કોથમીર સ્વાથ્ય માટે છે ખુબ જ ગુણકારી, જાણો તેના ફાયદા

અસ્વસ્થ જીવનશૈલીને કારણે તમારા શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર વધે છે, જે એલડીએલ તરીકે ઓળખાય છે. ખરાબ કોલેસ્ટ્રોલ હૃદય પર ખરાબ અસર કરી શકે છે. જે હાર્ટ એટેક અને સ્ટ્રોક જેવી સમસ્યાઓનું મુખ્ય કારણ બની શકે છે. ભારતીય રસોડામાં મુખ્ય ઘટક ગણાતું કોથમીર એ અનેક સ્વાસ્થ્ય લાભો ધરાવે છે. કોથમીરને તમારા આહારમાં સામેલ કરવાથી તે ઉચ્ચ […]

Share:

અસ્વસ્થ જીવનશૈલીને કારણે તમારા શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર વધે છે, જે એલડીએલ તરીકે ઓળખાય છે. ખરાબ કોલેસ્ટ્રોલ હૃદય પર ખરાબ અસર કરી શકે છે. જે હાર્ટ એટેક અને સ્ટ્રોક જેવી સમસ્યાઓનું મુખ્ય કારણ બની શકે છે. ભારતીય રસોડામાં મુખ્ય ઘટક ગણાતું કોથમીર એ અનેક સ્વાસ્થ્ય લાભો ધરાવે છે. કોથમીરને તમારા આહારમાં સામેલ કરવાથી તે ઉચ્ચ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરે છે તેમજ તે બ્લડ સુગરના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. 

કોથમીરના સ્વસ્થ્ય માટે ફાયદા:

રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે 

વિટામિન એ અને વિટામિન સી સિવાય, કોથમીરમાં અન્ય ઘણા પોષક તત્વો છે. હર્બલ ટી અને ઉકાળો બનાવવા માટે કોથમીરનો ઉપયોગ કરવામાં આવે છે. કોથમીરના પાણીનું નિયમિત સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. 

ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડે છે 

કોથમીરખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરે છે. આ સાથે તે હૃદયને પણ સ્વસ્થ રાખે છે. જે લોકોનું ખરાબ કોલેસ્ટ્રોલ વધી ગયું હોય તેઓ દરરોજ કોથમીરનું સેવન કરી શકે છે. તે હૃદયને પણ સ્વસ્થ રાખે છે.

પાચનશક્તિમાં સુધારો કરે છે

કોથમીર આંતરડાની બધી સમસ્યાઓ માટે ઉપયોગી છે, જેમાં પેટનું ફૂલવું, ગેસ્ટ્રિક, ઝાડા, ઉબકા વગેરેનો સમાવેશ થાય છે. તે લગભગ બધી પાચન સમસ્યાઓનું સમાધાન છે. તેમાં ડાયેટરી ફાઈબર હોય છે અને તે એન્ટીઓકિસડન્ટનો સારો સ્રોત પણ છે.

ડાયાબિટીસ ઘટાડવામાં મદદ કરે છે 

કોથમીર એન્ટીઓકિસડન્ટ અને અન્ય આવશ્યક વિટામિન્સનો સારો સ્રોત છે જે શરીરમાં બ્લડ સુગરના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

આંખો માટે ફાયદાકારક છે 

કોથમીરમાં કેરોટીનોઈડ્સ હોય છે જે આંખોનું રક્ષણ કરે છે અને દ્રષ્ટિ સુધારે છે. કોથમીરમાં લ્યુટીન, બીટા કેરોટિન અને ઝેક્સાન્થિન જેવા કેરોટીનોઈડ્સ હોય છે. તેઓ આંખના ચેપને અટકાવે છે. લ્યુટીન અને ઝેક્સાન્થિન વય સંબંધિત આંખની સમસ્યાઓનું જોખમ ઘટાડે છે. 

હાડકાં માટે ફાયદાકારક છે 

કોથમીરમાં વિટામિન કે હોય છે. તે આપણા હાડકાં માટે ફાયદાકારક છે. આપણા હાડકાને મજબૂત રાખવા અને હાડકાના રોગો થતા અટકાવવા માટે ઘણા વિટામિન્સ અને મિનરલ્સની જરૂર પડે છે. 

વાળ અને ત્વચાના સ્વાસ્થ્યમાં સુધારો કરે છે

કોથમીરમાં વિટામિન કે, સી, બી ભરપૂર માત્રામાં હોય છે તેમજ એન્ટિઓક્સિડન્ટ્સ અને અન્ય મિનરલ્સ પણ હોય છે જે ત્વચા અને વાળના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તમે તમારા આહારમાં કોથમીરનો સમાવેશ કરીને ચમકદાર ત્વચા મેળવી શકો છો.

શરીરને હાઈડ્રેટેડ રાખે છે

ઉનાળાની ઋતુમાં કોથમીરનું પાણી સ્વાસ્થ્ય માટે વરદાન છે. તેના નિયમિત સેવનથી શરીર હાઈડ્રેટેડ રહે છે તેમજ તે શરીરને તાજગી અને ઉર્જા પ્રદાન કરે છે.