લીમડો ડાયાબિટીસ માટેની એક અસરકારક દવા

છેલ્લા થોડાંક દાયકાથી ડાયાબિટીસ એટલે કે મધુમેહ રોગ વ્યાપક પ્રમાણમાં લોકોને તેની ઝપેટમાં લઈ રહ્યો છે અને એકવાર તેનું નિદાન થાય એટલે સતત તેને કાબુમાં રાખવાના પ્રયાસો કરવા પડે છે. તેમણે તેમના આહાર પ્રત્યે તકેદારી રાખવી પડે છે. કારણ કે કેટલાક ખોરાક શરીરમાં સુગરનું પ્રમાણ વધારે છે. ડાયાબિટીસના દર્દીઓ આહારમાં ફેરફાર અને દવાઓ દ્વારા તેમના […]

Share:

છેલ્લા થોડાંક દાયકાથી ડાયાબિટીસ એટલે કે મધુમેહ રોગ વ્યાપક પ્રમાણમાં લોકોને તેની ઝપેટમાં લઈ રહ્યો છે અને એકવાર તેનું નિદાન થાય એટલે સતત તેને કાબુમાં રાખવાના પ્રયાસો કરવા પડે છે. તેમણે તેમના આહાર પ્રત્યે તકેદારી રાખવી પડે છે. કારણ કે કેટલાક ખોરાક શરીરમાં સુગરનું પ્રમાણ વધારે છે. ડાયાબિટીસના દર્દીઓ આહારમાં ફેરફાર અને દવાઓ દ્વારા તેમના રોગને નિયંત્રણમાં લેતા હોય છે. ડાયાબીટીસની સારવાર માટે આયુર્વેદિક ઉપચાર કારગર સાબિત થઈ રહ્યો છે અને તેમાં પણ લીમડાના પાંદડા સુગરને નિયંત્રણમાં લાવવામાં અસરકારક છે.

ડાયાબિટીસની સારવારમાં લીમડાના પાંદડા કઈ રીતે અસરકારક છે?

અલીગઢ આયુર્વેદિક મેડિકલ કોલેજના પ્રોફેસર ડૉ. સરોજ ગૌતમના જણાવ્યા પ્રમાણે લીમડાના પાંદડા શરીર માટે અનેક રીતે ગુણકારી છે. અને તેમાં પણ ખાસ કરીને  ડાયાબિટીસ માટે તેનો ઉપચાર અસરકારક માનવામાં આવે છે. લીમડાનાં પાનમાં ફ્લેવોનોઈડ્સ હોય છે. આ ઉપરાંત, તેમાં પિત્ત અને કષાય પણ હોય છે જે શરીરમાં સુગરનું પ્રમાણ ઘટાડે છે. ત્વચાની બીમારીમાં રાહત મળે છે તેમજ તે સ્વાદુપિંડને પણ ઉત્તેજિત કરે છે. જોકે આ ફાયદા મેળવવા માટે તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવો જરૂરી છે. 

લીમડાનાં પાનને આહારમાં લેવાની સાચી રીત 

ડૉ. ગૌતમના જણાવ્યા પ્રમાણે લીમડાનાં પાનને સવારે ખાલી પેટે ચાવીને ખાવા જોઈએ. જો તમે લીમડાના પાનનું સેવન ના કરી શકો તો તમે લીમડાના તેલનો પણ ઉપયોગ કરી શકો છો. લીમડાના તેલનું સેવન કરવાથી તે શરીરમાં રહેલી ગ્લુકોઝની માત્રાને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. લીમડાના પાન ત્વચા સંબંધી સમસ્યાઓને પણ દૂર કરે છે તેમજ એકંદરે આરોગ્ય સુધરે છે. તેમાં અસંખ્ય ઔષધીય ગુણો છે અને તે આપણાં ભારતમાં સહજતાથી મળી રહે છે ત્યારે તેનો ભરપૂર લાભ લેવો જોઈએ.  

ગુજરાતમાં ચૈત્રી નવરાત્રી દરમિયાન લીમડાનો રસ સવારે પીવાનું ચલણ છે. સામાન્ય રીતે ચૈત્ર મહિનામાં લીમડાને કુણા પાન આવે છે અને સફેદ ફૂલની માંજર બેસતી હોય છે. માત્ર કુણા પાંદડા અથવા સાથે ફૂલને પણ વાટીને તેનો રસ લોકો પીતા હોય છે. તે ડાયાબિટીસ જ નહીં પણ શરીરની ગરમી, અળાઈ, ગુમડા, એસીડીટીમાં પણ ઉપયોગી છે. તે કેન્સરના સેલ્સ અને ટ્યુમરને વધતાં રોકે છે. તેનો સ્વાદ ભલે કડવો હોય પણ તેના ગુણ અત્યંત મીઠા છે. આ વૃક્ષનો દરેક ભાગ ગુણકારી છે.