Diwali 2023: ખૂબ જ સરળતાથી બનતી આ સુગર ફ્રી મીઠાઈ તહેવારમાં ઉમેરશે અનેરો સ્વાદ

Diwali 2023: હિન્દુ કેલેન્ડર પ્રમાણે દિવાળીનો તહેવાર સૌથી વધારે મહત્વનો તહેવાર ગણાય છે. પ્રકાશના આ પર્વ દરમિયાન મીઠાઈઓ, નાસ્તાઓ, દીવા, રંગોળીઓનું અનેરૂ મહત્વ રહેલું છે. આ વર્ષે 12 નવેમ્બરના રોજ દિવાળી (Diwali 2023) ઉજવવામાં આવશે.  Diwali 2023 માટે બનાવો Sugar-free desserts દિવાળીના તહેવારમાં મીઠાઈઓનું ખૂબ મહત્વ રહેલું છે. જોકે ડાયાબિટીસ કે અન્ય કોઈ સ્વાસ્થ્ય સમસ્યા […]

Share:

Diwali 2023: હિન્દુ કેલેન્ડર પ્રમાણે દિવાળીનો તહેવાર સૌથી વધારે મહત્વનો તહેવાર ગણાય છે. પ્રકાશના આ પર્વ દરમિયાન મીઠાઈઓ, નાસ્તાઓ, દીવા, રંગોળીઓનું અનેરૂ મહત્વ રહેલું છે. આ વર્ષે 12 નવેમ્બરના રોજ દિવાળી (Diwali 2023) ઉજવવામાં આવશે. 

Diwali 2023 માટે બનાવો Sugar-free desserts

દિવાળીના તહેવારમાં મીઠાઈઓનું ખૂબ મહત્વ રહેલું છે. જોકે ડાયાબિટીસ કે અન્ય કોઈ સ્વાસ્થ્ય સમસ્યા ધરાવનારા લોકો માટે આ તહેવાર ખૂબ જ અફસોસ વધારનારો બની રહેતો હોય છે. ત્યારે અમે તમારા માટે ખૂબ જ સરળતાથી બની જતી સુગર ફ્રી મીઠાઈઓ (Sugar-free desserts)ની રેસિપી લઈ આવ્યા છીએ જે તમને મન ભરીને મીઠાઈઓનો આનંદ માણવામાં મદદરૂપ બનશે. 

બજારમાં અનેક પ્રકારના કુદરતી સ્વીટનર્સ ઉપલબ્ધ છે અને તે ખાંડની સરખામણીએ વધારે ગળપણ ધરાવે છે. માટે કોઈ પણ મીઠાઈમાં તેનો ખૂબ જ ઓછા પ્રમાણમાં ઉપયોગ કરીને મનપસંદ ગળપણનો આનંદ માણી શકાશે. અહીં દર્શાવેલી તમામ રેસિપીમાં તમે ખાંડની જગ્યાએ સ્વીટનરનો ઉપયોગ કરી શકશો. 

વધુ વાંચો: ડાયાબિટીસના દર્દીઓ ટેન્શન ફ્રી થઈને આનંદ માણો આ 4 સ્મૂધી રેસિપીનો

1. કાજુ કતરી

2 કપ કાજુને મિક્સરમાં અટકી અટકીને બ્લેન્ડ કરો જેથી તે તેલ ન છોડે અને બાદમાં તે પાવડરને ચાળી લો. કઢાઈમાં 1 કપ ખાંડ અને 1/2 કપ પાણી લઈ એક તારની ચાસણી થવા દો અને પછી તેમાં કાજુનો પાવડર સરખી રીતે મિક્સ કરી લો. હવે તેમાં 1 ટી સ્પૂન ઘી અને ચપટી ઈલાયચીનો પાવડર ઉમેરી મિશ્રણને થોડું ઘટ્ટ થવા દો અને પછી ગેસ પરથી ઉતારી તેની કણક વાળવા લાગો. હવે તેનો મીડિયમ સાઈઝનો રોટલો વણીને કાપા પાડી લેશો એટલે કાજુ કતરી તૈયાર છે. તેને ઘીથી ગ્રીસ કરીને ઉપર ચાંદીનો વરખ પણ લગાવી શકાય. 

2. ગાજરનો હલવો

નોન સ્ટિક પેનમાં 3 ચમચી શુદ્ધ ઘી ગરમ કરી તેમાં 8-10 મીડિયમ સાઈઝના ગાજરનું છીણ ઉમેરો અને 5 મિનિટ સુધી હલાવીને શેકો. હવે તેમાં 2 કપ દૂધ ઉમેરી બરાબર પાકવા દો અને પછી તેમાં ચપટી ઈલાયચી પાવડર, કિસમિસ અને 1/3 કપ સ્વીટનર ઉમેરી સરખી રીતે મિક્સ કરી હલાવતા રહીને ગરમ થવા દો અને બની જવા આવે એટલે તેમાં 1/4 કપ છીણેલો માવો અને પિસ્તાની કતરણ ઉમેરી સરખી રીતે મિક્સ કરીને થોડી વાર રંધાવા દઈને ગેસ બંધ કરી દો. 

વધુ વાંચો: તહેવારો દરમિયાન તંદુરસ્તી જાળવવા માટે ફોલો કરો આ ડાયેટ હેક્સ

3. બેસનના લાડુ

એક કઢાઈમાં 3/4 કપ ક્લેરિફાઈડ બટર ગરમ કરો અને તેમાં 2 કપ ચણાનો લોટ મધ્યમ તાપે હલાવતા રહીને 20 મિનિટ સુધી શેકો. હવે તેમાં 2-3 ચમચી પાણી ઉમેરી સરખી રીતે મિક્સ કરીને 2 મિનિટ માટે હલાવતા રહીને શેકો અને અન્ય બાઉલમાં ઠલવી લો. હવે તેમાં શેકેલા કાજુ, બદામનો ભૂકો, ચપટી ઈલાયચી અને જાયફળનો પાવડર અને જરૂરિયાત પ્રમાણે ખાંડ કે અન્ય સ્વીટનર ઉમેરી સરખી રીતે મિક્સ કરીને તેના લાડુ વાળી લો એટલે તમારી દિવાળી (Diwali 2023) સ્પેશિયલ મીઠાઈ તૈયાર છે.