Daily Horoscope 16 December 2023: બુધાદિત્ય યોગથી આજે મેષ-મિથુન રાશિના જાતકોને ઘી-કેળાં

Daily Horoscope: શનિવારે સૂર્ય ગોચર મૂળ નક્ષત્રના પ્રથમ તબક્કામાંથી પસાર થઈને ધન રાશિમાં પ્રવેશ કરશે. જે બાદ સૂર્ય અને બુધ વચ્ચે બુધાદિત્ય યોગ બનશે.

Share:

હાઈલાઇટ્સ

  • કુંભ રાશિના જાતકોએ આજે મહેનત કરવી પડશે
  • આ રાશિને બિઝનેસમાં મોટો ફાયદો થવાની શક્યતા
  • પ્રેમી સાથે ક્યાંક ફરવા જવાનો પ્લાન પણ બનાવી શકો છો

Horoscope: આજે ધનુ સંક્રાતિ છે. સૂર્ય પોતાના મિત્ર ગુરુમાં ગોચર કરી રહ્યા છે. સૂર્ય સાથે આજે ધનુ રાશિમાં બુધ પણ બિરાજમાન રહેશે. સૂર્ય અને બુધની યુતિથી આજે વધુ એક બુધાદિત્ય યોગ બનવા માટે જઈ રહ્યો છે. આ રીતે સૂર્ય પર ગુરુની શુભ દ્રષ્ટિ પણ બની રહેશે. આજે મંગળની રાશિ મેષ અને બુધની રાશિ મિથુનના જાતકોને લાભ થશે, ત્યારે આવો જોઈએ કે અન્ય રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ. 

મેષ 
મેષ રાશિના જાતકો માટે શનિવારનો દિવસ ભાગ્યશાળી રહેવાનો છે. આજે તમને પરિવારનો સંપૂર્ણ સાથ મળશે. નોકરી વ્યવસાયમાં પણ અધિકારીઓો સાથ મળશે. આજે તમે બહાર જમવા જવા માટેનો પ્લાન બનાવી શકો છો. પ્રેમી સાથે તાલમેળ જળવાઈ રહેશે. 

વૃષભ
આ રાશિના જાતકો માટે આજનો દિવસ અનૂકુળ રહેશે. આજે તમારે કોઈ પણ જોખમી કામ કરતા પહેલાં ચેતવું પડશે. કામકાજને લઈને આજે તમારે મુસાફરી કરવી પડી શકે છે. આજે તમને કોઈ સારા સમાચાર મળી શકે છે. 

મિથુન 
આજે તમને તમારા કાર્યક્ષેત્રમાં મહેનતો લાભ મળશે. આજે તમારો આર્થિક પક્ષ પણ સારો રહેશે. કોઈ વિચારેલા કામમાં સફળતા મળશે તમને ખુશી મળશે. જીવનસાથી સાથે પણ સંબંધો સુમેળભર્યા રહેશે. શુભ કાર્યો કે યાત્રાના કારણે રુપિયાનો ખર્ચ થઈ શકે છે. 

કર્ક 
આ રાશિના જાતકોને વૈવાહિક મામલે સુખ મળશે. પ્રેમી સાથે આજે ફરવા જવા માટેનો પ્લાન બની શકે છે. આજે વેપારમાં આશા કરતા ઓછો ફાયદો થવાની શક્યતા છે. આર્થિક રીતે પણ થોડી તંગી પડી શકે છે. વાહન પર તમારા રુપિયા વપરાઈ શકે છે. 

સિંહ 
સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ ઉત્સાહવર્ધક અને સારો રહેશે. આજે સંતાન પક્ષ તરફથી સારા સમાચાર મળી શકે છે. એજ્યુકેશન કે કોઈ પ્રતિયોગિતામાં સારુ પ્રદર્શન કરી શકશો. તમારો પ્રભાવ પણ આજે વધશે. ખાવા પીવાના મામલે ધ્યાન રાખજો. 

કન્યા
આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે. પરિવારના કોઈ સભ્યની લગ્નની વાત આજે ચાલી શકે છે. પરિવારમાં કોઈ માંગલિક કે શુભ કાર્ય મામલે પણ ચર્ચાઓ થશે. દોસ્તોના સહયોગથી તમારુ અગત્યનું કામ આજે પૂરુ થઈ શકે છે. 

તુલા
આજે તમે તમારો સમય પરિવાર સાથે વીતાવશો, એટલે પરિવાર સાથે સંબંધો મજબૂત બનશે. જો કોઈ સભ્યને સ્વાસથ્ય સંબંધિત તકલીફ હોય તો આજે ખાસ ધ્યાન રાખજો. મહિલાઓને આજે સાસુમા દ્વારા કોઈ ચોક્કસ ફાયદો થઈ શકે છે. 

વૃશ્વિક 
આજનો દિવસ તમારા માટે જોશથી ભરપૂર રહેશે. બિઝનેસમાં તમારી સ્કિલ અને કાર્યકુશળતાનો લાભ મળશે. આજનો દિવસ ખાસ હોવાથી તમને સન્માન મળશે. કરિયરમાં આગળ વધવાની ભરપૂર તકો મળશે. જો કે, થોડી તંગી પડશે. 

ધન
આ રાશિના જાતકોએ આજે પોતાની વાણી અને વ્યવહાર પર અંકુશ રાખવાની જરુર છે. ગુસ્સો અને વાણીના કારણે તમારી નજીકના લોકો નારાજ થઈ શકે છે. આજે સાસરી પક્ષ દ્વારા લાભ મળશે. ખાવા પીવામાં અને શોખ પાછળ ખર્ચો થશે. 

મકર 
આજે તમારુ મન આધ્યાત્મ અને ધાર્મિક બાબતો પ્રત્યે રહેશે. શાંતિ મેળવવા માટે યોગા કરી શકો છો. આજે તમારા બાળકો તરફથી પણ સકારાત્મક સમાચાર મળી શકે છે. લવ લાઈફમાં નવી ઉર્જાનો સંચાર થશે. પરિવાર સાથે ક્યાંક ફરવા જવાનો પ્લાન બનાવી શકો છો. 

કુંભ
આજે તમને માનસિક ઉથલ પાથલ જોવા મળી શકે છે. આજે તમારે વધારે મહેનત કરવી પડશે, પણ એનું પરિણામ કાલે મળશે. એટલે નિરાશ થયા વગર મહેનત પર ધ્યાન રાખજો. આજે જૂના મિત્ર સાથે મળવાની તક મળી શકે છે. 

મીન
આ રાશિના જાતકો માટે આજનો દિવસ રસપ્રદ રહેશે. જો તમે કોઈને રુપિયા ઉધાર આપ્યા હોય તો આજે એ પાછા મળી શકે છે. તમારી સલાહોનું પણ સ્વાગત થશે. તમારું સન્માન અને પ્રભાવમાં પણ વધારો થશે. દાન ધર્મ પણ કરી શકો છો.