Daily Horoscope 9 january 2024: મેષથી લઈને મીન સુધીની તમામ રાશિઓ માટે કેવો રહેશે આજનો દિવસ?

Daily Horoscope: ગ્રહોની ચાલ દ્વારા રાશિફળનું અનુમાન કરવામાં આવે છે. આજનો દિવસ તમારા માટે કેવો રહેશે. એના વિશે તમારા રાશિફળ મુજબ જાણી શકાય છે. આવો જાણીએ આચાર્ય પંડિત સત્યમ વિષ્ણુ અવસ્થી પાસેથી.

Share:

હાઈલાઇટ્સ

  • કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે
  • વૃશ્વિક જાતિના લોકોએ આજે મહેનત વધારે કરવી પડશે
  • મીન રાશિના લોકોની આર્થિક સ્થિતિ મજબૂત બનશે

Daily Horoscope: આજનો દિવસ કર્ક અને કન્યા સહિત આ છ રાશિના જાતકો માટે સારો રહેશે. આ સિવાય તમામ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે એ આપણે આચાર્ય પંડિત સત્યમ વિષ્ણુ અવસ્થી પાસેથી જાણીશું. 

મેષ 
આજે તમને કોઈ ખાસ ઉપલબ્ધિ મળી શકે છે. સમાજમાં કેટલાંક લોકો એવા છે કે જે તમને પસંદ કરતા નથી. સુખ સાધન કેવી કમાવવું એમાં તમે વ્યસ્ત રહી શકો છો. 

વૃષભ
બેરોજગારોને રોજગારીની તકો છે. અભ્યાસમાં મન ઓછું લાગશે તો નિષ્ફળતા તમને મળી શકે છે. આળસ છોડવી પડશે. જીવનસાથી સાથે કોઈ મંદિરે જવાનો આજે પ્લાન બની શકે છે. 

મિથુન
આજે તમારું મન ઉદાસ રહેશે. દિવસની સ્થિતિ સારી રહેશે. તમારી આવકના સાધનોમાં વધારો થઈ શકે છે. વૈવાહિક જીવનમાં જે સમસ્યા છે તેનો ઉકેલ આવી શકે છે. રોકાણ કરવાથી લાભ ચોક્કસ થશે. જૂના મિત્રો સાથે મુલાકાત થઈ શકે છે. 

કર્ક 
છેલ્લાં કેટલાંક દિવસોથી જે નિરાશા મળી રહી છે આજે તેનો અંત આવી શકે છે. દિવસની શરુઆત નવી ઉર્જા સાથે થઈ શકે છે. આજે તમારા મોટા ભાગના કામ પૂરા થઈ શકે છે. સતસંગ કરજો. વાયુ થવાથી તમને સ્વાસ્થ્ય સંબંધિત મુશ્કેલી થઈ શકે છે. 

સિંહ 
પ્રેમ પ્રસંગમાં સફળતા મળી શકે છે. પરિવારમાં તણાવ રહી શકે છે. જમીન અને સંપતિના દસ્તાવેજ એકત્ર કરવામાં તમારો દિવસ જતો રહેશે. યાત્રાને ટાળવાનો પ્રયાસ કરજો. કોઈની પણ મજાક કરતા નહીં. 

કન્યા 
તમારી સંગતનો તમને લાભ થશે. હીરાના વેપારીઓ માટે આજનો સમય સારો નથી. વિદ્યાર્થીઓને સન્માન મળી શકે છે.  સંતાનનું સ્વાસ્થ્ય ખરાબ રહી શકે છે. 

તુલા 
ભાગ્યોદય બની રહ્યો છે અને મનની વાત કરી દેજો. સંબંધો નજીક આવશે. સામાજીક માન મર્યાદા વધશે. કોર્ટ અને કચેરીના ચક્કર લાગી શકે છે. સમય અનૂકુળ છે. 

વૃશ્વિક 
સફળતા માટે મહેનત કરવી પડશે. પરિવાર સાથે સમારોહમાં સામેલ થશો. જૂના વિવાદ આજે ઉભા થઈ શકે છે. સેના અને તંત્ર સાથે જોડાયેલા મામલાનું નિરાકરણ આવી શકે છે. 

ધન
સમય રહેતાં તમારા મનની વાત કરી દેજો. જો તમે સાચા હોવ તો તમને સફળતા મળશે. તમારા ભોળપણનો લાભ કોઈ ઉઠાવી શકે છે. એટલા માટે સતર્ક રહેજો. વેપાર ધંધાનો વિસ્તાર થઈ શકે છે. 

મકર 
વેપાર ધંધામાં ઉતાવળથી નિર્ણય લેતા નહીં. જૂની વાતોને લઈ તમારો સમય ખરાબ કરતા નહીં. તમારા પોતાના લોકોનો સાથ તમને શાંતિ અપાવશે. પ્રેમ પ્રસંગના કારણે વિવાદ શક્ય છે. જીવનસાથીનો સાથ મળશે. 

કુંભ
જૂના વિવાદો ઉકેલાઈ શકે છે અને પરિવારમાં સંપતિનો વિવાદ પણ ઉકેલાઈ શકે છે. તમારા પોતાના જ તમને છેતરી શકે છે. એટલા માટે સતર્ક રહેજો. આકસ્મિક ધન લાભ શક્ય છે. 

મીન 
આર્થિક સ્થિતિ મજબૂત બનશે. કાર્યસ્થળ પર વાતાવરણ તમારા અનુકૂળ રહેશે. મનોરંજનના સાધનો તમને આજે ઉપયોગી સાબિત થઈ શકે છે. સામેથી પ્રેમ પ્રસ્તાવ પણ મળી શકે છે. 

નોંધઃ આ તમામ માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીના આધારે છે. saurashtrakutch.com આ માન્યતાઓ અને જાણકારીઓની પુષ્ટિ કરતુ નથી. કોઈ પણ જાણકારીને અમલમાં લાવતા પહેલાં કોઈ વિશેષજ્ઞની ખાસ સલાહ લેજો.