Daily Horoscope: ધન અને મીન રાશિ માટે ખાસ, કેવો રહેશે તમારો દિવસ?

Daily Horoscope : ગ્રહો અને નક્ષત્રોની ચાલ જોતા રાશિફળનું આંકલન કરવામાં આવ્યું છે. આવો પં.સત્યમ વિષ્ણુ અવસ્થી પાસેથી જાણીએ કે આજનો દિવસ મીન, મકર, ધન સહિતના તમામ જાતકો માટે કેવો રહેશે.

Share:

હાઈલાઇટ્સ

  • મકર રાશિના લોકો ફાલતૂના વિવાદથી દૂર રહેજો
  • મીન રાશિના વિદ્યાર્થીઓ માટે સફળતાના રસ્તા
  • સિંહ રાશિના જાતકોએ ખાસ સાચવવાની જરુર

Daily Horoscope : ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ જોઈને રાશિફળનું અનુમાન કરવામાં આવે છે. ગ્રહોની ચાલ અને નક્ષત્રોનો પ્રભાવ કેટલાંક જાતકો પર પડી શકે છે. ત્યારે આજનો તમારો દિવસ કેવો રહેશે, એ જાણીએ પંડિત સત્યમ વિષ્ણુ અવસ્થી પાસેથી. 

મેષ (Aries Horoscope)
કામ કરવાની જગ્યાએ કેટલાંક લોકો તમારી નિંદા કરી શકે છે. સામાજીક કાર્યોમાં તમને સહયોગ જોવા મળશે. આજે તમે સમયનો સદુપયોગ કરી શકશો.  પરિવારમાં પણ સુખ-શાંતિ બની રહેશે. 

વૃષભ (Taurus Horoscope)
તમે બોલો છો કંઈ અને કરો છો કંઈ. પહેલાં પોતે સમજી લો કે કરવું શું છે. એ પછી જ આગળની રણનીતિ નક્કી કરો. નવા વ્યવસાયમાં સફળતા મળશે. કામ કરવાની જગ્યાએ વિવાદ થઈ શકે છે. પેટ સંબંધિત રોગથી પીડા થઈ શકે છે. 

મિથુન (Gemini Horoscope)
આજે પૈસાને લઈ કોઈના પણ વિશ્વાસ રાખતા નહીં. તમે છેતરાવ એના પૂરે પૂરા ચાન્સ છે. સ્થાયી સંપતિ વિશે નિર્ણય લેવામાં ઉતાવળ ન કરતા. વેપાર કે વ્યસાયમાં અનૂકુળ તકો મળશે, સમજી વિચારીને કામ કરજો. 

કર્ક (Cancer Horoscope)
તમે તમારા કરિયર પર ધ્યાન આપો અને પોતાની ચીજવસ્તુઓ સાચવીને રાખો. નહીં તો નુકસાનની શક્યતા છે. પરિવારમાં પણ સુખ-શાંતિ જળવાઈ રહેશે. વેપારમાં પણ ફાયદો થઈ શકે છે. 

સિંહ (Leo Horoscope)
નવો વ્યવસાય સ્થાપવા માટે રુપિયાની વ્યવસ્થા કરવામાં દોડધામ થઈ શકે છે. જે જગ્યાએ કામ કરો છો એ જગ્યાએ ઉપરી અધિકારીઓમાં તમારું માન વધશે. પરિવારમાં ચાલી રહેલાં વિવાદના કારણે ઘરનો પણ ત્યાગ કરવાનો વારો આવી શકે છે. 

કન્યા (Virgo Horoscope)
દિવસના મહત્વને સમજો અને ભવિષ્ય માટે નિર્ણય કરો. ક્રોધ પર સંયમ રાખો, ખર્ચામાં વધારો થઈ શકે છે. તમારા સાથીદારોના કારણે તમે મુશ્કેલીમાં ડી શકો છો. 

તુલા (Libra Horoscope)
તમારી જીવનશૈલી બદલો. વેપાર અને વ્યવસાયમાં લાભ થશે. કલા જગત સાથે સંકળાયેલા કોઈ વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે છે. રોકાણ પણ કરી શકો છો. 

વૃશ્વિક (Scorpio Horoscope)
પોતાનાનો સાથ મળવાથી કામ પુરુ થશે. સંતાનની ઉન્નતિથી મન પ્રસન્નિત રહેશે. જૂઠું બોલનારાઓથી સાવધાન રહેજો. ઘરમાં ભૌતિક સુખ સાધનો મળશે. કાર્યક્ષમતામાં પણ વધારો થઈ શકે છે. 

ધન (Sagittarius Horoscope)
આજનો દિવસ શુભ છે. વ્યવસાયમાં નવી યોજનાઓનો લાભ મળશે. લેણદેણમાં સાવધાન રહેજો. દાંપત્યજીવન સુખમય રહેશે. કાર્ય ક્ષેત્રમાં ઉન્નતિની તકો મળશે. 

મકર (Capricorn Horoscope)
અંગત જીવનમાં ચાલી રહેલા વિવાદો વધી શકે છે. ફાલતૂના વિવાદોથી દૂર રહેવું એ જ સારો ઉપાય છે. સમાજ અને પરિવારમાં તમને મહત્વતા મળશે. ધર્મ ગ્રંથો વાંચવામાં રુચિ વધશે. 

કુંભ (Aquarius Horoscope)
સામાજીક સમારોહલમાં સામેલ થશો. આત્મવિશ્વાસમાં વધારો થશે. તમારે બીજાના મામલામાં પડવાનુ નથી. નહીં તો નુકસાન તમને જ થશે. કોઈ માગે નહીં ત્યાં સુધી સલાહ ન આપતા. 

મીન (Pisces Horoscope)
વિવેકથી કામ કરજો. વિદ્યાર્થીઓ માટે સતત સફળતા મેળવાનો સમય છે. વેપાર અને વ્યવસાયમાં વધારો થશે. એટલે તમારી આર્થિક સ્થિતિ પણ મજબૂત બનશે.