મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના અનુસંધાને મુંબઈમાં અગ્રણી ઉદ્યોગકારો સાથે બેઠક કરી

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક દિવસના મુંબઈ પ્રવાસ દરમિયાન વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના સંદર્ભે દેશના ટોચના ઉદ્યોગપતિઓ સાથે વન ટુ વન બેઠક કરી હતી. દેશના ટોચના ઉદ્યોગપતિઓ સાથેની બેઠક દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમને વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 માટે આમંત્રિત પણ કર્યા હતા.  CM ભૂપેન્દ્ર પટેલે VGGS 2024 અંતર્ગત રોડ શૉનું નેતૃત્વ કર્યું ભૂપેન્દ્ર […]

Share:

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક દિવસના મુંબઈ પ્રવાસ દરમિયાન વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના સંદર્ભે દેશના ટોચના ઉદ્યોગપતિઓ સાથે વન ટુ વન બેઠક કરી હતી. દેશના ટોચના ઉદ્યોગપતિઓ સાથેની બેઠક દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમને વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 માટે આમંત્રિત પણ કર્યા હતા. 

CM ભૂપેન્દ્ર પટેલે VGGS 2024 અંતર્ગત રોડ શૉનું નેતૃત્વ કર્યું

ભૂપેન્દ્ર પટેલે મુંબઈ ખાતે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 માટે યોજાયેલા રોડ શોનું નેતૃત્વ કર્યું હતું. ત્યાર બાદ ભૂપેન્દ્ર પટેલે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ કાર્યક્રમની સફળતાના 20 વર્ષ  તેમજ વડાપ્રધાન મોદીના વિકસીત ભારત @2047ના વિઝન અને તે માટેની ગુજરાતની સજ્જતા અંગે સંબોધન કર્યું હતું.

ઉદ્યોગકારો સાથે વન ટુ વન 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ વન-ટુ-વન મુલાકાત બેઠકની શરૂઆતમાં સૌપ્રથમ L&Tના ચેરમેન એસ. એન. સુબ્રહ્મણ્યન સાથે મુલાકાત કરી હતી. મુલાકાત દરમિયાન L&Tના ચેરમેને ગૃપ વિશે માહિતી આપતા કહ્યું હતું કે, ટેકનોલોજી, એન્જિનિયરિંગ, બાંધકામ અને ઉત્પાદનમાં અજોડ ક્ષમતાઓ ધરાવતું 80 વર્ષથી વધુ જૂનું ઉદ્યોગ જૂથ છે. L&T કન્સ્ટ્રક્શન્સ દેશના પ્રથમ હાઈ-સ્પીડ રેલ કોરિડોર, મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ (MAHSR)ના અમુક વિભાગોને એક્ઝિક્યુટ કરી રહ્યું છે. 

કંપનીએ સુરતના હજીરામાં K9 વજ્ર ટેન્કનું નિર્માણ કર્યુ છે. આ ઉપરાંત હઝીરા ખાતે આલ્કલાઈન ઈલેક્ટ્રોલાઈસીસ પ્રોસેસ આધારિત ગ્રીન હાઈડ્રોજનનું ઉત્પાદન શરૂ કર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે L&T 2005ની વાઈબ્રન્ટ સમિટથી સક્રિય ભાગીદાર રહ્યું છે એમ જણાવી આગામી 2024માં યોજાનારી વાઈબ્રન્ટ સમિટમાં ભાગ લેવા માટે આમંત્રણ પાઠવ્યું હતું.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટાટા સન્સ પ્રા. લિ.ના ચેરમેન નટરાજન ચંદ્રશેખરન સાથે વન ટુ વન બેઠક યોજી હતી. આ બેઠકમાં નટરાજને પાવર, ઓટોમોબાઈલ, કેમિકલ્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી બિઝનેસમાં પ્રેઝન્સ સાથે ટાટા ગ્રુપ ગુજરાતમાં સૌથી મોટા રોકાણકારોમાંનું એક છે. સાણંદ ફેસેલિટીમાં ફ્લેક્સિબલ એસેમ્બલી લાઈન છે અને તે EV મોડલ સહિત ટિગોર અને ટિયાગો જેવા પેસેન્જર વાહનોના વિવિધ મોડલનું ઉત્પાદન તેઓ કરે છે તેની વિગતો જણાવી હતી.

નટરાજને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ગુજરાતમાં રોકાણો અંગે વિસ્તૃત માહિતી આપતા કહ્યું હતું કે, ટાટા ગ્રૂપે સાણંદમાં રૂપિયા 13,000 કરોડના ખર્ચે EV બેટરી પ્લાન્ટનું નિર્માણ કરવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. ટાટા ગ્રૂપની પેટાકંપની Tata Agaratas Energy Storage Solutions Pvt Ltd.એ લિથિયમ-આયન કોષોના ઉત્પાદન માટે ગીગા-ફેક્ટરી સ્થાપવા માટે ગુજરાત સરકાર સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે UPLના ચેરમેન શ્રી જય શ્રોફ, રિલાયન્સના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણી, કોટક બેન્કના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ દિપક ગુપ્તા, આદિત્ય બિરલા ગ્રુપના કોર્પોરેટ અફેર્સ વિભાગના ગ્રુપ પ્રેસિડન્ટ સુનિલ બજાજ, ગોદરેજ ઈન્ડસ્ટ્રીઝના કોર્પોરેટ અફેર્સ વિભાગના ગ્રુપ પ્રેસિડેન્ટ રાકેશ સ્વામી સહિતના ઉદ્યોગ અગ્રણીઓ સાથે બેઠક કરી હતી.