ટવોચ અને ગેજેટ્સને નિયમિત રીતે સાફ કરવાની આદત નથી હોતી. અને એટલે જ તેમાં ખતરનાક બેક્ટેરિયા પોતાનું ઘર બનાવી લે છે. એક અભ્યાસમાં સામે આવ્યું છે કે, સ્માર્ટવોચ, સ્માર્ટ બેન્ડ રબર અને પ્લાસ્ટિક બેન્ડ પર સૌથી વધારે બેક્ટેરિયા મળી આવ્યા છે. આ સિવાય ધાતુઓથી બનેલી વસ્તુઓ એટલે કે સોના-ચાંદીના ઘરેણાઓ બેક્ટેરિયાથી મુક્ત હતા.