શું તમે પણ વજન ઘટાડવા માંગો છો, તો શક્કરીયા તમારી આ રીતે મદદ કરશે

આપણે આમ તો એવું જ માનીયે છીએ કે જે વસ્તુ મીઠી હોય બટાકા વાળી હોય કે પછી કાર્બોહાઈડ્રેટ્સથી ભરપૂર હોય તે ચરબી વધારે છે પણ એવું હોતું નથી, જી હા, આ બધાથી વિપરીત એક વસ્તુ શક્કરીયામાં આ બધા ગુણ છે પણ તે ચોક્કસ તમારો વજન ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે. અહીંયા આપણે બટાકાના ભાઈ વિશે […]

Share:

આપણે આમ તો એવું જ માનીયે છીએ કે જે વસ્તુ મીઠી હોય બટાકા વાળી હોય કે પછી કાર્બોહાઈડ્રેટ્સથી ભરપૂર હોય તે ચરબી વધારે છે પણ એવું હોતું નથી, જી હા, આ બધાથી વિપરીત એક વસ્તુ શક્કરીયામાં આ બધા ગુણ છે પણ તે ચોક્કસ તમારો વજન ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે.

અહીંયા આપણે બટાકાના ભાઈ વિશે વાત કરી રહ્યા છીએ જેને  શક્કરીયા કે શકરકાંડી પણ કહે છે. માનો કે ના માનો, તે તમને વજન ઘટાડવામાં મદદ કરી શકે છે.

શક્કરીયા ભૂખ મટાડે છે

શક્કરીયામાં કેલરી ઓછી,ડાયેટરી ફાઈબર અને પાણીનું પ્રમાણ વધુ હોય છે. ફાઇબરને પચવામાં સમય લાગે છે, તેથી તેને ખાઈને તમને જલદી ભૂખ લાગતી નથી અને બિનજરૂરી ભૂખની પીડા સામે સારી રીતે ટકી રહી શકો છો.

તે ચરબીના કોષોને સંકોચાય છે

એક સ્ટડી પ્રમાણે  શક્કરીયામાં ચરબીના કોષોને સંકોચવાની ક્ષમતા હોય છે. જેનાથી વજન ઘટાડવામાં સૌથી વધારે હેલ્પ મળી રહે છે.

એનર્જી સોર્સમાં વધારો કરે છે

કાર્બોહાઇડ્રેટ્સનો સમૃદ્ધ સ્ત્રોત હોવાને કારણે, શક્કરીયા ખરેખર તમારા ઉર્જા સ્તરને વધારી શકે છે. એક્સરસાઈઝ પછી શક્કરીયાનો નાસ્તો કરવો એ સૌથી બેસ્ટ છે.

મેટાબોલિઝમને પણ પુશ કરે છે

શક્કરીયામાં રહેલા ફાઇબર આંતરડાની ગતિને નિયંત્રિત કરે છે, જ્યારે તેના પાણીનું પ્રમાણ તમારા શરીરને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે. 

શક્કરીયા બળતરા ઓછી કરે છે

એક અભ્યાસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે શક્કરીયામાં કેરોટીનોઇડ્સ, એન્થોકયાનિન અને ફેનોલિક એસિડ જેવા એન્ટીઑકિસડન્ટો ભરપૂર પ્રમાણમાં હોય છે. જે તમામ કોષોને થતા નુકસાનને અટકાવે છે અને બળતરા ઘટાડે છે.શરીરમાં સોજો થવાથી વજન વધી શકે છે. અને શક્કરીયા તમને વજન વધવાની પીડાથી બચાવે છે.

એક કપ છૂંદેલા શક્કરીયામાં માત્ર 249 કેલરી હોય છે, પરંતુ તે તમને ફુલ મીલનો સંતોષ આપી શકે છે અને તમારું પેટ પણ ભરેલું રહેશે.

શક્કરિયા ખાવાનો પણ એક સમય હોય છે. તમે ડાયાબિટીસ અને મોટાપાનો શિકાર છો તો શક્કરિયા રાત્રીના સમયે ખાશો નહીં. જો કે શક્કરિયામાં રહેલું કેલ્શિયમને શરીરમાં એવશોષિત થવામાં 4 થી 5 કલાક લાગે છે. આ માટે દરેક લોકોએ શક્કરિયાને બપોરના સમયે એટલે કે લંચના સમયે ખાવા જોઇએ. આ માટે તમે શક્કરિયા 2 થી 5 વાગ્યાની આસપાસ ખાઓ જેથી કરીને સ્વાસ્થ્યને ફાયદો થાય. શક્કરિયાની તાસીર ગરમ હોય છે. આ માટે આનું સેવન શિયાળામાં કરો છો તો સૌથી બેસ્ટ છે. શક્કરિયા વિટામીન સીથી ભરપૂર હોય છે જે ઇમ્યુનિટીને મજબૂત કરવાનું કામ કરે છએ. આ સાથે જ ફ્લૂ જેવી બીમારીઓમાંથી બચાવે છે. શક્કરિયા તમારા શરીરમાં ગરમી લાવવાનું કામ કરે છે.