ડાયાબિટીસના દર્દીઓ માટે ફળોનો વિકલ્પ ઉપલબ્ધ, આ ફળોનું સેવન કરી સ્વસ્થ રહો

ડાયાબિટીસના દર્દીઓ માટે ફળોની પસંદગી કરવી એ સામાન્ય રીતે થોડું મુશ્કેલ કાર્ય ગણાતું હોય છે. સામાન્ય રીતે ફળોમાં રહેલા સુગર કન્ટેન્ટના કારણે દર્દીઓ તેનાથી દૂર રહેતા હોય છે. જોકે વધુ પડતી સુગર ધરાવતા ફળો બ્લડ સુગર લેવલમાં અચાનક વધારો કરીને સમસ્યારૂપ પણ બની જ શકે છે. પરંતુ તેમ છતાં ડાયાબિટીસના દર્દીઓ માટે ફળોની સાવ પરેજી […]

Share:

ડાયાબિટીસના દર્દીઓ માટે ફળોની પસંદગી કરવી એ સામાન્ય રીતે થોડું મુશ્કેલ કાર્ય ગણાતું હોય છે. સામાન્ય રીતે ફળોમાં રહેલા સુગર કન્ટેન્ટના કારણે દર્દીઓ તેનાથી દૂર રહેતા હોય છે. જોકે વધુ પડતી સુગર ધરાવતા ફળો બ્લડ સુગર લેવલમાં અચાનક વધારો કરીને સમસ્યારૂપ પણ બની જ શકે છે. પરંતુ તેમ છતાં ડાયાબિટીસના દર્દીઓ માટે ફળોની સાવ પરેજી પાળવાની પણ જરૂર નથી જ. 

ફળોમાં શરીર માટે જરૂરી વિટામિન્સ, ખનીજો અને ફાઈબર રહેલા છે. માટે ડાયાબિટીસના દર્દીઓએ ઓછું સુગર લેવલ ધરાવતા ફળોનો તેમના ડાયેટમાં સમાવેશ કરીને પોષણ અને સુગર વચ્ચે સંતુલન જાળવવું જોઈએ. ડાયાબિટીસના દર્દીઓ ઓછું સુગર લેવલ ધરાવતા નીચેના ફળોને પ્રમાણભાન જાળવી આરોગીને તેમના સ્વાસ્થ્ય સાથે કોઈ પણ પ્રકારનું સમાધાન કર્યા વગર ફળોથી શરીરને થતા ફાયદાનો આનંદ માણી શકે છે. 

1. બેરીઝ

સ્ટ્રોબેરી, બ્લૂબેરી અને રાસ્પબેરી સહિતા બેરીની શ્રેણીમાં આવતા ફળો ખૂબ જ સ્વાદિષ્ટ હોવાની સાથે અન્ય ફળોની સરખામણીએ અપવાદરૂપે ઓછું સુગર લેવલ ધરાવે છે. એન્ટીઓક્સિડેન્ટ્સ અને ફાઈબર અને વિટામિન્સથી ભરપૂર બેરીઝમાં કાર્બોહાઈડ્રેટ્સ ઓછા હોય છે અને તેનો નીચો ગ્લાયકેમિક ઈન્ડેક્સ તેને ડાયાબિટીસના દર્દીઓ માટે ફળોનો આદર્શ વિકલ્પ બનાવે છે. 

2. સફરજન

સફરજન સમગ્ર વિશ્વમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું ફળ છે. અન્ય ફળોની સરખામણીએ તેમાં સુગરનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે. સફરજનમાં દ્રાવ્ય ફાઈબર હોય છે જે સુગરના પાચન અને શોષણને ધીમું પાડે છે. સફરજનનો ગ્લાયકેમિક ઈન્ડેક્સ (GI) ખૂબ નીચો હોય છે જેથી તે બ્લડ સુગર લેવલ પર ખૂબ નહીંવત અસર કરે છે. 

3. પીઅર્સ / નાસપતી

નાસપતી ડાયાબિટીસના દર્દીઓ માટે એક આદર્શ ફળ છે. તેમાં રહેલા દ્રાવ્ય ફાઈબર, વિટામિન્સ અને મિનરલ્સમાં સુગરનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે. જેથી તે બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદરૂપ બની શકે છે. નાસપતીમાં રહેલું ફાઈબર કન્ટેન્ટ શરીરમાં સુગરનું શોષણ ધીમું પાડીને પેટ ભરેલું હોવાનો અહેસાસ કરાવે છે અને બ્લડ સુગર લેવલ નિંયત્રણમાં રાખવામાં મદદરૂપ બને છે. 

4. દાડમ 

દાડમનો ગ્લાયકેમિક ઈન્ડેક્સ (GI) અને ગ્લાયકેમિક લોડ (GL) નીચો હોય છે માટે શરીરમાં ગ્લુકોઝનું ઉંચુ પ્રમાણ ધરાવતી વ્યક્તિ માટે તે ઉપયોગી સાબિત થઈ શકે છે. દાડમમાં સુગરનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે અને સાથે જ તે એન્ટીઓક્સિડેન્ટ્સ, વિટામિન્સ, મિનરલ્સનો સમૃદ્ધ સ્ત્રોત છે. આમ તે તમામ પ્રકારના ઈન્સ્યુલિન પ્રતિકારને ઘટાડવામાં મદદરૂપ બને છે.  આમ દાડમમાં રહેલા ગુણો પ્રમાણે ડાયાબિટીસના દર્દીઓ માટે ફળોના વિકલ્પમાંથી દાડમ પણ સારો વિકલ્પ સાબિત થઈ શકે છે.

5. નારંગી

નારંગી વિટામિન સી, ફાઈબર અને એન્ટીઓક્સિડેન્ટ્સનો ભરપૂર સ્ત્રોત છે. નારંગીમાં શર્કરાનું પ્રમાણ ઓછું હોય છે પરંતુ તેના સેવન દરમિયાન પ્રમાણભાન રાખવું ખૂબ જરૂરી બની રહે છે.