કીટો ડાયટ દરમિયાન ગળ્યું ખાવાની બહુ ઈચ્છા થાય છે? આ 5 હેલ્ધી સ્નેક્સ અજમાવો.

કીટો ડાયટને અનુસરવું એ વજન ઘટાડવાનો સૌથી સારો રસ્તો છે. જો કે, કીટો ડાયટ દરમિયાન ઘણા લોકો જે પડકારોનો સામનો કરે છે તેમાંથી એક છે કંઈક મીઠું ખાવાની પ્રબળ ઈચ્છા. તેનો સામનો કરવા માટે તમે આ 5 હેલ્ધી સ્નેક્સ અજમાવી શકો છો. કીટોજેનિક આહારના કારણે વજન જળવાઈ રહેતું હોવાને કારણે તેને ખુબ જ  તાજેતરના વર્ષોમાં […]

Share:

કીટો ડાયટને અનુસરવું એ વજન ઘટાડવાનો સૌથી સારો રસ્તો છે. જો કે, કીટો ડાયટ દરમિયાન ઘણા લોકો જે પડકારોનો સામનો કરે છે તેમાંથી એક છે કંઈક મીઠું ખાવાની પ્રબળ ઈચ્છા. તેનો સામનો કરવા માટે તમે આ 5 હેલ્ધી સ્નેક્સ અજમાવી શકો છો.

કીટોજેનિક આહારના કારણે વજન જળવાઈ રહેતું હોવાને કારણે તેને ખુબ જ  તાજેતરના વર્ષોમાં ખૂબ જ લોકપ્રિયતા મળી છે. પરંતુ કીટો જીવનશૈલી અપનાવતી વખતે લોકોને જે મુખ્ય પડકારોનો સામનો કરવો પડે તે છે કંઈક મીઠું ખાવાની પ્રબળ ઈચ્છા. 

કીટો આહાર દરમિયાન સુગરની ક્રેવિંગ્સને હરાવવા માટે 5 હેલ્ધી સ્નેક્સ 

1. તાજા ફળ

બેરી, સફરજન અથવા નારંગી જેવા કુદરતી રીતે મીઠા, ઉચ્ચ ફાઇબરવાળા ફળો પસંદ કરો. જરૂરી મિનરલ તેમજ વિટામિન મળવાની સાથે-સાથે આ બધા ફળ તમારી કંઈક મીઠું ખાવાની ઈચ્છા પણ પુરી કરશે..

2. ઝુચીની ચિપ્સ

ઝુચીની ચિપ્સ એ બટાકાની ચિપ્સનો સૌથી સારો વિકલ્પ છે. ઝુચીનીની પાતળી સ્લાઇસ કરો, તેને ઓલિવ તેલમાં નાખો, તમારી પસંદગીના મસાલા નાખો અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને શેકો. ઘરે બનાવેલી આ ચિપ્સમાં કાર્બોહાઇડ્રેટ્સનું પ્રમાણ ઓછું હોય છે અને તેનો સ્વાદ વધુ સારો હોય છે.

3. ગ્રીક યોગર્ટ 

ફુલ-ફેટ ગ્રીક યોગર્ટ પસંદ કરો, જેમાં કાર્બોહાઇડ્રેટ ઓછું હોય અને પ્રોટીન વધુ હોય છે. તેથી, તેને આરોગ્ય બાદ લાંબા સમય સુધી તમને ભૂખ નહીં લાગે. વધુમાં, તે કેલ્શિયમ અને પ્રોબાયોટીક્સનો ઉત્તમ સ્ત્રોત છે, જે આંતરડાને સ્વસ્થ બનાવે છે. 

4. રાઈસ કેક્સ 

આખા અનાજની ચોખાની કેક પસંદ કરો અને તેના ઉપર બદામ અથવા પીનટ બટર લગાવી દો. આ વાનગી પ્રોટીન, ફેટ અને સ્વાદિષ્ટ સ્વાદ આપે છે.

5. ડાર્ક ચોકલેટ

હા, તમે હજુ પણ કીટો ડાયેટમાં ચોકલેટનો આનંદ માણી શકો છો! કોકોની ઊંચી ટકાવારી (70 ટકા કે તેથી વધુ) અને ઓછામાં ઓછી ખાંડવાળી ડાર્ક ચોકલેટ પસંદ કરો. તે એન્ટીઑકિસડન્ટનો સ્ત્રોત છે અને દૂધવાળી ચોકલેટ કરતાં ઓછી ખાંડ ધરાવે છે. જે તમારી કીટો ડાયટને નુકસાન કર્યા વગર તમારી ગળ્યું ખાવાની ઈચ્છા પુરી કરી શકે છે.