Daily Horoscope 24 December 2023 : વૃષભ અને સિંહ સહિત આ રાશિ માટે આજનો દિવસ શુભ

Daily Horoscope : ગ્રહોની ચાલથી રાશિફળનું અનુમાન કરવામાં આવે છે. આજનો દિવસ તમામ રાશિ માટે કેવો રહેશે એના વિશે તમને બતાવીશું. આવો આચાર્ય પંડિત સત્યમ વિષ્ણુ અવસ્થી પાસેથી જાણીએ કે આજનો દિવસ કેવો રહેશે.

Share:

હાઈલાઇટ્સ

  • તુલા રાશિના જાતકોએ દુશ્મનથી સાવધાન રહેવું પડશે
  • મિથુન રાશિના લોકોએ સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે
  • મીન રાશિના લોકો માટે આજનો દિવસ સારો રહેશે

Daily Horoscope : ગ્રહોની ચાલના આધારે રાશિફળનું અનુમાન લગાવવામાં આવતુ હોય છે. આજનો દિવસ એટલે કે રવિવાર વૃષભ અને સિંહ સહિત આ છ રાશિના જાતકો માટે સારો રહેવાનો છે. 

મેષ
કોઈની સાથે વિવાદ ચાલતો હોય તો બચજો. ખાવા પીવામાં ખાસ ધ્યાન રાખજો. સમયસર ભોજન કરવું ભારે પડી શકે છે. વાણી અને ખર્ચ પર સંયમ રાખજો. આર્થિક મામલે ધ્યાન આપજો. 

વૃષભ
આજે તમારા મનમાં ઉત્સાહનો પ્રવાહ જોવા મળશે. વિચારોની સ્થિરતાના કારણે આજે તમે સારી રીતે કામ કરી શકશો. ધન પ્રાપ્તિના યોગ પણ આજે બની રહ્યા છે. 

મિથુન
પરિવારના સભ્યો સાથે કલેહથી બચજો. આજે આવક ઓછી અને જાવક વધારે રહી શકે છે. આવેશ અને ગુસ્સાથી તમારે દૂર રહેવું પડશે. કોઈની સાથે તકરાર પણ થઈ શકે છે. 

કર્ક
નોકરી અને વેપારમાં લાભ મળી શકે છે. મિત્રો સાથે આનંદપૂર્વક સમય પસાર કરી શકો છો. લગ્નવાંચ્છુકો માટે લગ્નના યોગ દેખાઈ રહ્યાં છે. આકસ્મિક ધન પ્રાપ્તિ થઈ શકે છે. 

સિંહ 
આજનો દિવસ મનોબળ વધારશે. આત્મવિશ્વાસ સાથે કામ કરી શકશો. પિતા સાથે સારા સંબંધો રહશે અને તેમના તરફથી સહકાર મળશે. કાર્યક્ષેત્રમાં પણ સહકાર મળશે. 

કન્યા 
આજે નોકરીની જગ્યાએ અધિકારીઓ સાથે વિવાદ થઈ શકે છે. તમારા પ્રત્યે નકારાત્મકતા જોવા મળી શકે છે. રહસ્યમય વિષય તથા ઉંડો અભ્યાસ પ્રત્યે તમે આકર્ષિત થઈ શકો છો. 

તુલા
ગુસ્સો અને વિવાદથી દૂર રહેજો. દુશ્મનો આજે તમારા પર ભારે પડી શકે છે. સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખજો. આકસ્મિક કોઈ સારો લાભ થઈ શકે છે. વાહન ખરીદવાનું વિચારતા હોવ તો કામ થઈ શકે છે. 

વૃશ્વિક 
આજનો દિવસ તમારા માટે મનોરંજન હશે. મિત્રો સાથે આજનો દિવસ સારી રીતે પસાર થઈ શકે છે. પાર્ટી કરવાનું વિચારતા હોવ તો તેમની સાથે આજનો દિવસ સારો છે. 

ધન
આજનો દિવસ તમારા માટે ખૂબ જ અનૂકુળ છે. ઘરનું વાતાવરણ આનંદદાયક રહેશે. શારીરિક થાક લાગી શકે છે. નોકરી અને વેપારના સ્થળે તમારો દિવસ સારો પસાર થશે. 

મકર 
આજના દિવસે તમે થાક અનુભવશો. જેની અસર તમારા કામ પર પડશે. નોકરીની જગ્યાએ આજે તમને સહયોગ મળશે નહીં. ઉપરી અધિકારીઓ તમારા કામથી સંતોષ માનશે નહીં. 

કુંભ
તમારું સામાજીક માન સન્માન ભંગ ન થાય એનું ધ્યાન રાખજો. સર્જનાત્મક શક્તિમાં વધારો થશે. વિચારોમાં સ્થિરતા હોવાથી આજનો દિવસ તમારા માટે સારો પસાર થશે. 

મીન
કોઈ જરુરી નિર્ણય લેવા માટે આજનો દિવસ તમારા માટે સારો છે. સર્જનાત્મક શક્તિમાં વધારો થઈ શકે છે. આજે તમે તમારુ કામ સારી રીતે કરી શકશો. આજે મિત્રો સાથે બહાર જઈ શકો છો.