Diwali Recipes: ઘરે જ કંદોઈ જેવી ફૂલવડી અને નાનખટાઈ બનાવીને મહેમાનોને કરી દો ઈમ્પ્રેસ

Diwali Recipes: દિવાળીનો તહેવાર હવે ખૂબ જ નજીક છે. પ્રકાશના આ પર્વ પર આનંદ-ઉત્સવનો માહોલ જામે છે. ત્યારે અહીં દર્શાવેલી 2 ખાસ દિવાળી રેસિપી (Diwali Recipes) તમારા પરિવારજનોનો તહેવારોનો આનંદ વધારી દેશે. સૌથી પહેલા ફૂલવડીની રેસિપી જોઈએઃ સામગ્રી :  200 ગ્રામ કરકરું બેસન 2 ચમચી ઝીણું બેસન 1 /2 વાટકી દહીં 1/2 ચમચી ગરમ મસાલો […]

Share:

Diwali Recipes: દિવાળીનો તહેવાર હવે ખૂબ જ નજીક છે. પ્રકાશના આ પર્વ પર આનંદ-ઉત્સવનો માહોલ જામે છે. ત્યારે અહીં દર્શાવેલી 2 ખાસ દિવાળી રેસિપી (Diwali Recipes) તમારા પરિવારજનોનો તહેવારોનો આનંદ વધારી દેશે. સૌથી પહેલા ફૂલવડીની રેસિપી જોઈએઃ

સામગ્રી : 

200 ગ્રામ કરકરું બેસન

2 ચમચી ઝીણું બેસન

1 /2 વાટકી દહીં

1/2 ચમચી ગરમ મસાલો

1/2 ચમચી હળદર

1.5 ચમચી લાલ મરચું

1.5 ચમચી તલ

ચપટી ખાવાનો સોડા

2 ચમચી ખાંડ

મીઠું સ્વાદ પ્રમાણે (લગભગ અડધી ચમચી)

1 ચમચી અધકચરા વાટેલા સૂકા ધાણા

1 ચમચી અધકચરા વાટેલા કાળા મરી

2 નાની ચમચી તેલ

રીતઃ

એક કથરોટમાં લોટ અને તેલ સિવાયની બધી સામગ્રી ઉમેરી મિક્સ કરો જેથી ખાંડ સરખી ઓગળી જાય. પછી એમાં 2 નાની ચમચી તેલ ઉમેરી મિક્સ કરી લો. ત્યારબાદ એમાં લોટ ઉમેરો અને મિક્સ કરી લો. આ મિશ્રણમાં બીજું પાણી ઉમેરવાની જરૂર નહીં પડે. દહીં, ખાંડના પાણીથી જ લોટ તૈયાર થઈ જાય છે. લોટની ઉપર થોડું તેલ લગાવીને 2-3 કલાક માટે ઢાંકીને રાખો. 

ફૂલવડી બનાવતા પહેલા લોટમાં 3 ચમચી જેટલું ગરમ તેલ નાખી સરસ મિક્સ કરી લો. તળવા માટે તેલ ગરમ કરવા મૂકો અને ફૂલવડી માટેનો ઝારો કડાઈ ઉપર મુકી ગેસ ધીમો રાખી ઝારાની ઉપર લોટ મૂકીને હથેળીની મદદથી લોટને ઘસતા જાવ જેથી સરસ ફૂલવડી તેલમાં પડવા લાગશે. તેલ દેખાય એટલી ફૂલવડી પડી જાય પછી એને મીડિયમ ગેસ ઉપર 2-3 મિનિટ માટે તળી લો એટલે તમારી ફૂલવડી તૈયાર છે. 

વધુ વાંચો: ડાયાબિટીસના દર્દીઓ માટે આ 4 સુગર ફ્રી મીઠાઈ બનાવો

નાનખટાઈ બનાવવાની સ્પેશિયલ દિવાળી રેસિપી (Diwali Recipes)

સામગ્રીઃ

1 કપ ચણાનો લોટ

અડધો કપ દળેલી ખાંડ

અડધો કપ દેશી ઘી

અડધી નાની ચમચી બેકિંગ પાઉડર

એક નાની ચમચી એલચી પાઉડર

પાંચ પિસ્તાની કતરણ

વધુ વાંચો: આ 6 પરંપરાગત રિવાજો દિવાળીના તહેવાર દરમિયાન અચુક અનુસરવા જોઈએ

રીતઃ 

એક બાઉલમાં ચણાનો લોટ લઈ તેમાં ખાંડ મિક્સ કરી બેકિંગ પાવડર, એલચી પાવડર ઉમેરો. ત્યારબાદ 2 ચમચી ઘીને અલગ તારવી બાકીના ઘી વડે નરમ લોટ બાંધી લો. 

હવે બેક કરવા માટે નોનસ્ટિક તવાને મિડિયમ આંચે ગેસ પર મૂકો. તેના પર 400 ગ્રામ મીઠું નાંખી વાસણ ઢાંકી ગરમ થવા દો. તેના પર એક જાળીવાળુ સ્ટેન્ડ રાખી એના પર એક પ્લેટ રાખી ધીમા તાપે વાસણને ગરમ થવા દો. એક એલ્યુમિનિયમની ટ્રે કે અન્ય વાસણમાં ઘી લગાવી તૈયાર કરેલા લોટના મનગમતાં આકારના લૂઆ થોડા થોડા અંતરે ગોઠવી ઉપર પિસ્તાના ટુકડા સજાવી દો અને આ ટ્રેને ગરમ કરેલી પ્લેટ પર મુકી ઢાંકીને 15 મિનિટ શેકાવા દો. કૂકીઝ જ્યારે બરાબર ફૂલી જાય ત્યારે એને ગેસ પરથી ઉતારી લો.