અથાણાંનું સેવન કરતાં પહેલાં સાવધાન! જાણો તેની આ 5 આડઅસરો

ઘણા લોકોને ભોજનની સાથે અથાણાંનું સેવન કરવું ખુબ જ પસંદ હોય છે. લીંબુ, આમળા, કોબી, ગાજર, મૂળો અને કારેલા વગેરેના અથાણાં બનાવવામાં આવે છે. લોકો માને છે કે અથાણું આપણા સ્વાસ્થ માટે ફાયદાકારક છે. પરંતુ અથાણાંને વધારે પ્રમાણમાં ખાવાની આદત તમારા માટે નુકશાનકારક બની શકે છે. અથાણાંને લાંબા સમય સુધી સાચવવા માટે તેમાં વધારે માત્રામાં […]

Share:

ઘણા લોકોને ભોજનની સાથે અથાણાંનું સેવન કરવું ખુબ જ પસંદ હોય છે. લીંબુ, આમળા, કોબી, ગાજર, મૂળો અને કારેલા વગેરેના અથાણાં બનાવવામાં આવે છે. લોકો માને છે કે અથાણું આપણા સ્વાસ્થ માટે ફાયદાકારક છે. પરંતુ અથાણાંને વધારે પ્રમાણમાં ખાવાની આદત તમારા માટે નુકશાનકારક બની શકે છે. અથાણાંને લાંબા સમય સુધી સાચવવા માટે તેમાં વધારે માત્રામાં તેલ, મીઠું અને મસાલા નાખવામાં આવે છે. અથાણાંનું દરરોજ સેવન કરવાથી કેટલીક આડઅસર થતી હોય છે.

અથાણાંનું સેવન કરવાથી થતી આડઅસરો:

1. ઓછું પોષણ મૂલ્ય

અથાણું બનાવવા માટે મુખ્યત્વે ફળો અથવા શાકભાજીને કાપીને તડકામાં સૂકવવામાં આવે છે. ફળો અથવા શાકભાજીમાં પાણીની માત્રા હોતી નથી. સૂર્યપ્રકાશમાં સૂકવવાથી મોટાભાગના પોષક તત્વોનો નાશ થાય છે. સૂકવણીની પ્રક્રિયા દરમિયાન તેમના પર મીઠું લગાવવામાં આવે છે, જે તેને વધુ ખરાબ બનાવે છે. ટૂંકમાં, અથાણાં બનાવવાની પ્રક્રિયા તેના પોષણ મૂલ્યને ઘટાડે છે.

2. બ્લડ પ્રેશરનું સ્તર વધારી શકે છે

અથાણાંને તડકામાં સૂકવતી વખતે તેમાં વધારે મીઠું નાખવામાં આવે છે અને તેને બનાવવાની પ્રક્રિયા દરમિયાન વધુ મીઠું ઉમેરવામાં આવે છે. અથાણાંમાં વધુ પડતું મીઠું તેમાં સોડિયમનું પ્રમાણ વધારે છે, જે તમારા સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક બનાવે છે. અથાણાંમાં રહેલ સોડિયમ તમારા બ્લડ પ્રેશરનું સ્તર વધારી શકે છે, જેનાથી હૃદયની સમસ્યાઓ પણ થઈ શકે છે. 

3. કિડની માટે હાનિકારક

અથાણાંમાં મીઠાનો વધુ પડતો ઉપયોગ આપણા આહારમાં સોડિયમની માત્રામાં વધારો કરી શકે છે, જે પેટનું ફૂલવું, હાઈ બ્લડ પ્રેશર અને કિડની ફેલ્યોર જેવી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ તરફ દોરી શકે છે. મીઠું વધુ હોય તેવો ખોરાક પણ પ્રવાહી રીટેન્શન તરફ દોરી જાય છે અને હૃદય, વેસ્ક્યુલર સિસ્ટમ અને કિડની માટે ઝેરી સાબિત થઈ શકે છે. અથાણાંનું સેવન તમારા જીભ માટે લાભ દાયક હોઈ શકે છે પરંતુ કિડની માટે તે બિલકુલ હિતાવહ નથી.

4. કોલેસ્ટ્રોલનું લેવલ વધારે છે

અથાણાં બનાવવાની પ્રક્રિયામાં શાકભાજીને તેલમાં પલાળી રાખવાનો પણ સમાવેશ થાય છે, જે ભેજને અવરોધે છે અને તેને સાચવે છે. આ તેલ કોલેસ્ટ્રોલનું સ્તર પણ વધારે છે, જેનાથી હૃદય રોગનું જોખમ વધે છે. ઉચ્ચ કોલેસ્ટ્રોલનું સ્તર લાંબા ગાળે લીવરને પણ નુકસાન પહોંચાડી શકે છે.

5. પાચનની સમસ્યા વધે છે 

આપણા આંતરડા પાચન દરમિયાન સોડિયમને શોષે છે, જેના કારણે શરીરમાં સોડિયમ ઈલેક્ટ્રોલાઈટ્સ વધી જાય છે. તેને ડાયલ્યુટ કરવા માટે શરીરમાં ફ્લૂઈડ માઈગ્રેશન થાય છે. વધારે ફ્લૂઈડ નસો પર દબાણ આપે છે, જે બ્લડ પ્રેશર વધવાનું કારણ બને છે. પોટેશિયમનું સેવન જ્યારે સોડિયમના સેવન કરતાં વધી જાય છે, ત્યારે આપણું શરીર ઈલેક્ટ્રોલાઈટ સંતુલન જાળવી રાખે છે. એકંદરે અથાણાંનું સેવન કરવાથી સ્વાસ્થ્ય ગેરલાભ વધારે છે, જેથી દરરોજે તેનું સેવન કરતાં પહેલાં એક વખત ડૉક્ટરની સલાહ જરૂર લો.