Diwali Fashion: સિક્વન્સ, જ્વેલ ટોન્સ સહિતના હોટેસ્ટ ટ્રેન્ડ અપનાવી દિવાળીમાં સ્ટાઈલિશ લુક આપો

Diwali Fashion: હિંદુઓના સૌથી મોટા તહેવાર દિવાળીને હવે ગણતરીના દિવસોની જ વાર છે. વર્ષ દરમિયાનના સૌથી ભવ્ય તહેવારની ઉજવણીમાં નવા કપડાંથી લઈને ઘરની સજાવટનું પણ અનેરૂં મહત્વ રહેલું હોય છે. અહીં દર્શાવેલા કેટલાક ખાસ દિવાળી ફેશન (Diwali Fashion) આઈડિયા તમને સૌથી શાનદાર દેખાવામાં જરૂરથી ઉપયોગી બની રહેશે. આ સાથે જ તમે પ્રકાશના આ પર્વ દરમિયાન […]

Share:

Diwali Fashion: હિંદુઓના સૌથી મોટા તહેવાર દિવાળીને હવે ગણતરીના દિવસોની જ વાર છે. વર્ષ દરમિયાનના સૌથી ભવ્ય તહેવારની ઉજવણીમાં નવા કપડાંથી લઈને ઘરની સજાવટનું પણ અનેરૂં મહત્વ રહેલું હોય છે. અહીં દર્શાવેલા કેટલાક ખાસ દિવાળી ફેશન (Diwali Fashion) આઈડિયા તમને સૌથી શાનદાર દેખાવામાં જરૂરથી ઉપયોગી બની રહેશે. આ સાથે જ તમે પ્રકાશના આ પર્વ દરમિયાન પરિવાર સાથેની ઉજવણીમાં લેટેસ્ટ ટ્રેન્ડના કપડાં પહેરવાનો એક અલગ જ આનંદ માણી શકશો. 

વધુ વાંચો: Diwali Fashion: દિવાળીમાં આ જવેલરી પહેરીને મેળવો સ્ટાઈલિશ લૂક

Diwali Fashion માટે અપનાવો આ લેટેસ્ટ ટ્રેન્ડ્સ

દિવાળી દરમિયાન એમ્બ્રોઈડરીવાળા વેસ્ટર્નવેર પહેરીને તમે ફેશન અને પરંપરાનું શાનદાર કોમ્બિનેશન કરી શકશો. દિવાળીની આ સિઝનમાં મેટાલિક એમ્બિલિશમેન્ટ, ક્રિસ્ટલ્સ અને સિક્વિન્સનો ખૂબ જ ટ્રેન્ડ છે. તમે કોઈ પણ દિવાળી પાર્ટીમાં સુંદર એમ્બ્રોઈડરી કરેલો ગાઉન અથવા ચમકતો શર્ટ અને સ્કર્ટ કોમ્બિનેશન પહેરીને શો સ્ટોપર બની શકો છો. 

પરંતુ જો તમને ઈકોફ્રેન્ડલી બનીને ફેશન કરવી હોય તો તમે શણ, વાંસ અથવા ઓર્ગેનિક કોટન પર પસંદગી ઉતારી શકો છો. ખાદીના ટ્રેન્ડી આઉટફિટ્સ પણ તમને એક અલગ લુક આપશે. આ સિવાય એમ્બ્રોઇડરીવાળા ટ્યુનિક સાથે પલાઝો પેન્ટ્સ દિવાળી ફેશન (Diwali Fashion) માટે ઉત્તમ વિકલ્પ છે કારણ કે તે ફેશનેબલ અને આરામદાયક છે.

દિવાળીના પરંપરાગત પોશાકથી અલગ કરવા માટે મસ્ટર્ડ યલો, ઈલેક્ટ્રિક બ્લુ કે લાલ જેવા ઘાટા રંગોના પાવર પેન્ટસૂટનો વિચાર પણ કરી શકો છો. યોગ્ય ફીટિંગના પેન્ટસૂટ તમને આધુનિકતા અને આત્મવિશ્વાસનો અનુભવ કરાવશે. કોઈપણ દિવાળી પાર્ટીમાં બોલ્ડ એસેસરીઝ અને હીલ્સની જોડી સાથે પાવર પેન્ટસૂટ તમને સ્ટાઈલિશ લુક આપશે. 

વધુ વાંચો: Diwali 2023: આ 6 પરંપરાગત રિવાજો દિવાળીના તહેવાર દરમિયાન અચુક અનુસરવા જોઈએ

1. સિક્વિન્સ

આ વર્ષના દિવાળી ટ્રેન્ડમાં સિક્વિન્સ ઈન છે. તમે ફુલ સિક્વિન્સ સાડી કે ઝબ્બા, ચોલી સિવાય બોર્ડરમાં પણ સિક્વિન્સને સામેલ કરી શકો છો. 

2. વેલ્વેટ

ભારતીય અને પશ્ચિમી ફેશનને સંયોજિત કરવાનો ટ્રેન્ડ વધુને વધુ લોકપ્રિય બની રહ્યો છે જેમાં લોકો વેલ્વેટ ગાઉન અને ડ્રેપેડ વસ્ત્રો પહેરી રહ્યા છે. વેલ્વેટ પુરુષો દ્વારા પણ અપનાવાઈ રહ્યું છે અને તેઓ બંધ ગળાના કે નેહરુ જેકેટમાં વેલ્વેટ પર પસંદગી ઉતારી રહ્યા છે.

3. જ્વેલ ટોન્સ

આ વર્ષની દિવાળી ફેશન (Diwali Fashion)માં જ્વેલ ટોન્સનું ખૂબ વર્ચસ્વ જોવા મળી રહ્યું છે. ભરચક ઝરીકામ સાથેના સિલ્વર-ગોલ્ડન સહિતના જ્વેલ ટોન્સના થ્રેડવર્કના સાડી અને લહેંગાની ખૂબ માંગ જોવા મળી રહી છે. આ સિવાય પગરખાં, હેન્ડબેગ્સ સહિતની સ્ટેટમેન્ટ જ્વેલરીમાં પણ તે ખૂબ ડિમાન્ડમાં છે. 

આ સિવાય શિયાળાને અનુલક્ષીને તહેવાર દરમિયાન ઠંડીથી રક્ષણ મળી રહે અને શિયાળાના આગમનને વધાવી શકાય તે માટે કાશ્મીરી સ્ટોલ્સ અને શાલને ડ્રેપ કરીને પણ તમે સ્ટાઈલિશ અને આરામદાયક લુક અપનાવી શકો છો.