Daily Horoscope : ગ્રહો અને નક્ષત્રોની ચાલના માધ્યમથી રાશિફળનું આંકલન કરવામાં આવતું હોય છે. રાશિફળથી ભવિષ્યમાં થનારી ઘટનાઓનું માત્ર અનુમાન લગાવી શકાય છે. ગ્રહોની ચાલના આધારે આજે મેષ અને વૃષભ રાશિના જાતકોએ સાવધાની રાખવી પડશે. ત્યારે અન્ય રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે, આવો જાણીએ પંડિત સત્યમ વિષ્ણુ અવસ્થી પાસેથી.
મેષ (Aries Horoscope)
ધાર્મિક આયોજનોમાં તમારો આજે ખર્ચો થઈ શકે છે. ધર્મ અને કર્મમાં તમારી આસ્થામાં વધારો થશે. જો કોઈ ખાનગી કામ અટકી પડ્યું હશે તો તેમાં આવતી અડચણો આજે દૂર થશે. પરીક્ષામાં આજે તમારે વધારે મહેનત કરવી પડશે.
વૃષભ (Taurus Horoscope)
જૂઠુ બોલવાથી આજે તમારે બચવું પડશે. આજે તમને વાહનનું સુખ મળી શકે છે. તમારી વાણી પર કાબૂ રાખજો. આજે તમારી ચિંતામાં પણ વધારો થઈ શકે છે. ધૈર્ય રાખો અને આગળના કામની રણનીતિ નક્કી કરો.
મિથુન (Gemini Horoscope)
પ્રેમ પ્રસંગમાં આજે તમને અનૂકુળતા રહેશે. આજે તમને ભય અને ચિંતા કોરી ખાશે. રાજકીય કોઈ અડચણ હશે તો આજે તે દૂર થઈ શકે છે. તમને એક સલાહ છે કે ખોટી સંગતથી દૂર રહેજો.
કર્ક (Cancer Horoscope)
સમય પર કામ પૂરુ કરવાનો પ્રયાસ કરજો. શારીરિક થાક લાગી શકે છે. આજે સંપતિ સંબંધિત કોઈ કામ હશે તો લાભ થશે. નવી રોજગારીની તકો પણ મળવાની શક્યતા છે. આજે તમારે યાત્રાનો યોગ બની રહ્યો છે.
સિંહ (Leo Horoscope)
તમારી સ્કીલને રજૂ કરવાની આજે તમને સારી તક મળશે. સામાજીક ખ્યાતિમાં પણ વધારો થશે. વિદ્યાર્થીઓને આજે સફળતા મળશે. સાથે જ આજે તમને મનપસંદ ભોજનનો પણ આનંદ લઈ શકશો.
કન્યા (Virgo Horoscope)
આજે તમારે પારીવારિક વિવાદથી દૂર રહેવું પડશે નહીં તો સંબંધમાં ખટાશ આવી શકે છે. પરંતુ હા, આજે સુખદ સમાચાર પણ મળી શકે છે. વિવાદથી દૂર રહેજો, નહીં તો આત્મ સન્માન ઘવાશે. વેપારમાં ફાયદો થશે.
તુલા (Libra Horoscope)
કર્મચારીઓ અનિયમિતતાથી પરેશાન રહેશે. માથાનો દુઃખાવો રહેશે. નોકરીમાં કરવામાં આવેલા પ્રયાસો સફળ રહેશે. તમારી પ્રતિષ્ઠા વધશે. આજે રોકાણ કરવાથી ફાયદો થશે. ધન પ્રાપ્તિ થઈ શકે છે.
વૃશ્વિક (Scorpio Horoscope)
છેલ્લાં કેટલાંક દિવસોથી તમે યાત્રા કરવાનું વિચારો છો તો આજે તે પૂરી થઈ શકે છે. દોસ્તો સાથે મનોરંજક સમય પસાર થશે. થોડા થાક અને ચિંતા રહેશે. સારા સમાચાર મળી શકે છે અને રોકાણ કરવાથી લાભ થઈ શકે છે.
ધન (Sagittarius Horoscope)
વેપારમાં આવી રહેલી અડચણોથી તમારુ મનોબળ તૂટશે. પ્રેમ પ્રસંગમાં પણ સાવધાની રાખજો. બેરોજગારી દૂર થઈ શકે છે. બસ પ્રયાસ ચાલુ રાખો. યાત્રાથી આજે લાભ થઈ શકે છે.
મકર (Capricorn Horoscope)
તમે તમારા કામ પર ધ્યાન આપી રહ્યાં નથી. સમયસર સુધરી જજો. નહીં તો સમય જ તમને જાતે જ સુધારી દેશે. જીવનસાથીની ચિંતા રહેશે. વિવાદમા વધારે પડતા નહીં. નકામાં ખર્ચા થઈ શકે છે. જૂની બીમારી ઉથલો મારી શકે છે.
કુંભ (Aquarius Horoscope)
જો તમે સફળ થવા માગતા હોવ તો તમારો દ્રષ્ટિકોણ સ્પષ્ટ રાખજો. થાક અને ચિંતા રહી શકે છે. તણાવ પણ આજે તમને કોરી ખાશે. ક્યાંક રોકાણ કરશો તો ફાયદો થશે. આજે કોઈ યાત્રા પર જવાનું થઈ શકે છે.
મીન (Pisces Horoscope)
ભક્તિભાવમાં તમારું મન લાગશે. સામાજીક પ્રતિષ્ઠા પણ વધશે. વેપારને લઈ કોઈ નવી યોજના બનાવી શકો છો. કામ કરવાની સ્ટાઈલમાં સુધારો થશે. આજે રોકાણ કરશો તો ભવિષ્યમાં ફાયદો થઈ શકે છે.
Disclaimer : અહીં આપવામાં આવેલી તમામ માહિતી માત્ર સામાન્ય માનતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. saurashtrakutch.com આ માન્યતાઓ અને જાણકારીઓની પુષ્ટિ કરતું નથી. આ અંગે માહિતી માટે તમે તમારા વિશેષજ્ઞની સલાહ લો.