Daily Horoscope 29 December 2023: આજના દિવસે મેષ-વૃષભ સહિત 5 રાશિના જાતકોએ ચેતવું પડશે

Daily Horoscope: ગ્રહોની ચાલ દ્વારા રાશિફળનું અનુમાન કરવામાં આવે છે. આજનો દિવસ તમારા માટે કેવો રહેશે. એના વિશે તમારા રાશિફળ મુજબ જાણી શકાય છે. આવો જાણીએ આચાર્ય પંડિત સત્યમ વિષ્ણુ અવસ્થી પાસેથી.

Share:

હાઈલાઇટ્સ

  • તુલા રાશિના લોકોને સ્વાસ્થ્ય સંબંધિત તકલીફ પડી શકે
  • વૃશ્વિક રાશિના લોકોએ વાહન ચલાવતી વખતે સાચવવું પડશે
  • મકર રાશિના જાતકોએ ગુસ્સા પર કાબૂ રાખવો પડશે

Daily Horoscope: આજે મેષ, વૃષભ સહિત પાંચ રાશિના જાતકોએ ચેતીને રહેવું પડશે. તમામ રાશિઓ માટે આજનો દિવસ કેવો રહેશે એ આપણે આચાર્ય પંડિત સત્યમ વિષ્ણુ અવસ્થી પાસેથી જાણીશું. 

મેષ 
આજનો દિવસ તમારા માટે સામાન્ય રહશે, પરંતુ મનમાં શાંતિ અને કામ કરવાનો સંતોષ મળશે. તમારા સ્વાસ્થ્યમાં પણ સુધારો જોવા મળશે. નવા સંબંધીઓ કે મિત્રો સાથે સમય પસાર કરી શકશો. 

વૃષભ
આજના દિવસે તમારી આવડત અને બુદ્ધીમતાનો પ્રયોગ કરજો. કાર્યક્ષેત્રમાં કામ પુરું કરવામાં જીવનસાથીનો ઉત્તમ સહયોગ મળશે. માન-સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે. ધન લાભ થશે. તમે તણાવ મુક્ત રહેશો. 

મિથુન
આજનો દિવસ તમારા માટે ભળતો રહેશે. અનેક પ્રકારની ચિંતાઓ કોરી ખાશે. સ્વાસ્થ્ય નરમ રહેશે. સ્વજનો અને સ્નેહીજનો સાથે મતભેદ થઈ શકે છે. પરિણામે ઘરમાં વિરોધવાળુ વાતાવરણ ઉભુ થશે. 

કર્ક 
આજનો દિવસ સારો રહેવાનો છે. વેપાર અને આવકમાં વધારો થશે. મિત્રો પાસેથી લાભ મળશે. નોકરીની જગ્યાએ ઉપરી અધિકારીની કૃપાથી પદમાં વધારો થઈ શકે છે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખજો. 

સિંહ
આજે તમને કોઈ પણ કામમાં સફળતા મળશે. કોઈ કારણોસર પરિવારમાં સુખની કમી જોવા મળશે. સ્વાસ્થ્યને લઈ ચિંતા રહેશે. એટલે તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખજો. 

કન્યા 
આજના દિવસે તમને ભાગ્યનો સારો એવો સાથ મળશે. અભ્યાસમાં તમારું મન લાગશે નહીં. આ સમયે તમારા પરિવારના કોઈ સભ્યના સ્વાસ્થ્યમાં ઘટાડો જોવા મળી શકે છે. 

તુલા
સંતોનું સ્વાસ્થ્ય અને તેમના અભ્યાસ સંબંધિત ચિંતા રહેશે. કામમાં સફળતા ન મળતા ગુસ્સો આવશે. પરંતુ ગુસ્સા પર તમારે કાબૂ રાખવો પડશે. કોઈ મોટુ કામ કરતા પહેલાં વડીલોની સલાહ લેજો. 

વૃશ્વિક 
આજે ઘર પરિવાર કે કોઈ મિત્રના ત્યાં કોઈ માંગલિક કાર્યનું આયોજન થઈ શકે છે. વાહન ચલાવતી ખાસ ધ્યાન રાખવું પડશે. કોઈ કારણોસર ગંભીર ઈજા પહોંચી શકે છે. 

ધન
આજના દિવસે પરિવારના સભ્યો દ્વારા સુખ અને સહયોગ મળશે. તમારું વ્યક્તિત્વ પ્રભાવશાળી રહેશે. પરિવારના સભ્યો કે મિત્રો સાથે સારો સમય પસાર થશે. ધન લાભ થશે. 

મકર 
આજે તમારે તમારા ગુસ્સા પર કાબૂ રાખવો પડશે. ગુસ્સાના કારણે કોઈની સાથે મતભેદ કે વિવાદ થઈ શકે છે. શારીરિક કષ્ટ અનુભવી શકશો. તમારા પોતાના જ તમારો વિરોધ કરશે. 

કુંભ
નકારાત્મક વિચારો તમારા પર હાવી ન થાય એનું ખાસ ધ્યાન રાખજો. શારીરિક કષ્ટનો અનુભવ થઈ શકે છે. કોઈ પણ કામમાં રોકાણ કરતા પહેલાં ખાસ ધ્યાન રાખજો. લેણદેણ કરતા પહેલાં ચેતજો. 

મીન 
આજનો દિવસ તમારા માટે આનંદથી ભરપૂર રહેશે. વેપાર અને આવકમાં વધારો થશે એટલે લક્ષ્મીજીની કૃપા રહેશે. પરિવાર અને મિત્રો સાથે આનંદ પ્રમોદનો દિવસ રહેશે. નવા સંપર્ક અને પરિચયથી લાભ થઈ શકે છે. 

નોંધઃ આ તમામ માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીના આધારે છે. saurashtrakutch.com આ માન્યતાઓ અને જાણકારીઓની પુષ્ટિ કરતુ નથી. કોઈ પણ જાણકારીને અમલમાં લાવતા પહેલાં કોઈ વિશેષજ્ઞની ખાસ સલાહ લેજો.