Daily Horoscope 17 December 2023: વૃષભ અને ધન રાશિ માટે આજનો દિવસ લાભદાયક, અન્યો માટે કેવો રહેશે?

Horoscope Today 17 December 2023: આજે રવિવારે ચંદ્રમાનું ગોચર કુઙ રાશિમાં થવા જઈ રહ્યું છે. ધનિષ્ટ નક્ષત્ર પર સવાર થઈને ચંદ્રમા બપોર બબાદ મકરમાંથી કુંભ રાશિમાં પ્રવેશ કરશે અને શનિની સાથે યુતિ સંબંધ બનાવશે.

Share:

હાઈલાઇટ્સ

  • મેષ રાશિના જાતકોએ આજે વધારે મહેનત કરવી પડશે
  • મીન રાશિના જાતકોને માનસિક શાંતિ મળશે
  • કુંભ રાશિના જાતકો માટે દિવસ સામાન્ય રહેશે

Daily Horoscope: આજે વૃષભ અને ધન રાશિને લાભ થાય એવા યોગ બનવા જઈ રહ્યા છે. સૂર્ય બુધ યુતિ અને ચંદ્ર શનિ યુતિ વચ્ચે આ રાશિઓને લાભ મળવા જઈ રહ્યો છે. તો અન્ય રાશિઓના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે, આવો જોઈએ વિસ્તારપૂર્વક. 

મેષ 
મેષ રાશિના જાતકોએ આજે વધારે મહેનત કરવી પડશે. આજે સવારથી ઉઠ્યા બાદ તમે તમારા અધૂરા કામો પૂરા કરવા માટે પ્રયાસ કરશો. જો કે, રવિવાર હોવાથી પણ આરામ ન મળવાથી તમે થાક અનુભવશો. આજે પ્રેમી સાથે રોમાન્ટિક ક્ષણો વીતાવી શકો છો. 

વૃષભ
આજનો દિવસ વૃષભ રાશિના જાતકો માટે મહત્વકાંક્ષા પૂરી કરવાવાળો રહેશે. તમે વિચારેલી કેટલીક યોજનાઓ આજે પૂરી થઈ શકે છે. જો તમે કોઈ નવો વેપાર શરુ કરવા માટે જઈ રહ્યા હોવ તો સૌથી પહેલાં તમારા માતા પિતા અને અન્યની સલાહ લો. 

મિથુન
મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ સારો છે, એમ કહી શકાય. નાના વેપારીઓને આજે મહેનત મુજબ લાભ ન મળવાથી તેઓ નિરાશા અનુભવી શકે છે. તમારા જીવનસાથીનું થોડુ ધ્યાન રાખજો. આવનારા અઠવાડિયામાં કોઈ યાત્રાના યોગ બની શકે છે. 

કર્ક 
કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય રહેશે. આજે તમે મિત્રો સાથે ક્યાંક ફરવા જવાનો પ્લાન બનાવી શકો છો. કોઈ દોસ્ત સાથે વિવાદ થાય તો તમારી વાણી અને વર્તન પર કાબૂ રાખજો. દિવસનો બીજો ભાગ ખર્ચાળ રહેશે, ધ્યાનથી વાપરજો. 

સિંહ 
સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ સકારાત્મક પરિણામો લઈને આવ્યો છે. આજનો દિવસ તમને દરેક ક્ષેત્રમાં લાભ અને ખુશી પ્રદાન કરશે. જો તમે આજે નોકરી બદલાવા જઈ રહ્યા છો તો આજનો દિવસ અનૂકુળ છે. લાંબા સમયથી અટવાયેલા રુપિયા મળી શકે છે. 

કન્યા
આજનો દિવસ કન્યા રાશિના જાતકો માટે ખાસ રહેવાનો છે. સંગીત અને રચનાત્મક કાર્યોમાં તમારી રુચિ રહેશે. આજે તમને તમારા કામની ભારોભાર પ્રશંસા મળશે. તમારુ અલગ અલગ વ્યક્તિત્વ જોઈને લોકો પણ ચોંકી જશે. રુપિયા રોકતા પહેલાં વિચારજો. 

તુલા
તુલા રાશિના જાતકોએ આજે પોતાનું કામ ધૈર્ય અને સંયમથી કરવું પડશે. વેપાર અને કરિયરના મુદ્દે આજનો દિવસ સારો રહેશે. સામાજિક ક્ષેત્રે સન્માન મળશે અને કોઈ નવી ઓફર મળી શકે છે. વૈવાહિક જીવનમાં પ્રેમ જળવાઈ રહેશે. 

વૃશ્વિક
આજે આ રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ ફળદાયી સાબિત થશે. સરકારી ક્ષેત્રે કામ કરનારા લોકોએ સજાગ અને ઈમાનદારીથી કામ કરવું પડશે નહીં તો ક્યાંક ફસાઈ શકો છો. સાસરી પક્ષના કોઈ વ્યક્તિ સાથે લેણદેણ કરતા વિચારજો. 

ધન
આજનો દિવસ ધન રાશિના જાતકો માટે ઉત્સાહવર્ધક અને લાભપ્રદ રહેશે. જો તમે જમીન, મકાન, વાહન વગેરે કંઈ ખરીદવા જઈ રહ્યા છો તો આજનો દિવસ સારો છે. જે લોકો પ્રોપર્ટી ડિલરનું કામ કરે છે તેમને લાભ મળશે. 

મકર
આજનો દિવસ તમારો વ્યસ્ત રહેવાનો છે. આજે તમારા જરુરી કાર્યોને પતાવવાના પ્રયાસમાં રહેશો. આજે ખિસ્સા પર પણ થોડો ભાર પડી શકે છે. એટલા માટે વ્યવહારિકતાથી કામ લેજો. સ્વાસ્થ્ય મામલે પણ તમારે ધ્યાન રાખવું પડશે. 

કુંભ
આજનો દિવસ કુંભ રાશિના જાતકો માટે સામાન્ય રહેશે. લવ લાઈફ મામલે દિવસનો બીજો ભાગ આજે સારો રહેશે. પ્રેમી સાથે ક્યાંક બહાર ફરવા જવા
માટેનો પ્લાન પણ બનાવી શકો છો. ખર્ચની બાબતમાં તમે સંયમથી ચાલશો અને ખર્ચા પર નિયંત્રણ રાખી શકશો. 

મીન
મીન રાશિના જાતકોને આજે માનસિક શાંતિ મળશે. તમારામાં દયા ભાવ વધશે અને કોઈની મદદ માટે તમે આગળ આવશો. કોઈના તરફથી તમને ગિફ્ટ મળી શકે છે. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખજો. પરિવારમાં ચાલી રહેલો વિવાદ દૂર થઈ શકે છે.