દરરોજ આમળાનું સેવન કરવાથી ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, વાળ ઉપરાંત ત્વચાની સમસ્યામાં મળશે અઢળક ફાયદા

વિટામિન સી, એન્ટી ઓક્સિડેન્ટ્સ, કેલ્શિયમ, આયરન, પોટેશિયમ, ફ્લેવોનોઈડ્સ, એન્થો સાઈનિન સહિતના ન્યૂટ્રિએન્ટ્સથી ભરપૂર આમળા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી છે. આ સાથે જ તે ત્વચા અને વાળના નિખાર માટે પણ ખૂબ જાદુઈ ફળ છે. નિયમિતપણે આમળાનું સેવન કરવાથી ત્વચામાં ચમક આવે છે અને વાળ કાળા બને છે. નિયમિત આમળાનું સેવન કરવાથી ત્વચાને નીચે મુજબના લાભો […]

Share:

વિટામિન સી, એન્ટી ઓક્સિડેન્ટ્સ, કેલ્શિયમ, આયરન, પોટેશિયમ, ફ્લેવોનોઈડ્સ, એન્થો સાઈનિન સહિતના ન્યૂટ્રિએન્ટ્સથી ભરપૂર આમળા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી છે. આ સાથે જ તે ત્વચા અને વાળના નિખાર માટે પણ ખૂબ જાદુઈ ફળ છે. નિયમિતપણે આમળાનું સેવન કરવાથી ત્વચામાં ચમક આવે છે અને વાળ કાળા બને છે. નિયમિત આમળાનું સેવન કરવાથી ત્વચાને નીચે મુજબના લાભો થઈ શકે છેઃ

1. ત્વચા નિખરે છે

આમળા વિટામિન સીનો સ્ત્રોત ગણાય છે. વિટામિન સી ત્વચાનું ફ્રી રેડિકલ્સના કારણે થતા ઓક્સિડેટિવ સ્ટ્રેસ સામે રક્ષણ આપે છે. આમ તે ત્વચાને સ્વસ્થ અને યુવાન રાખવામાં ઉપયોગી બને છે.

2. કોલેજન પ્રોડક્શન વધારે છે

કોલેજન સિન્થેસિસ માટે વિટામિન સી ખૂબ મહત્વનું છે. કોલેજન સિન્થેસિસ નામનું પ્રોટિન ત્વચાની સ્થિતિસ્થાપકતા જાળવી રાખવાનું કામ કરે છે. નિયમિતપણે આમળાનું સેવન કરવાથી કોલેજન પ્રોડક્શન વધે છે જેથી ત્વચા વધુ યુવાન લાગે છે. 

3. ડાઘ ધબ્બા દૂર કરે છે

આમળામાં રહેલા એન્ટી ઓક્સિડેન્ટ્સ ત્વચા પરના ડાઘ, ધબ્બા વગેરેને દૂર કરે છે. પિગમેન્ટેશન ઘટાડે છે અને ત્વચાને એકસમાન બનાવે છે. 

4. સૂર્ય સામે રક્ષણ

આમળામાં રહેલું વિટામિન સી સૂરજના યુવી કિરણોથી ત્વચાને થતા નુકસાન સામે અમુક અંશે રક્ષણ આપવાનું કામ કરે છે. જોકે તે સનસ્ક્રીનનો વિકલ્પ ન કહી શકાય. 

5. હાઈડ્રેશન, મોઈશ્ચર

આમળામાં રહેલા પાણીમાં દ્રાવ્ય એવા વિટામિન અને ખનિજો ત્વચામાં ભેજનું પ્રમાણ જાળવી રાખે છે જે ત્વચાની સ્વસ્થતા જાળવી રાખવા મહત્વનું છે. તે સિવાય આમળા ત્વચા પર અનુભવાતી બળતરા સામે રાહત આપે છે. તેમાં રહેલા એન્ટી બેક્ટેરિયલ ગુણો ત્વચાને વધુ સ્વચ્છ બનાવે છે. 

આમળાનું નિયમિત સેવન કરવાથી બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહે છે. સાથે જ હૃદય રોગનો પ્રભાવ ઘટાડવામાં પણ મદદ મળી રહે છે. આમળાના જ્યુસમાં આયરન અને કેરોટિન હોય છે જે વાળને તૂટતા અને ખરતા અટકાવે છે. નિયમિત આમળાનું સેવન કરવાથી વાળ મૂળમાંથી જ મજબૂત બને છે અને ખોડાની સમસ્યામાં પણ રાહત મળે છે. સાથે જ શરીરમાં પિત્ત દોષના અસંતુલનના કારણે વાળ જલ્દી સફેદ થવા લાગે છે પરંતુ આમળાનો રસ પિત્ત દોષ ઘટાડીને વાળને અકાળે સફેદ થતા અટકાવે છે.

ડાયાબિટીસના દર્દીઓ નિયમિતપણે તાજા આમળાનું સેવન કરે તો સુગર લેવલ નિયંત્રણમાં રહે છે. આમ આમળાનું નિયમિત સેવન કરવાથી ડાયાબિટીસનું જોખમ ઘટે છે, લીવર ઉપરાંત આંખો અને વાળનું સ્વાસ્થ્ય જળવાય છે અને ત્વચા ચમકદાર બને છે.