નવરાત્રીમાં સેલિબ્રિટી લુકની કોપી કરીને લહેંગા ચોલી તૈયાર કરાવી ગરબામાં છવાઈ જવા થઈ જાઓ તૈયાર

ભારત ઉત્સવ પ્રિય દેશ ગણાય છે અને તેમાં પણ નવરાત્રીનો તહેવાર સૌ કોઈના મનમાં એક અનેરૂં સ્થાન ધરાવે છે. નવરાત્રી દરમિયાન સાંજના સમયે આરતીમાં જોડાવાથી લઈને મોડી રાત સુધી મિત્રો અને સગા સંબંધીઓ સાથે ગરબા ગાઈને તમે તમામ ચિંતાઓ ભૂલી વર્તમાનને માણવામાં મગ્ન થઈ શકો છો.  તેમાં પણ ગુજરાતમાં નવરાત્રી દરમિયાન 9 દિવસ ગરબા ગાઈને […]

Share:

ભારત ઉત્સવ પ્રિય દેશ ગણાય છે અને તેમાં પણ નવરાત્રીનો તહેવાર સૌ કોઈના મનમાં એક અનેરૂં સ્થાન ધરાવે છે. નવરાત્રી દરમિયાન સાંજના સમયે આરતીમાં જોડાવાથી લઈને મોડી રાત સુધી મિત્રો અને સગા સંબંધીઓ સાથે ગરબા ગાઈને તમે તમામ ચિંતાઓ ભૂલી વર્તમાનને માણવામાં મગ્ન થઈ શકો છો. 

તેમાં પણ ગુજરાતમાં નવરાત્રી દરમિયાન 9 દિવસ ગરબા ગાઈને માતાજીની આરાધના કરવાનું અનેરૂં મહત્વ રહેલું છે. નવરાત્રી દરમિયાન ગરબા વખતે નાની નાની બાળકીઓ અને યુવતીઓથી માંડીને મોટી ઉંમરની સ્ત્રીઓ પણ સજી ધજીને ગરબા રમવા ઉત્સાહી થઈ જાય છે. સૌ કોઈ ચણિયા ચોળીથી લઈને આભૂષણો અને મેકઅપ દ્વારા શ્રેષ્ઠ રીતે તૈયાર થઈ ગરબાની મજા માણે છે. 

આ વખતે નવરાત્રી દરમિયાન ગરબા માટે સેલિબ્રિટીઝના લુકની કોપી કરીને તમારી જાતને એક અલગ અંદાજમાં રજૂ કરવા વિચારવું જોઈએ. આ માટે અહીં દર્શાવેલા લહેંગા ચોલી માટેના સેલિબ્રિટીઝના કલર કોમ્બિનેશન પર એક નજર નાખો. 

1. મિરર વર્કમાં જાન્હવી કપૂરનો અંદાજ

નવરાત્રી દરમિયાન મિરર વર્કના વસ્ત્રોનું અનેરૂં આકર્ષણ હોય છે. રાત્રિના અંધારામાં રોશનીના પ્રકાશ દરમિયાન મિરર વર્કના કપડાં એક અનેરી રોનક પાથરી દે છે. મિરર વર્કના લહેંગા ચોલી સાથે તમે કોન્ટ્રાસ્ટ કલરમાં નેટનો દુપટ્ટો ઓઢી શકો છો. 

2. ખુશી કપૂરનો ફ્યુઝન લુક

ગરબા માટે ખુશી કપૂરનો લુક રિક્રિએટ કરવા માટે ક્લાસિક સફેદ લહેંગા ચોલી સાથે ઓક્સોડાઈઝની જ્વેલરી કેરી કરો. લહેંગા ચોલીનો આ પ્રકારનો હળવો રંગ ગરબા દરમિયાન તમને અન્ય લોકોથી અલગ પાડશે. સાથે જ આ લુકને બોહેમિયન ટચ આપવા માટે તમે ગરબામાં બાંધણીનો દુપટ્ટો પણ ઓઢી શકો છો. 

3. કેટરિના કપૂરનો ફ્લાવર લુક

કેટરિના કૈફના ફ્લાવર પ્રિન્ટવાળા વર્ક વગરના લહેંગા ચોલીના લુકને કોપી કરીને નવરાત્રીમાં ગરબા દરમિયાન તમે ખૂબ જ હળવાશ અનુભવી શકશો. કેટરિના કૈફે મોટા મોટા ફૂલવાળા આસમાની રંગના લહેંગા ઉપર થોડા ઘાટા વાદળી રંગનો ઝીણા ફૂલની ડિઝાઈનવાળો બ્લાઉઝ પહેર્યો હતો અને લહેંગા જેવી જ ડિઝાઈનવાળા દુપટ્ટામાં બ્લાઉઝની પ્રિન્ટવાળી લેસથી સિમ્પલ પણ એલિગન્ટ લુક મેળવ્યો હતો. તમે પણ આવા લહેંગા ચોલી તૈયાર કરાવીને ઓછા બજેટમાં સ્પેશિયલ લુક મેળવીને મુક્ત મને ગરબાનો આનંદ માણી શકશો.

4. સારા અલી ખાનનો બાર્બી લુક

ભારતમાં પણ અમેરિકાની ફેન્ટસી કોમેડી ફિલ્મ બાર્બીને લઈ યુવા વર્ગમાં જોરદાર ઉત્સાહ જોવા મળ્યો હતો. ત્યારે આ વખતે નવરાત્રી દરમિયાન તમે સારા અલી ખાનના લુકને કોપી કરીને તમારી એક અલગ જ સ્ટાઈલ વડે સૌનું ધ્યાન આકર્ષી શકો છો. 

બાર્બી પિંક શેડ્સના સિલ્ક મટીરિયલમાં ઝીણા ગોલ્ડન એમ્બ્રોઈડરી વર્કના લહેંગા ચોલીમાં તમે લેટેસ્ટ ફેશન સાથે ગરબાનો આનંદ માણી શકશો. આ ઉપરાંત જો તમે બોલ્ડ સ્ટેટમેન્ટ જાળવવા માગતા હોવ તો બાર્બીના સ્પેગેટી ટોપ સ્ટાઈલમાં બ્લાઉઝ તૈયાર કરાવીને તમે તમારા લુકને ચાર ચાંદ લગાવી શકો છો.