રક્ષાબંધન 2023: જો તમારે ભાઈ ન હોય તો મૂંઝાશો નહીં, આ રીતે રક્ષાબંધન ઉજવીને માણો તેના મૂળ ઉદ્દેશ્યનો આનંદ

રક્ષાબંધન એ ભાઈ અને બહેન વચ્ચેના પવિત્ર પ્રેમના સંબંધની ઉજવણી કરવાનો દિવસ છે. જો તમારે કોઈ સગો ભાઈ ન હોય તો પણ મૂંઝાવાની જરૂર નથી. તમે તમારા પિતરાઈ ભાઈઓ, તમારી બહેનપણીઓને રાખડી બાંધીને આજીવન એકબીજાને પ્રેમ કરવાના અને એકબીજાનું રક્ષણ કરવાના વચનની આપ-લે કરી શકો છો અને આ ખાસ પ્રસંગને ઉજવી શકો છો. આ વર્ષે […]

Share:

રક્ષાબંધન એ ભાઈ અને બહેન વચ્ચેના પવિત્ર પ્રેમના સંબંધની ઉજવણી કરવાનો દિવસ છે. જો તમારે કોઈ સગો ભાઈ ન હોય તો પણ મૂંઝાવાની જરૂર નથી. તમે તમારા પિતરાઈ ભાઈઓ, તમારી બહેનપણીઓને રાખડી બાંધીને આજીવન એકબીજાને પ્રેમ કરવાના અને એકબીજાનું રક્ષણ કરવાના વચનની આપ-લે કરી શકો છો અને આ ખાસ પ્રસંગને ઉજવી શકો છો. આ વર્ષે 30 અને 31 ઓગષ્ટના રોજ રક્ષાબંધન ઉજવી શકાય તેવો યોગ છે. 30મી ઓગષ્ટના રોજ રાત્રિના 9 વાગ્યાથી 31મી ઓગષ્ટના દિવસના શરૂના કલાકોમાં તમે રક્ષાબંધન ઉજવી શકશો. ભાઈ-બહેનના સંબંધની લાગણીને દર્શાવતો આ તહેવાર તમે અન્ય વિશિષ્ટ રીતે પણ ઉજવી શકો છોઃ

1. મિત્રો અને પિતરાઈઓ સાથે

રક્ષાબંધનના તહેવાર પાછળનો મૂળ ઉદ્દેશ્ય આજીવન એકબીજાને પ્રેમ અને રક્ષણ આપવાની લાગણી પ્રદર્શિત કરવાનો છે. તમે તમારા મિત્રો અથવા પિતરાઈઓ સાથે આ તહેવાર ઉજવીને રક્ષાબંધનના સારને મૂર્તિમંત કરી શકો છો. 

2. પિતા કે પિતા સમાન વ્યક્તિઓ સાથે

જો તમારે ભાઈ ન હોય તો મૂંઝાવાની જરૂર નથી. તમે રક્ષાબંધન દ્વારા તમારા જીવનમાં પિતા કે પિતા સમાન વ્યક્તિના મહત્વને પણ સન્માન આપી શકો છો. તમે તમારા પિતા, કાકા, દાદા કે માર્ગદર્શક સહિતની કોઈ પણ વ્યક્તિને રાખડી બાંધીને જીવનમાં તેમણે કરેલી મદદો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી શકો છો. 

3. તમારી બહેનો, સહેલીઓ સાથે 

તમે તમારી બહેનો અથવા તો તમારી સહેલીઓ સાથે રક્ષાબંધનની ઉજવણી કરીને રાખડી અને ભેટ-સોગાદોની આપ-લે દ્વારા અતૂટ સંબંધની લાગણી વ્યક્ત કરી શકો છો. 

4. રાખડી દ્વારા સદ્ભાવના

તમે હોસ્પિટલના દર્દીઓ, વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલો, અનાથાશ્રમમાં રહેતા બાળકોને રાખડી બાંધીને તેમના જીવનમાં ખુશીની એક પળ લાવી શકો છો. 

5. સાંકેતિક ઉજવણી

ભાઈ ન હોય તો તમે કોઈ વૃક્ષ અથવા તો કોઈ આર્ટ વર્કને રાખડી બાંધીને તમારી લાગણીને વાચા આપી શકો છો. 

6. વર્ચ્યુઅલ ઉજવણી

આજના ડિજિટલ યુગમાં બે લોકો એકબીજાથી દૂર હોય તો પણ અંતર એ ઉજવણીમાં અવરોધરૂપ નથી બની શકતું. જો તમારા પરિવારજનો કે તમારા મિત્રો તમારાથી હજારો કિલોમીટર દૂર હોય તો પણ તમે ટેક્નોલોજીની મદદથી તેમના સંપર્કમાં રહી શકો છો. રક્ષાબંધન પર વીડિયો ચેટ દ્વારા તમે વર્ચ્યુઅલ રીતે રાખડીની આપ-લે કરીને તમારા સંબંધોમાં રહેલી હૂંફને વ્યક્ત કરી શકો છો. આમ, રક્ષાબંધનની ઉજવણી પાછળ ઐતિહાસિક કારણ રહેલું હોવા છતાં પણ તમે પ્રેમ, સંભાળ અને લાગણીની કોઈ મર્યાદા નથી હોતી તેને અનુલક્ષીને તમારા મિત્રો સાથે અથવા અન્ય રીતે રક્ષાબંધનની ઉજવણી કરી શકો છો.