છૂટાછેડા થયા હોય તેવા પુરૂષોના શરીરમાં ડાયાબિટીસ શરીરના અંગ વિચ્છેદન સુધી વકરે તેવી શક્યતા વધુ

ડાયાબિટીસના દર્દીઓ જો સતત બેદરકારી દાખવે તો તેમનો પગ કાપી નાખવો પડે તેવી નોબત આવતી હોય છે. ડાયાબિટીસ શરીરના અંગવિચ્છેદન સુધી વકરે તેના પાછળ ઘણાં પરિબળો જવાબદાર હોય છે. તાજેતરના એક અભ્યાસ પ્રમાણે ડાયાબિટીસના દર્દીઓ પૈકીના છૂટાછેડા લીધા હોય તેવા પુરૂષોમાં અંગ વિચ્છેદનનું જોખમ વધારે છે.  ડાયાબિટીસ અને અંગવિચ્છેદન વચ્ચેનો સંબંધ ડાયાબિટીસના દર્દીઓ માટે અંગ […]

Share:

ડાયાબિટીસના દર્દીઓ જો સતત બેદરકારી દાખવે તો તેમનો પગ કાપી નાખવો પડે તેવી નોબત આવતી હોય છે. ડાયાબિટીસ શરીરના અંગવિચ્છેદન સુધી વકરે તેના પાછળ ઘણાં પરિબળો જવાબદાર હોય છે. તાજેતરના એક અભ્યાસ પ્રમાણે ડાયાબિટીસના દર્દીઓ પૈકીના છૂટાછેડા લીધા હોય તેવા પુરૂષોમાં અંગ વિચ્છેદનનું જોખમ વધારે છે. 

ડાયાબિટીસ અને અંગવિચ્છેદન વચ્ચેનો સંબંધ

ડાયાબિટીસના દર્દીઓ માટે અંગ વિચ્છેદન, ખાસ કરીને શરીરના નીચલા ભાગ, પગનું વિચ્છેદન (limb amputations) ન્યુરોપથી તથા પેરિફેરલ આર્ટરીની બીમારી એ ચિંતાનો વિષય છે. ડાયાબિટીસની આ પ્રકારની જટિલતા શરીરમાં રૂઝાઈ ન શકે તેવા ઘા, ચેપ, પેશીઓના નુકસાનનું કારણ બને છે. આખરે વ્યક્તિના સ્વાસ્થ્યને વધુ ખરાબ અસર ન પહોંચે તેના છેલ્લા ઉપાય તરીકે અંગ વિચ્છેદનનો રસ્તો અપનાવવો પડે છે. 

પુરૂષ દર્દીઓને અંગ વિચ્છેદનનું જોખમ વધારે

ડાયાબિટીસ અંગેના તાજેતરના એક અભ્યાસ પરથી એવું તારણ સામે આવ્યું છે કે, ડાયાબિટીસના દર્દીઓ પૈકીના જે પુરૂષ દર્દીઓના છૂટાછેડા થઈ ગયેલા હોય તેમને ડાયાબિટીસના પરિણામે અંગ વિચ્છેદન કરાવવું પડે તેનું જોખમ વધારે હોય છે. આવા દર્દીઓમાં પગનો આંશિક હિસ્સો અથવા તો આખો પગ કાપી નાખવો પડે તેનું જોખમ વધારે રહેલું છે. 

સ્વીડિશ તબીબી સંશોધકોએ ડાયાબિટીસના દર્દીઓમાં લોઅર લિંબ એમ્પ્યુટેશન એટલે કે શરીરના નીચલા હિસ્સા, પગના વિચ્છેદન માટે જવાબદાર સામાજિક અને આર્થિક પરિબળો, જીવનશૈલી, તબીબી પાસાઓ, વસ્તી વિષયક પરિબળોનો અભ્યાસ કર્યો હતો. તેમણે સ્વીડનના રાષ્ટ્રીય ડાયાબિટીસ રજિસ્ટરમાં વર્ષ 2007થી 2016 દરમિયાન નોંધાયેલા 18 કે તેથી વધારે ઉંમરના દર્દીઓના ડેટાની તપાસ કરી હતી. 

ડૉક્ટર ફાયે રિલેના કહેવા પ્રમાણે ડાયાબિટીસ ધરાવતા લોકો પૈકી કયા દર્દીઓ જોખમની નજીક છે તે નિર્ધારીત કર્યા બાદ જરૂરિયાતમંદને મદદ પહોંચાડવી સરળ બની શકે. અભ્યાસ પ્રમાણે ડાયાબિટીસ ધરાવતા દર્દીઓ પૈકી જેમના છૂટાછેડા થયા હોય તેવા લોકોમાં લોઅર લિંબ એમ્પ્યુટેશન એટલે કે શરીરના નીચલા અંગ વિચ્છેદનનું જોખમ પરિણીત લોકોની સરખામણીએ બે તૃતીયાંશ ગણું (67%) વધારે છે. મહિલાઓની સરખામણીએ ડાયાબિટીસ ધરાવતા પુરૂષોમાં આવા જોખમનું પ્રમાણ 57% વધારે છે. 

ડાયાબિટીસમાં અંગ વિચ્છેદન માટે જવાબદાર કારણ

સંશોધકોના જણાવ્યા પ્રમાણે આ પ્રકારે અંગવિચ્છેદનના જોખમનું ઉંચુ પ્રમાણ વ્યક્તિ જ્યારે છૂટાછેડાના બનાવનો સામનો કરે અને જીવનમાં એકલા પડી ગયાની લાગણી અનુભવ્યા બાદ પોતાની સંભાળ રાખવામાં કે ભોજનમાં જે પ્રકારે બેદરકારી દાખવવાનું શરૂ કરે તેને આધીન હોઈ શકે છે. 

ખાસ કરીને પુરૂષો છૂટાછેડા બાદ સામાજીક રીતે વધુ એકલા પડી જતા હોય છે અને તેમનું જીવન બેઠાડું બની જતું હોય છે. 

આમ, તાજેતરના અભ્યાસ પ્રમાણે છૂટાછેડાની ઘટના બાદ ખાસ કરીને પુરૂષો જો તેમના સ્વાસ્થ્યની યોગ્ય દરકાર ન રાખે તો ડાયાબિટીસનો રોગ તેમના શરીરને ખાવાનું શરૂ કરી દે છે તેમ કહી શકાય.