પોષક તત્વોથી ભરપૂર pumpkin seedsના આ 6 ફાયદા જાણો

pumpkin seeds: શરીરમાં જરૂરી પોષકતત્વોની ઉણપના લીધે સ્વાસ્થ્ય પર અસર થાય છે. કોળાના બીજ પોષક તત્વોનું પાવરહાઉસ છે. તે ઘણા સ્વાસ્થ્ય લાભો પ્રદાન કરે છે. કોળાના બીજ (pumpkin seeds)માં મેગ્નેશિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ,ઝીંક, મેંગેનીઝ, આયર્ન, કેલ્શિયમ, અને કોપર જેવા અન્ય મિનરલ્સ પણ છે. કોળાના બીજ બ્લડ પ્રેશર, સુગર, કિડનીની પથરીની સારવારમાં અસરકારક સાબિત થાય છે.  વધુ […]

Share:

pumpkin seeds: શરીરમાં જરૂરી પોષકતત્વોની ઉણપના લીધે સ્વાસ્થ્ય પર અસર થાય છે. કોળાના બીજ પોષક તત્વોનું પાવરહાઉસ છે. તે ઘણા સ્વાસ્થ્ય લાભો પ્રદાન કરે છે. કોળાના બીજ (pumpkin seeds)માં મેગ્નેશિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ,ઝીંક, મેંગેનીઝ, આયર્ન, કેલ્શિયમ, અને કોપર જેવા અન્ય મિનરલ્સ પણ છે. કોળાના બીજ બ્લડ પ્રેશર, સુગર, કિડનીની પથરીની સારવારમાં અસરકારક સાબિત થાય છે. 

વધુ વાંચો: પોષક તત્વોથી ભરપૂર પિસ્તાનું સેવન કરવાથી થતા ફાયદા અને ગેરફાયદા જાણો

pumpkin seedsના ફાયદા 

1. હૃદયને સ્વસ્થ રાખે છે

વ્યસ્ત જીવનશૈલી હૃદયના સ્વાસ્થ્ય પર સૌથી વધુ અસર કરે છે. લોકોને નાની ઉંમરમાં જ હૃદયની બીમારીઓ થવા લાગી છે. કોળાના બીજનું નિયમિત સેવન હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. કોળાના બીજમાં એન્ટીઓક્સીડન્ટ, મેગ્નેશિયમ, જસત અને ફેટ હોય છે. આ તમામ પોષક તત્વો હૃદયને સ્વસ્થ રાખવામાં મદદરૂપ છે. 

2. બ્લડ શુગરને નિયંત્રણમાં રાખે છે

અસ્વસ્થ જીવનશૈલી અને ખોટા ખાનપાનને કારણે ડાયાબિટીસ ખૂબ જ સામાન્ય બની ગયું છે. આ રોગમાં બ્લડ શુગર લેવલ ઝડપથી વધે છે અને ઘટે છે. જ્યારે બ્લડ શુગર લેવલ વધી જાય ત્યારે કોળાના બીજ (pumpkin seeds)નું સેવન ફાયદાકારક સાબિત થઈ શકે છે. તેમાં રહેલા પોષક તત્વો ટાઈપ 2 ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. 

3. પાચનના સ્વાસ્થ્યમાં સુધારો કરે છે 

જો તમે પેટની સમસ્યાઓ, ખાસ કરીને અપચો અથવા કબજિયાતથી પરેશાન છો, તો કોળાના બીજનું સેવન ફાયદાકારક સાબિત થઈ શકે છે. કોળાના બીજ એ ડાયેટરી ફાઈબરનો ઉત્તમ સ્ત્રોત છે. ઉચ્ચ ફાઈબર આહાર પાચન તંત્રને સુધારવામાં ખૂબ જ અસરકારક છે. પાચનમાં સુધારો કરવા ઉપરાંત, ઉચ્ચ ફાઈબર શરીરના અન્ય રોગોમાં પણ ફાયદાકારક છે.

વધુ વાંચો: પોષક તત્વોથી ભરપૂર છે કોળાના બીજ, આહારમાં સામેલ કરવાના ફાયદા જાણો

4. સારી ઊંઘમાં મદદરૂપ છે

ઊંઘ ન આવવાની કે કાચી ઊંઘની સમસ્યા એકદમ સામાન્ય બની ગઈ છે. જો તમે પણ આ સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો સૂતા પહેલા કોળાના બીજ ખાવાથી ફાયદો થઈ શકે છે. કોળાના બીજ ટ્રિપ્ટોફનનો કુદરતી સ્ત્રોત છે, એક એમિનો એસિડ જે સારી ઊંઘને ​​પ્રોત્સાહન આપે છે. કોળાના બીજ (pumpkin seeds)માં પણ ભરપૂર માત્રામાં મેગ્નેશિયમ હોય છે, જે સારી ઊંઘમાં મદદ કરે છે.

5. કેન્સરનું જોખમ ઘટાડે છે

કોળાના બીજ સ્તન અને પ્રોસ્ટેટ કેન્સરના કોષોના વિકાસને અટકાવી શકે છે. કોળાના બીજમાં વધારે પ્રમાણમાં એન્ટીઓક્સીડન્ટ હોય છે, જેના કારણે કેન્સરનું જોખમ ઘટાડી શકાય છે. 

6. મેન્ટલ હેલ્થ સુધારે છે 

કોળાના બીજ (pumpkin seeds) ઝિંકથી ભરપુર હોય છે. જે મગજને માટે ફાયદાકારક છે. કોળાના બીજના સેવનથી મગજના કાર્યો સારી રીતે થાય છે તેમજ શરીરના અનેક અંગોને પણ ફાયદો મળે છે.