લો બોલો બદામ ખાઈને પણ વજન ઉતારી શકાય, જાણો કઈ રીતે

દરરોજ નિયમિતપણે મુઠ્ઠીભર બદામ, અખરોટ, પિસ્તા, કાજુ વગેરે સુકા મેવાનું સેવન કરવાથી શરીરને જરૂરી પોષક તત્વો મળી રહે છે અને આરોગ્ય જાળવવામાં મદદ મળે છે. તેમાં પણ બદામને તમે અનેક રીતે તમારા ડાયેટમાં સામેલ કરી શકો છો. બદામનું દૂધ બનાવીને તેનો ડેરી પ્રોડક્ટના વિકલ્પ તરીકે ઉપયોગ કરી શકાય છે અને પલાળેલી બદામ પણ ખૂબ જ […]

Share:

દરરોજ નિયમિતપણે મુઠ્ઠીભર બદામ, અખરોટ, પિસ્તા, કાજુ વગેરે સુકા મેવાનું સેવન કરવાથી શરીરને જરૂરી પોષક તત્વો મળી રહે છે અને આરોગ્ય જાળવવામાં મદદ મળે છે. તેમાં પણ બદામને તમે અનેક રીતે તમારા ડાયેટમાં સામેલ કરી શકો છો. બદામનું દૂધ બનાવીને તેનો ડેરી પ્રોડક્ટના વિકલ્પ તરીકે ઉપયોગ કરી શકાય છે અને પલાળેલી બદામ પણ ખૂબ જ ગુણકારી છે. બદામથી ત્વચાને ચમકીલી બનાવી શકાય છે અને નિયમિત બદામનું સેવન કરવાથી હૃદયને પણ ફાયદો થાય છે. 

પ્રાચીન સમયમાં બદામ ઔષધિ ગણાતી

બદામનું સેવન કરવાથી બ્લડ સુગર નિયંત્રણમાં રાખી શકાય છે અને પ્રાચીન સમયમાં લોકો ઔષધિ તરીકે પણ બદામનો ઉપયોગ કરતા હતા. આયુર્વેદમાં બદામનો શક્તિવર્ધક ટોનિક તરીકે ઉલ્લેખ છે. પહેલાના સમયમાં શ્વસનથી લઈને પાચન સંબંધી સમસ્યાઓના ઉકેલમાં બદામનો ખૂબ જ વ્યાપકપણે ઉપયોગ થતો હતો. 

બદામમાં હેલ્ધી ફેટ, ફાઈબર, પ્રોટીન, મેગ્નેશિયમ અને વિટામીન ઈ ખૂબ ભરપૂર માત્રામાં હોય છે અને બદામનું સેવન કરવાથી બ્લડ સુગર લેવલ નિયંત્રણમાં રહે છે, બ્લડ પ્રેશર ઘટે છે અને કોલેસ્ટ્રોલ લેવલ પણ નીચુ લાવી શકાય છે. વજન ઘટાડવામાં પણ બદામ ખૂબ ઉપયોગી બની રહે છે અને ખાસ કરીને પેટની ચરબી ઘટાડવામાં તે ખૂબ ગુણકારી બની રહે છે. 

આયુર્વેદની પ્રાચીન ભારતીય તબીબી પ્રણાલીમાં ખરજવા અને ફોડલીઓ સહિતના ચામડીના વિવિધ રોગની સારવારમાં બદામની પેસ્ટ અને બદામના તેલનો ઉપયોગ થતો હતો. બદામનું સેવન કરવાથી યાદશક્તિ પણ વધે છે અને તેમાં પીડાશામક ગુણધર્મો પણ રહેલા છે. 

હૃદયના સ્વાસ્થ્ય માટે બદામ

બદામમાં 60% મોનોઅનસેચ્યુરેટેડ ફેટી એસિડ્સ (MUFA) અને 30% પોલિઅનસેચ્યુરેટેડ ફેટી એસિડ્સ (PUFA) રહેલું હોય છે. બદામ ખરાબ કોલેસ્ટ્રોલ લેવલને અમુક અંશે ઘટાડીને હૃદયના સ્વાસ્થ્યમાં સુધારો કરી હૃદયરોગનું જોખમ ઘટાડે છે.

વજન ઘટાડવા માટે બદામ ઉપયોગી

બદામમાં કેલેરીનું પ્રમાણ રહેલું હોવા છતાં તે વજનના વ્યવસ્થાપનમાં મદદરૂપ બની શકે છે. બદામમાં હાઈ ફાઈબર અને પ્રોટીન હોય છે જે લાંબા સમય સુધી પેટ ભરેલું હોવાની લાગણી જન્માવે છે. જોકે બદામનું સેવન કરવામાં પ્રમાણ ભાન રાખવું ખૂબ જરૂરી બની જાય છે. 

બ્લડ સુગરને નિયંત્રણમાં રાખવા બદામ

બદામનો ગ્લાયકેમિક ઈન્ડેક્સ ખૂબ નીચો હોય છે અને તે બ્લડ સુગર લેવલને નિયંત્રણમાં રાખવામાં મદદરૂપ બને છે. આ કારણે ડાયાબિટીસના દર્દીઓ માટે બદામ ખૂબ પૌષ્ટિક વિકલ્પ છે. 

ત્વચા માટે બદામ

બદામમાં રહેલું વિટામીન ઈ ત્વચાનું સૂર્યના યુવી કિરણો સામે રક્ષણ કરે છે અને ત્વચામાં હાઈડ્રેશન જાળવી રાખીને તેને તંદુરસ્તી બક્ષે છે. 

જોકે જેમને નટ્સની એલર્જી હોય તેમણે બદામનું સેવન ન કરવું જોઈએ અને તે સિવાય કિડનીની સમસ્યા હોય તે લોકોએ પણ બદામનું સેવન કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જોઈએ કારણ કે, બદામમાં રહેલું ઓક્સાલેટ કિડનીમાં પથરીની સમસ્યામાં યોગદાન આપે છે.