Navratri 2023: માતા દુર્ગાનો આશીર્વાદ મેળવવા માટે કરો આ મંત્રોનો જાપ

Navratri 2023: નવરાત્રી હિંદુ કેલેન્ડર મુજબ આસો મહિનાના પ્રથમ દિવસે શરૂ થાય છે અને આ દરમિયાન માતા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા-અર્ચના કરવામાં આવે છે. આવતીકાલ 15 ઓક્ટોબરથી નવરાત્રી શરૂ થવા જઈ રહી છે. નવરાત્રીમાં ભક્તો દેવી દુર્ગાના આશીર્વાદ લે છે. નવરાત્રી દરમિયાન માતા દુર્ગાને પ્રસન્ન કરવા માટે મંત્રો (mantra)નો જાપ કરવામાં આવે છે. મંત્રોનો જાપ […]

Share:

Navratri 2023: નવરાત્રી હિંદુ કેલેન્ડર મુજબ આસો મહિનાના પ્રથમ દિવસે શરૂ થાય છે અને આ દરમિયાન માતા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા-અર્ચના કરવામાં આવે છે. આવતીકાલ 15 ઓક્ટોબરથી નવરાત્રી શરૂ થવા જઈ રહી છે. નવરાત્રીમાં ભક્તો દેવી દુર્ગાના આશીર્વાદ લે છે. નવરાત્રી દરમિયાન માતા દુર્ગાને પ્રસન્ન કરવા માટે મંત્રો (mantra)નો જાપ કરવામાં આવે છે. મંત્રોનો જાપ કરવાથી જીવનમાં સુખ, સંપત્તિ અને સમૃદ્ધિ આવે છે.  

મંત્રો (mantra)માં ખૂબ જ શક્તિ હોય છે. જો નવરાત્રી (Navratri 2023)માં સંપૂર્ણ ભક્તિ-ભાવ અને પવિત્ર મનથી માતા દુર્ગાની આરાધના કરવામાં આવે તો ઘર-પરિવારમાં હંમેશા સુખ શાંતી રહે છે. 9 દિવસ દરમિયાન દરરોજ આ 9 મંત્રોનો જાપ કરો અને માતા દુર્ગાના આશીર્વાદ મેળવો.

1. માતા શૈલપુત્રી: નવરાત્રી (Navratri 2023)ના પ્રથમ દિવસે તેમની પૂજા અને જાપ કરવામાં આવે છે. માતા શૈલપુત્રીનું ધ્યાન કરો અને મંત્રનો જાપ કરો. તે સમૃદ્ધિ, સૌભાગ્ય અને મોક્ષ આપનાર માનવામાં આવે છે.

મંત્ર- ॐ ऐं ह्रीं क्लीं शैलपुत्र्यै नम:।

2. માતા બ્રહ્મચારિણી: સ્વાધિષ્ઠાન ચક્રમાં ધ્યાન કરીને મંત્ર (mantra)નો જાપ કરવામાં આવે છે. તે સંયમ, ત્યાગ અને વિજયની પ્રાપ્તિ આપનાર છે.

વધુ વાંચો: નવરાત્રીના માટે કળશ સ્થાપનના મુહૂર્ત જાણો

મંત્ર- ॐ ऐं ह्रीं क्लीं ब्रह्मचारिण्यै नम:।

3. માતા ચંદ્રઘંટા: નવરાત્રી (Navratri 2023)માં તેમનું મણિપુર ચક્રમાં ધ્યાન કરવામાં આવે છે. દુઃખમાંથી મુક્તિ અને મોક્ષ મેળવવા માટે તેમની પૂજા કરવામાં આવે છે.

મંત્ર- ॐ ऐं ह्रीं क्लीं चन्द्रघंटायै नम:।

4. માતા કુષ્માંડા: તેમનું અનાહત ચક્રમાં ધ્યાન કરવામાં આવે છે. તે રોગ, દોષ અને દુઃખમાંથી મુક્તિ આપનાર છે.

મંત્ર- ॐ ऐं ह्रीं क्लीं कूष्मांडायै नम:।

5. માતા સ્કંદમાતા: નવરાત્રી (Navratri 2023)માં વિશુદ્ધ ચક્રમાં ધ્યાન કરીને મંત્ર (mantra)નો જાપ કરવામાં આવે છે. તે સુખ, શાંતિ અને મોક્ષ આપનાર છે.

મંત્ર- ॐ ऐं ह्रीं क्लीं स्कंदमातायै नम:।

6. માતા કાત્યાયની: નવરાત્રી (Navratri 2023)માં અજ્ઞા ચક્રમાં ધ્યાન કરવામાં આવે છે. તે ભય, રોગ અને દુ:ખથી મુક્તિ આપનાર છે.

મંત્ર- ॐ ऐं ह्रीं क्लीं कात्यायनायै नम:।

વધુ વાંચો: નવરાત્રિમાં મીઠાઈનો સ્વાદ માણવા માટે આ 5 રેસિપી ટ્રાય કરો

7. માતા કાલરાત્રી: કપાળમાં ધ્યાન કરીને મંત્ર (mantra)નો જાપ કરવામાં આવે છે. શત્રુઓનો નાશ કરીને વિઘ્નો દૂર કરે છે.

મંત્ર- ॐ ऐं ह्रीं क्लीं कालरात्र्यै नम:।

8. માતા મહાગૌરી: મનમાં ધ્યાન કરીને મંત્રનો જાપ કરવામાં આવે છે. અત્યંત અશક્ય કાર્યો પણ પૂરા થાય છે.

મંત્ર- ॐ ऐं ह्रीं क्लीं महागौर्ये नम:।

9. માતા સિદ્ધિદાત્રી: મધ્ય કપાળમાં ધ્યાન કરીને જાપ કરવામાં આવે છે. તમામ સિદ્ધિઓ પ્રદાન કરે છે.

મંત્ર- ॐ ऐं ह्रीं क्लीं सिद्धिदात्यै नम:।