Daily Horoscope 25 December 2023 : ક્રિસમસ પર મેષ, કર્ક અને સિંહ સહિત 5 રાશિઓએ રહેવું પડશે સાવધાન

Daily Horoscope : ગ્રહોની ચાલના આધારે રાશિફળનું આકલન કરવામાં આવે છે. આપનો આજનો દિવસ કેવો રહેશે, આવો જાણીએ પંડિત સત્યમ વિષ્ણુ અવસ્થી પાસેથી.

Share:

હાઈલાઇટ્સ

  • મકર રાશિના જાતકોની જાત મહેનત રંગ લાવશે
  • ધન રાશિના જાતકોને સમય પરિવર્તનથી શાંતિ મળશે
  • વૃશ્વિક રાશિએ કરિયરને લઈ સાવધાન રહેવું પડશે

Daily Horoscope : આજે ક્રિસમસનો દિવસ છે. ત્યારે મેષ, સિંહ અને કર્ક રાશિના જાતકોએ ખૂબ જ સાવધાની રાખવી પડશે. તમામ રાશિઓ માટે આજનો દિવસ કેવો રહેશે, આવો જોઈએ. 

મેષ 
પ્રોફેશનમાં પરિવર્તનની આશા જળવાઈ રહેશે. ભણવામાં મન ચોંટશે નહીં. પગમાં દુઃખાવાના કારણે આજે અસ્ત વ્યસ્ત રહી શકો છો. ઉતાવળમા કોઈ કામ કરતા નહીં, કામ બગડી શકે છે. 

મિથુન 
વેપાર ધંધાને લઈ યાત્રા કરવાનું થઈ શકે છે. પ્રોજેક્ટ માટે નવા ભાગીદાર મળી શકે છે. ઘરના કોઈ સભ્યની ચિંતા રહી શકે છે. બાકીના રુપિયા આજે મળી શકે છે અને યાત્રા કરવાથી લાભ થઈ શકે છે. 

કર્ક 
રોજ નવી યોજના બનાવો છો પણ પાલન થતુ નથી. પિતા સાથે આજે તમારે મતભેદ થઈ શકે છે. કામ કરવાની રીતમાં સુધારો થઈ શકે છે. ભય, ચિંતા અને તણાવનો માહોલ રહી શકે છે. વધુ મહેનત કરવી પડશે. 

સિંહ
આજનો દિવસ તમારા માટે મહત્વનો છે. નવા લોકો સાથે જરા સાચવીને મિત્રતા કરજો. કોઈ મંદિરે દર્શન કરવા જવાનું થઈ શકે છે. રોકાણ કરી શકાશે. કોઈની સાથે વિવાદમા ન પડતા અને દુર્ઘટનાથી દૂર રહેજો. 

કન્યા 
દિવસની શરુઆત થોડી આળસુ રહી શકે છે. સંતોનું સાનિધ્ય મળી શકે છે. વાહન, મશીનરી અને અગ્નિ સાથે જોડાયેલા કામમાં સતર્કતા રાખજો. કોઈના પર વધારે પડતો વિશ્વાસ મૂકતા ચેતજો. 

તુલા
કોઈ પણ ભોગે તમે ઝૂકવા માગશો નહીં. વૈવાહિક યાત્રા સફળ રહેશે. ઘરમાંથી સભ્યો દ્વારા સુખ મળશે. તમારી વાણી પર કાબૂ રાખજો. કામમાં સફળતા મળશે. મકાન બદલવાથી લાભ થશે. 

વૃશ્વિક
તમે તમારા કરિયરને લઈ પ્રામાણિક નથી, ચેતી જજો. સંપતિની કોઈ મોટી ડીલ થઈ શકે છે. જે તમને લાભ અપાવશે. કામ કરો છો ત્યાં તમારી પ્રગતિ થઈ શકે છે. રોકાણ કરવાથી ફાયદો થશે. 

ધન
સમય પરિવર્તનથી મને શાંતિ મળશે. વિદ્યાર્થી વર્ગને સફળતા મળી શકે છે. અનાજમાં રોકાણ કરવું લાભદાયી રહેશે. વેપારમાં સમજી વિચારીને નિર્ણય લેજો. નહીં તો નુકસાન થઈ શકે છે. 

મકર 
તમારી જાત મહેનત જ તમારી પ્રગતિ છે. નવા કપડાં ખરીદવા માટે જઈ શકો છો. માતા-પિતાને સ્વાસ્થ્ય સંબંધિત મુશ્કેલીઓનો સામનો કરવો પડી શક છે. અંદરોઅંદર કોઈ વિવાદમાં પડતા નહીં. 

કુંભ
જ્યાં નોકરી કરો છો ત્યાં અધિકારીઓ સાથે વિવાદ થઈ શકે છે. તમારી એક ભૂલ તમારા સારા કામ પર પાણી ફેરવી શકે છે. જો કે, વાતચીતથી રસ્તો નીકળશે. સામાજીક પ્રતિષ્ઠા વધશે અને ધન લાભના યોગ છે. 

મીન 
જ્યારે કોઈ વડીલ વાત કરે તો એમની વાત માનજો. જૂના મિત્રો કે સંબંધીઓ સાથે આજે મુલાકાત થઈ શકે છે. મિત્રો પાસેથી કોઈ સારા સમાચાર મળી શકે છે. આત્મસન્માન વધશે.