Diwali 2023: પરિવાર સાથે વેકેશનની મજા માણતાં પહેલા ટ્રાવેલને લગતા આ 6 મુદ્દા ધ્યાનમાં રાખો

Diwali 2023: ભારતમાં પ્રકાશના પર્વ દિવાળી (Diwali 2023)ની ઉજવણી માટે ખૂબ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ભગવાન શ્રી રામ દેવી સીતા અને ભાઈ લક્ષ્મણ સાથે 14 વર્ષનો વનવાસ ભોગવીને અયોધ્યા પરત ફર્યા તેની ખુશીમાં આ તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. આ વર્ષે 12મી નવેમ્બરના રોજ દિવાળીનો તહેવાર ઉજવાશે.  દિવાળીનો તહેવાર પરિવાર સાથે વેકેશન (Vacation)ની […]

Share:

Diwali 2023: ભારતમાં પ્રકાશના પર્વ દિવાળી (Diwali 2023)ની ઉજવણી માટે ખૂબ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ભગવાન શ્રી રામ દેવી સીતા અને ભાઈ લક્ષ્મણ સાથે 14 વર્ષનો વનવાસ ભોગવીને અયોધ્યા પરત ફર્યા તેની ખુશીમાં આ તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. આ વર્ષે 12મી નવેમ્બરના રોજ દિવાળીનો તહેવાર ઉજવાશે. 

દિવાળીનો તહેવાર પરિવાર સાથે વેકેશન (Vacation)ની મજા માણવા માટેનો પણ શ્રેષ્ઠ સમય છે. જોકે દિવાળી દરમિયાન જો તમે પરિવાર સાથે મુસાફરી કરવાનું વિચારી રહ્યા હોવ તો અહીં દર્શાવેલી કેટલીક ટ્રાવેલ ટિપ્સ તમારે જરૂરથી ધ્યાનમાં રાખવી જોઈએ.

Diwali 2023 માટે ટ્રાવેલ ટિપ્સ

પરિવાર સાથે દિવાળીની રજાઓ ગાળતા પહેલા કેટલીક બાબતો ધ્યાનમાં રાખીને તે પ્રમાણે આયોજન કરવાથી તમે વધુ સારી રીતે આનંદ માણી શકશો. 

1. માસ્ક અને ઈયરપ્લગ્સ પહેરો

ફટાકડા ફોડવાથી થતાં પ્રદૂષણથી બચવા માટે તમારે ફેસ માસ્ક પહેરવું જોઈએ અને સાથે જ જો તમે ખૂબ મોટા અવાજથી ડિસ્ટર્બન્સ અનુભવતા હોવ તો ઈઅરપ્લગ્સનો પણ ઉપયોગ કરવો જોઈએ. દિવાળી વેકેશન (Vacation)માં ટ્રાવેલ દરમિયાન ફેસ માસ્ક અને ઈયરબડ્સ સાથે રાખવા સલામતી માટેની યોગ્ય પસંદ બની રહેશે. 

2. આરોગ્યપ્રદ ભોજન

દિવાળીના તહેવારમાં મીઠાઈનું અનેરૂં મહત્વ રહેલું છે. જોકે મોટા ભાગની પરંપરાગત વાનગીઓમાં ઘી અને ખાંડની રેલમછેલ હોય છે. મુસાફરી દરમિયાન તમારે આહારનું ધ્યાન રાખવું જોઈએ અને તળેલા, બિનઆરોગ્યપ્રદ ખોરાકથી અંતર જાળવવું જોઈએ. 

3. સુતરાઉ વસ્ત્રો પહેરો

ફટાકડાના કારણે સિન્થેટિક કાપડમાં આગ લાગવાની શક્યતા વધી જાય છે માટે તહેવારો દરમિયાન સુતરાઉ વસ્ત્રો પર પસંદગી ઉતારો. ઉપરાંત કપડાં તમારા શરીરને સંપૂર્ણપણે ઢાંકતા હોય તેની પણ ખાતરી કરો. 

વધુ વાંચો: Diwali 2023માં મેકઅપના આ સ્ટેપ્સ ફોલો કરીને મેળવો એકદમ પર્ફેક્ટ લૂક

4. ઈમર્જન્સી ટૂલ્સ

દિવાળી (Diwali 2023)ની ઉજવણી દરમિયાન મુસાફરીમાં કોઈ સંભવિત સ્વાસ્થ્ય સમસ્યાને પહોંચી વળવા માટે ફર્સ્ટ એઈડ કીટને પણ સાથે જ રાખો. જો સંજોગોવશાત તમારે કોઈ નાનકડા અકસ્માતનો સામનો કરવો પડે તો આ કીટ તમને તાત્કાલિક મદદ પૂરી પાડશે. 

5. વાહનની તપાસ કરો

જો તમે તમારા પોતાના વાહનને લઈને કોઈ નજીકના સ્થળે વેકેશન (Vacation) ગાળવા મુસાફરી કરી રહ્યા હોવ તો તમારૂં વાહન સારી સ્થિતિમાં છે કે નહીં તેની ખાતરી કરી લેવી ખૂબ જરૂરી બની જાય છે. સલામતીની ખાતરી કરવા માટે વાહનની લાઈટ્સ, બ્રેક્સ, ટાયર, અરીસા, બારીઓ અને સીટ બેલ્ટ વગેરેની પૂરતી ચકાસણી કરી લેવી. ઉપરાંત ફ્યુઅલ ટેન્ક પર પણ નજર રાખવી.

વધુ વાંચો: તમારી ત્વચાને ચમકદાર બનાવવા માટે આ 5 રીતે એલોવેરાનો ઉપયોગ કરો

6. પાલતુ પ્રાણીની સલામતી

આજકાલ કૂતરા, બિલાડી સહિતના પ્રાણીઓ પાળવાનું ચલણ ખૂબ જ વધી ગયું છે અને દિવાળીની મજામાંથી તેમને બાકાત બિલકુલ ન જ રાખી શકાય. જોકે મુસાફરી દરમિયાન તેમની સલામતીની પણ ખાતરી કરી લેવી જોઈએ. પ્રાણીઓ મોટા અવાજ માટે ખૂબ સંવેદનશીલ હોય છે માટે તેમની આજુબાજુ ફટાકડા ફોડવાનું ટાળવું જોઈએ.