ઈલાયચીનું સેવન કરવાથી તમારા શરીરને થશે આ 8 ફાયદા

તમારા રસોડામાં જોવા મળતી ઈલાયચી માત્ર સ્વાદ અને સુગંધ માટે જ નહીં પરંતુ ઘણા સ્વાસ્થ્ય લાભો ધરાવે છે. ઈલાયચીમાં એન્ટી બેક્ટીરિયલ અને એન્ટી માઈક્રોબિયલ ગુણ હોય છે, જે સ્વાસ્થ્ય સંબંધિત ઘણી બધી તકલીફો દૂર કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. માઉથ ફ્રેશનર તરીકે ઉપયોગમાં લેવાતી ઈલાયચીનું સેવન કરવાથી ઘણા ફાયદા થાય છે. ઈલાયચી હૃદય સબંધિત બીમારીઓથી […]

Share:

તમારા રસોડામાં જોવા મળતી ઈલાયચી માત્ર સ્વાદ અને સુગંધ માટે જ નહીં પરંતુ ઘણા સ્વાસ્થ્ય લાભો ધરાવે છે. ઈલાયચીમાં એન્ટી બેક્ટીરિયલ અને એન્ટી માઈક્રોબિયલ ગુણ હોય છે, જે સ્વાસ્થ્ય સંબંધિત ઘણી બધી તકલીફો દૂર કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. માઉથ ફ્રેશનર તરીકે ઉપયોગમાં લેવાતી ઈલાયચીનું સેવન કરવાથી ઘણા ફાયદા થાય છે. ઈલાયચી હૃદય સબંધિત બીમારીઓથી બચાવે છે.  

ઈલાયચીનું સેવન કરવાના ફાયદા:

હૃદયને સ્વસ્થ રાખે 

ઈલાયચી એન્ટીઓક્સિડેન્ટ તત્વોથી ભરપૂર છે. તેથી તે શરીરમાં કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડવામાં મદદ કરે છે, જેનાથી હૃદય સ્વસ્થ રહે છે અને હૃદય સબંધિત બીમારીઓનું જોખમ ઓછું રહે છે.  

પાચન તંત્રમાં સુધારો કરે 

ઈલાયચીનું સેવન કરવાથી આહારનું પાચન ખુબ જ સરળ બને છે. જેના કારણે પેટમાં ગેસ, એસીડીટી, કબજિયાત અને પાચનને લગતી ઘણી સમસ્યાઓથી બચી શકાય છે. ઈલાયચીનું સેવન કરવાથી પાચનની સમસ્યાના પરિણામે ઉબકા સામે લડવામાં અસરકારક રીતે મદદ મળે છે. પેટના અલ્સરને મટાડવામાં ઈલાયચી મદદ કરે છે.

રોગપ્રતિકારક શક્તિને વધારે છે

ઈલાયચી એન્ટીઓકિસડન્ટોથી ભરપૂર છે. આ એન્ટીઓકિસડન્ટો તમારા કોષોને નુકસાનથી બચાવી શકે છે, તમારા શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢી શકે છે, ફ્રી રેડિકલ સામે લડી શકે છે, બળતરા ઓછી કરી શકે છે અને રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરી શકે છે.

કેન્સરને દૂર રાખવામાં મદદ કરે છે

ઈલાયચી એન્ટી કેન્સર પ્રોપર્ટીઝથી ભરપૂર હોય છે, જે કેન્સર સેલ્સ ઘટાડવામાં મદદ કરે છે. ત્યારે આવા સમયે ઈલાયચીનું સેવન કરવાથી કેન્સરને દૂર રાખવામાં મદદ મળે છે. ઈલાયચી આપણા શરીરમાં અમુક ઉત્સેચકોની પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા સક્ષમ છે જે કેન્સરને રોકવામાં મદદ કરે છે.

માઉથ ફ્રેશનર તરીકે ઉપયોગ લઈ શકાય

મિન્ટ-ફ્રેશ શ્વાસ અને ઉત્તમ સ્વાદ માટે, ઈલાયચી ચાવવી એ ઘણી સામાન્ય પ્રથા છે. તે મોંના બેક્ટેરિયા સામે લડવાની ક્ષમતા ધરાવે છે. તે તમારા તમારા દાંતના સ્વાસ્થ્યને પણ સુધારે છે.

ત્વચાની સંભાળ માટે મદદરૂપ

જે લોકો ખીલ વગેરેની સમસ્યાથી પરેશાન હોય તેમણે રોજ રાત્રે ઈલાયચીનું સેવન કરવું જોઈએ. સૂતા પહેલા ગરમ પાણીની સાથે એક ઈલાયચી ખાવાથી ત્વચા સંબંધિત સમસ્યાઓમાંથી રાહત મળે છે.

બ્લડ સુગરના સ્તરને જાળવે છે 

ઈલાયચી ફેફસાના રક્તસંચારની ગતિ જાળવવામાં મદદ કરે છે. ઈલાયચીમાં પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ જેવા અન્ય મિનરલ્સ જોવા મળે છે. ઈલાયચીનું સેવન કરવાથી તે લોહીને સાફ કરીને બ્લડ સુગરને જાળવવામાં મદદ કરે છે.

ગર્ભવતી સ્ત્રીઓ માટે ઉત્તમ 

ગર્ભવતી સ્ત્રીઓને જો ચક્કર આવવાની સમસ્યા રહેતી હોય તો ઈલાયચીના કાઢામાં ગોળ મિક્સ કરીને સવાર અને સાંજ પીવાથી ચક્કર આવવાની સમસ્યા દૂર થઈ થાય છે.