શરીરમાં ઈન્ફેક્શન થતું અટકાવવા આ વ્યક્તિગત વસ્તુઓ શેર ન કરો

ઈન્ફેક્શનને થતું રોકવા માટે બીજાને વ્યક્તિગત વસ્તુઓ શેર કરવા અંગે સાવચેત રહેવું જરૂરી છે. ખાસ કરીને ચોમાસાની ઋતુમાં જઠરમાં થતા રોગો, ખાંસી, શરદી, ત્વચાની એલર્જી અને આંખની એલર્જીનું પ્રમાણ વધી જાય છે. બેક્ટેરિયલ અને વાયરલ રોગો વધારે ભેજ અને પાણીનો ભરાવો થવાને કારણે ઝડપથી ફેલાય છે. જ્યારે કેટલાક ઈન્ફેક્શન છીંક અથવા ઉધરસ દ્વારા ફેલાય છે, […]

Share:

ઈન્ફેક્શનને થતું રોકવા માટે બીજાને વ્યક્તિગત વસ્તુઓ શેર કરવા અંગે સાવચેત રહેવું જરૂરી છે. ખાસ કરીને ચોમાસાની ઋતુમાં જઠરમાં થતા રોગો, ખાંસી, શરદી, ત્વચાની એલર્જી અને આંખની એલર્જીનું પ્રમાણ વધી જાય છે. બેક્ટેરિયલ અને વાયરલ રોગો વધારે ભેજ અને પાણીનો ભરાવો થવાને કારણે ઝડપથી ફેલાય છે. જ્યારે કેટલાક ઈન્ફેક્શન છીંક અથવા ઉધરસ દ્વારા ફેલાય છે, જ્યારે અન્ય ઈન્ફેક્શન વ્યક્તિગત વસ્તુઓ શેર કરવાથી ફેલાઈ શકે છે.

નિષ્ણાતો સલાહ આપે છે કે  E.coli, સાલ્મોનેલા, શિગેલા બેક્ટેરિયા અથવા નોરોવાયરસ , રોટાવાયરસ અને સ્ટાફ જેવા વાઈરસના ઈન્ફેક્શનથી બચવા માટે તમારા બાથરૂમની જરૂરી વસ્તુઓ અથવા અંગત વસ્તુઓ પરિવારના સભ્યો સાથે પણ શેર ન કરો તેમજ સાબુ પણ શેર ન કરો. 

એસ્થેટિક ક્લિનિકના ડર્માટો-સર્જન, ડૉ. રિંકી કપૂરે સ્વસ્થ અને રોગમુક્ત જીવન માટે તમારે કઈ વ્યક્તિગત વસ્તુઓ અન્ય સાથે શેર ન કરવી જોઈએ તેની સૂચિ જણાવી છે.

રૂમાલ: તમારા રૂમાલને અન્ય લોકો સાથે શેર કરશો નહીં. રૂમાલ બેક્ટેરિયાને આમંત્રણ આપી શકે છે. તેથી તેને શેર ન કરવો જોઈએ.

ટુવાલ: તમારે તમારો ટુવાલ કોઈની સાથે શેર ન કરવો જોઈએ. જ્યારે કોઈ ટુવાલનો ઉપયોગ કરે છે ત્યારે તે ભીના થઈ જાય છે કારણ કે તેને અંધારા રૂમમાં લટકાવવામાં આવે છે. તેથી, જ્યારે તેનો કોઈ અન્ય દ્વારા ઉપયોગ કરવામાં આવે છે, ત્યારે તે ઈન્ફેક્શનનું કારણ બની શકે છે.

સાબુઃ તમને જાણીને આઘાત લાગશે કે ત્વચા પર રહેલા બેક્ટેરિયા સાબુમાં ટ્રાન્સફર થાય છે. જાહેર સ્થળોએ રાખેલા અથવા અન્ય લોકો દ્વારા ઉપયોગમાં લેવાતા સાબુનો ઉપયોગ કરવાનું ટાળો. ઉપરાંત, અન્ય લોકો દ્વારા ઉપયોગમાં લેવાતા બાથ સ્પંજનું ઉપયોગ ન કરો. આ વસ્તુઓ ભીની હોય છે અને તેના ઉપયોગથી રોગ ફેલાય છે.

ટૂથબ્રશ: ઉપયોગમાં લીધેલ ટૂથબ્રશમાં  E.coli અને સ્ટાફ જેવા બેક્ટેરિયા હોય છે. જે લોકો એકબીજાના ટૂથબ્રશનો ઉપયોગ કરે છે તેમને ઈન્ફેક્શન લાગવાની શક્યતાઓ વધુ છે જેનાથી દાંતમાં સડો જેવી સમસ્યાઓ થાય છે. 

કાંસકો: જો તમને ખોડો, વાળ ખરવા અથવા જૂ જેવી સમસ્યાઓ હોય તો કાંસકાને અન્ય લોકો સાથે શેર કરતી વખતે અથવા કોઈના કાંસકાનો ઉપયોગ કરતી વખતે સાવચેત રહો. આમ કરવાથી માથાની ચામડીમાં ઈન્ફેક્શન અને ખંજવાળ થઈ શકે છે.

ફ્લિપ-ફ્લોપ્સ: બાથરૂમમાં વપરાયેલ ફ્લિપ-ફ્લોપ્સથી ઈન્ફેક્શન ફેલાઈ શકે છે. જો ફૂટવેર ભીના હોય અને અન્ય લોકો તેનો ઉપયોગ કરે તો તેમના પગમાં ફંગલ ઈન્ફેક્શન થઈ શકે છે.

લિપ બામ: અન્ય લોકો સાથે લિપ બામ શેર કરવાથી બેક્ટેરિયા હોઠ અને મોંમાં ટ્રાન્સફર થઈ શકે છે.