Dhanteras 2023 એ ભૂલથી પણ ન ખરીદવી જોઈએ આ 7 વસ્તુઓ

Dhanteras 2023: ધનતેરસ એ પ્રકાશના પર્વ દિવાળી દરમિયાન આવતો એક ખૂબ જ શુભ હિંદુ તહેવાર છેઆ વર્ષે 10 નવેમ્બરે ધનતેરસ (Dhanteras 2023) આવે છે. લોકો આ દિવસે દેવી લક્ષ્મી અને ભગવાન કુબેરની પૂજા કરે છે અને સમૃદ્ધિ અને સંપત્તિ માટે પ્રાર્થના કરે છે.  ઉપરાંત ધનતેરસના રોજ ઘર માટે ધાતુ અથવા માટીની લક્ષ્મી અને ગણેશની મૂર્તિઓ […]

Share:

Dhanteras 2023: ધનતેરસ એ પ્રકાશના પર્વ દિવાળી દરમિયાન આવતો એક ખૂબ જ શુભ હિંદુ તહેવાર છેઆ વર્ષે 10 નવેમ્બરે ધનતેરસ (Dhanteras 2023) આવે છે. લોકો આ દિવસે દેવી લક્ષ્મી અને ભગવાન કુબેરની પૂજા કરે છે અને સમૃદ્ધિ અને સંપત્તિ માટે પ્રાર્થના કરે છે. 

ઉપરાંત ધનતેરસના રોજ ઘર માટે ધાતુ અથવા માટીની લક્ષ્મી અને ગણેશની મૂર્તિઓ ખરીદવામાં આવે છે. આ દિવસે સોનું, ચાંદી, સોનાના આભૂષણો, નવા તાંબા, ચાંદી અને પિત્તળના વાસણો અને સાધનસામગ્રી, વાહન, ફોન, લેપટોપ, રેફ્રિજરેટર, માઈક્રોવેવ, સાવરણી વગેરે સહિત અન્ય ઘરવપરાશની વસ્તુઓ ખરીદવી પણ શુભ માનવામાં આવે છે. 

Dhanteras 2023માં ભૂલથી પણ ન ખરીદો આ વસ્તુઓ

કેટલીક એવી વસ્તુઓ છે જે તમારે ધનતેરસ પર ખરીદવાનું સંપૂર્ણપણે ટાળવું જોઈએ. અહીં એવી વસ્તુઓની યાદી દર્શાવવામાં આવી છે જે તમારે આ શુભ તહેવાર પર ન ખરીદવી જોઈએ.

લોખંડ

લોકોએ ધનતેરસ પર લોખંડના વાસણો અથવા લોખંડની બનેલી વસ્તુઓ ખરીદવાનું ટાળવું જોઈએ કારણ કે તે અશુભ માનવામાં આવે છે. વધુમાં એવું માનવામાં આવે છે કે ધનના દેવતા ભગવાન કુબેર ધનતેરસ પર લોખંડ ખરીદનારાઓ પર તેમના આશીર્વાદ નથી વરસાવતા.

સ્ટીલ

ઘણા લોકો ધનતેરસ પર સ્ટીલની વસ્તુઓ અને વાસણો ખરીદવાની વિધિનું પાલન કરે છે. જો કે ધનતેરસ પર સ્ટીલ ન ખરીદવાની સલાહ આપવામાં આવે છે. તેના બદલે તમે તાંબા અથવા કાંસાની વસ્તુઓ ખરીદી શકો છો.

વધુ વાંચો: આ દિવાળી પર તમારા ઘરને ઇકો-ફ્રેન્ડલી રંગોળીથી સજાવો

તીક્ષ્ણ વસ્તુઓ

ધનતેરસનો દિવસ શુભ હોવાથી લોકો છરી અને કાતર જેવી ધારદાર વસ્તુઓ ખરીદવાનું ટાળે છે. એવું માનવામાં આવે છે કે આ પ્રકારની વસ્તુઓ પરિવાર માટે ખરાબ નસીબ લાવે છે.

ખાલી વાસણો

આ ખાસ દિવસે ખાલી ન હોય અથવા ખોરાક કે પાણીથી ભરેલા ન હોય તેવા વાસણો ખરીદવાનો કોઈ અર્થ નથી કારણ કે કોઈપણ દુકાનદાર તમારા માટે તે વસ્તુ ભરીને નહીં રાખે. માટે જો કોઈ વાસણ ખરીદ્યું હોય તો ધનતેરસ (Dhanteras 2023) પર તેને લઈને ઘરમાં પ્રવેશતા પહેલા તેમાં પાણી અથવા ખોરાક ભરી દેવા જોઈએ. 

કાચના વાસણો

ધનતેરસ પર કાચના વાસણો અથવા કાચની વસ્તુઓ ખરીદવી અશુભ છે કારણ કે કાચની વસ્તુઓ રાહુ સાથે સંબંધિત છે.

એલ્યુમિનિયમ અને પ્લાસ્ટિક ઉત્પાદનો

ધનતેરસ દરમિયાન એલ્યુમિનિયમ અને પ્લાસ્ટિકના ઉત્પાદનોથી દૂર રહેવું જોઈએ. તેના બદલે ધાતુની બનેલી વસ્તુઓ ખરીદવી વધુ યોગ્ય રહેશે.

વધુ વાંચો: ફટાકડા વિના દિવાળી ઉજવવાની આ 5 સરળ ટિપ્સ અનુસરો

તેલ/ઘી

ધનતેરસ પર તેલ કે ઘી ખરીદવું અશુભ માનવામાં આવે છે. જો અચાનક આવી વસ્તુની જરૂર પડશે તેમ લાગે તો તેને એક દિવસ અગાઉ ખરીદી રાખવું જોઈએ અથવા એક દિવસ ચલાવીને પછીના દિવસે ખરીદવા જોઈએ.

નકલી સોનું

ધનતેરસ પર ખરીદવામાં આવતી શુભ વસ્તુઓની યાદીમાં સોનું ટોચ પર છે. પરંતુ તેમાં નકલી સોનાના દાગીના, સિક્કા અને અન્ય વસ્તુઓ ધનતેરસ પર ઘરમાં ન આવવી જોઈએ.